Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 103
________________ ૮૪ યોગલક્ષણદ્વાચિંશિકા/ક-૨૯ ટીકાર્ય : સર્વોf.... વવસ્વાન્ ! સર્વ ચૌદ પણ જીવસ્થાનોરૂપ, તેટલા જ=ચૌદ, ગુણસ્થાનોરૂપ, ગતિ-ઈન્દ્રિયાદિ માર્ગણારૂપ પરિણામો વિવર્તન પામે છેદશાવિશેષને પામે છે, વળી જીવ ક્યારેય પણ વિવર્તન પામતો નથી; કેમ કે શુદ્ધ જ્ઞાયકભાવવાળા એવા તેનું જીવનું, એકસ્વભાવપણું છે. ૨૯. - વતુર્દશા ' અહીં ૩પ' થી એ કહેવું છે કે કોઈ એક નહીં પણ ચૌદ પણ જીવસ્થાનો વિવર્તન પામે છે. તાંન્દ્રિયા: ' અહીં ફર' થી બાકીની માર્ગણા ગ્રહણ કરવી. ભાવાર્થ - સંસારી જીવોના એકેન્દ્રિયાદિ ચૌદ જીવસ્થાનકો છે, મિથ્યાત્વાદિ ચૌદ ગુણસ્થાનકો છે અને ગતિ-જાતિ આદિ ચૌદ માર્ગણાઓ છે. તે સર્વ પરિણામો જીવનમાં પરિવર્તન પામે છે, તે આ રીતે – (૧) ચૌદ જીવસ્થાનરૂપ પરિણામોમાં વિવર્તન :- ચંદ જીવસ્થાનકમાંથી ક્યારેક કોઈ એક જીવસ્થાનકના પરિણામ જીવમાં વર્તે છે, તો કોઈક અન્ય કાળે અન્ય જીવસ્થાનકનાં પરિણામ વર્તે છે. તેથી જીવસ્થાનકરૂપ પરિણામ જીવમાં પરાવર્તન પામે છે. (૨) ચૌદ ગુણસ્થાનરૂપ પરિણામોમાં વિવર્તન :- જીવમાં ગુણનો વિકાસ કરવાનાં સ્થાનો ચૌદ છે. તે ચૌદમાંથી જીવને કોઈ એક કાળે એક ગુણસ્થાનક વર્તે છે તો અન્ય કાળે અન્ય ગુણસ્થાનક વર્તે છે. આ રીતે ચૌદ ગુણસ્થાનકના પરિણામો પણ જીવમાં પરાવર્તન પામે છે. (૩) ચોદ માર્ગણાસ્થાનરૂપ પરિણામોમાં વિવર્તન :- જેમ ચૌદ ગુણસ્થાનક અને ચૌદ જીવસ્થાનક છે, તેમ ચૌદ માર્ગણાસ્થાન છે. તેમાંથી પ્રત્યેક માર્ગણાસ્થાનને આશ્રયીને જીવમાં પરાવર્તન થાય છે. જેમ જીવને ચાર ગતિમાંથી કોઈ એક ગતિ કોઈ એક કાળમાં વર્તે છે, તો અન્ય કાળમાં કોઈ અન્ય ગતિ વર્તે છે, તે રીતે ચૌદ માર્ગણાસ્થાનમાં સમજી લેવું. તેથી પ્રત્યેક માર્ગણાસ્થાનને આશ્રયીને માર્ગણાસ્થાનરૂપ પરિણામ જીવમાં પરાવર્તન પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114