________________
યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯-૩૦
આ રીતે ચૌદ માર્ગણાસ્થાનક, એક ગુણસ્થાનક અને એક જીવસ્થાનકને આશ્રયીને ૧૬ વિકલ્પવાળા વિવર્તનો જીવમાં વર્તે છે.
ભેદનયથી વિચારીએ તો આ બધા પરિણામોથી જીવ જુદો છે અને જીવ પોતે કોઈ પરિણામાંતરને પામતો નથી; કેમ કે જીવનો શુદ્ધજ્ઞાયકભાવરૂપ એક સ્વભાવ છે. જેમ સિદ્ધ અવસ્થામાં સિદ્ધના આત્માઓ સર્વ કર્મથી રહિત છે, દેહથી રહિત છે અને જ્ઞેયમાત્રનું જ્ઞાન કરે છે, પરંતુ જ્ઞેય સાથે લેશ પણ સંશ્લેષ પામતા નથી, તેવો તેમનો સ્વભાવ છે; તેમ સંસા૨અવસ્થામાં પણ જીવનો સિદ્ધના જેવો જ શુદ્ધજ્ઞાયકભાવરૂપ એક સ્વભાવ છે, અને જે અન્ય અન્ય પરિણામો દેખાય છે, તે જીવના નથી, જીવથી જુદા છે. તે બતાવવા માટે ભેદનયનું આશ્રયણ કરીને અહીં જીવનું લક્ષણ કરેલ છે.
૮૫
ભેદનયનું આશ્રયણ કરીને જીવનું લક્ષણ કરવાથી જીવને બોધ થાય છે કે “મારું વાસ્તવિક સ્વરૂપ આ છે અને એ સ્વરૂપને પ્રગટ કરવા અર્થે યોગની પ્રવૃત્તિ છે. આ યોગ સ્વયં વ્યાપારરૂપ છે અને જીવના પરિણામરૂપ નથી, તોપણ આ વ્યાપારથી જ જીવમાં વર્તતાં સર્વ જીવસ્થાનકો આદિ ભાવોનો નાશ થશે, અને શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો મારો આત્મા છે, છતાં અત્યારે તે સ્વભાવ અભિવ્યક્ત નથી, તેની અભિવ્યક્તિ અંતે યોગની પ્રવૃત્તિથી થશે.”
અત્યારે પણ ભેદનયથી આપણો આત્મા શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો હોવા છતાં અભેદનયથી તેવો નથી, જ્યારે સિદ્ધના આત્માઓમાં જીવસ્થાનકાદિ કોઈ ભાવો નહીં હોવાથી સદા શુદ્ધ જ્ઞાયક એક સ્વભાવવાળા છે. ||૨|| અવતરણિકા :
પૂર્વશ્લોક-૨૯માં કહ્યું કે જીવસ્થાતકાદિ પરિણામો વિવર્તત પામે છે, જીવ વિવર્તન પામતો નથી. હવે તે જીવસ્થાનકાદિ પરિણામો શેનાથી થાય છે ? અને જીવ કેમ વિવર્તન પામતો નથી ? તે યુક્તિથી બતાવે છે –
શ્લોક ઃ
उपाधिः कर्मणैव स्यादाचारादौ श्रुतं ह्यदः । विभावानित्यभावेऽपि ततो नित्यस्वभाववान् ।।३० ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org