Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
પ3
યોગલક્ષણહાવિંશિકા/શ્લોક-૧૯ પ્રવર્તતી નથી જ-થતી નથી જ, તો તેના અભ્યાસમાં યોગમાર્ગના અભ્યાસમાં, પ્રવૃત્તિ કેવી રીતે થાય ? એ પ્રકારનો ‘મપિ' શબ્દનો અર્થ છે. ll૧૯I
- “મપુનર્વસ્થાન ' અહીં ‘પ’ થી એ કહેવું છે કે સમ્યકત્વ આદિ તો મળ્યું નથી, પરંતુ અપુનબંધસ્થાનની પણ પ્રાપ્તિ નથી. ભાવાર્થ :તત્ત્વજિજ્ઞાસા ક્યારે ? -
સાંખ્યદર્શન પ્રમાણે પ્રકૃતિમાંથી બુદ્ધિ, અહંકાર આદિના ક્રમથી ભાવો નીકળે છે, જે અનુલોમશક્તિથી પ્રકૃતિનાં કાર્યો છે, અને તે કાર્યો પ્રતિલોમશક્તિથી અર્થાત્ પાછળથી પૂર્વ પૂર્વમાં વિશ્રાંત થાય અને અંતે પ્રકૃતિમાં વિલય થાય, ત્યારે મોક્ષ થાય છે. તેથી પાછળનો ભાવ પૂર્વમાં વિશ્રાંત થાય તે પ્રતિલોમશક્તિ છે, જેમાં પુરુષથી પ્રકૃતિનો ક્રમસર અભિભવ થાય છે; અને અનાદિકાળથી પ્રકૃતિમાંથી ક્રમસર જે સર્વ ભાવો નીકળે છે તે અનુલોમશક્તિથી નીકળી પુરુષની શક્તિનો અભિભવ કરે છે, અને પ્રકૃતિથી અભિભવ પામેલો પુરુષ તત્ત્વાતત્ત્વનો વિચાર પણ કરતો નથી, પરંતુ પ્રકૃતિને જ અનુસરે છે, તેથી સંસારની અવિચ્છિન્ન ધારા ચાલે છે. આમ છતાં, પુરુષનો અભિભવ કરનારી પ્રકૃતિ પ્રતિલોમશક્તિથી કંઈક નિવર્તન પામે છે ત્યારે પુરુષને યોગમાર્ગની જિજ્ઞાસા પ્રગટે છે. તેથી ગોપેન્દ્ર કહે છે કે જ્યાં સુધી પ્રતિલોમશક્તિથી સર્વથા પ્રકૃતિનો અધિકાર પુરુષ ઉપરથી ગયો નથી, ત્યાં સુધી પુરુષ આ તત્ત્વમાર્ગમાં લેશ પણ જિજ્ઞાસા કરતો નથી, તો યોગમાર્ગનો અભ્યાસ તો તેને ક્યાંથી સંભવે ?
આ અવસ્થા કઈ છે ? તે સ્પષ્ટ કરવા માટે ટીકાકારે કહ્યું કે અપુનબંધક સ્થાનની સર્વથા અપ્રાપ્તિ એ અનિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ છે. તેથી એ પ્રાપ્ત થયું કે ફરી ઉત્કટ કર્મ ન બાંધે તેવા સ્થાનની પ્રાપ્તિ તે નિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ છે, અને તેવા સ્થાનની અપ્રાપ્તિ તે અનિવૃત્ત અધિકારવાળી પ્રકૃતિ છે. ૧૯II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114