Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 108
________________ યોગલક્ષણદ્વાત્રિંશિકા/મ્લોક-૩૦-૩૧ ૮૯ શકે ? અર્થાત્ ન જઈ શકે. તેથી ભીંત અને ચૂનાને વિભાગ કરનારી દૃષ્ટિથી જોવામાં આવે તો આ દેખાતી શ્વેતતા ચૂનામાં પણ અંતર્ભાવ પામતી નથી કે ભીંતમાં પણ અંતર્ભાવ પામતી નથી; અને ચૂનો અને ભીંત સિવાય કોઈ ત્રીજો પદાર્થ નથી કે જેમાં આ શ્વેતતા રહી શકે, અને નિરાશ્રય શ્વેતતા પણ હોઈ શકે નહીં. તેથી આ દેખાતી શ્વેતતા ભ્રમાત્મક છે. જેમ ચિત્રમાં ઊંચી-નીચી અવસ્થા દેખાય છે, તે દેખાતી અવસ્થા વાસ્તવિક નથી, તેમ ભીંતમાં દેખાતી શ્વેતતા ભેદનયથી વાસ્તવિક નથી. જેમ પર્વત ઉપરથી નીચે નજર કરીએ તો વેંતિયા માણસો અર્થાત્ કદમાં અત્યંત નાના માણસો દેખાય છે, પરંતુ વાસ્તવમાં મનુષ્યનું આટલું નાનું કદ નથી, તેથી તે ભ્રમાત્મક છે, તેમ આ દેખાતી શ્વેતતા ભ્રમાત્મક છે. તે રીતે કર્મની ઉપાધિથી આત્મામાં થનારા ભાવો કર્મપુદ્ગલના પણ પરિણામો નથી અને જીવના પણ પરિણામો નથી, છતાં દેખાય છે તે ઇન્દ્રજાળ જેવા મિથ્યા છે; કેમ કે કોઈ પણ ભાવ વાસ્તવમાં નિરાશ્રય રહી શકતો નથી; અને દેખાતા ભાવો કર્મરૂપ આશ્રયમાં પણ નથી અને જીવરૂપ આશ્રયમાં પણ નથી, અને તે બંનેથી જુદો એવો ત્રીજો પદાર્થ પણ નથી, કે જેમાં આ ભાવો રહી શકે, માટે તે ભાવો વસ્તુતઃ નથી. આ પ્રકારે ભેદનય દેખાડે છે. ||30|| અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે શુદ્ધનયની દૃષ્ટિથી ઉપાધિથી થનારા ભાવો મિથ્યા છે. ત્યાં પ્રશ્ન થાય કે સંસાર અવસ્થામાં આત્મા અને કર્મનો સર્વથા ભેદ નથી. તેથી કથંચિત્ કર્મ સાથે અભિન્ન અવસ્થાને પામેલ એવા આત્માના જીવસ્થાનકાદિ ભાવો છે, તેમ માનીએ તો અનુભવતી સંગતિ થાય છે. આમ છતાં તે ભાવોને મિથ્યા કેમ કહ્યા ? તેથી ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ द्रव्यादेः स्यादभेदेऽपि शुद्धभेदनयादिना । इत्थं व्युत्पादनं युक्तं नयसारा हि देशना ।। ३१ ।। Jain Education International For Private & Personal Use Only — www.jainelibrary.org


Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114