Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 77
________________ ૫૮ યોગલક્ષણદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧-૨૨ જે કહ્યું કે સાધિકાર પ્રકૃતિવાળા આવર્તમાં જિજ્ઞાસા પ્રગટ થતી નથી, એ વાત સાચી છે. ફક્ત ગોપેન્દ્ર આત્માને અપરિણામી માને છે અને અપરિણામી આત્મપક્ષમાં પ્રકૃતિથી પુરુષનો અભિભવ અને પ્રકૃતિથી તે પુરુષના અભિભવની નિવૃત્તિ ઘટે નહીં; અર્થાત્ અપરિણામી આત્મા ફૂટસ્થનિત્ય-એક-સ્વભાવવાળો હોવાથી તેમાં પુરુષનો પ્રકૃતિથી અભિભવ અને પ્રકૃતિથી પુરુષના અભિભવની નિવૃત્તિરૂપ પરિણામાંતર ઘટી શકે નહીં. તે વાત આગળની દ્વાત્રિંશિકામાં ગ્રંથકાર બતાવશે. II૨૧I અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે પ્રણિધાનાદિનો અભાવ હોવાથી લોકપંક્તિથી કરાયેલી ક્રિયા કે અનાભોગથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ નથી, તેથી મોક્ષનું કારણ પ્રણિધાનાદિ ભાવ છે; અને શ્લોક-૧માં યોગના લક્ષણમાં કહેલ કે ‘મુલ્ય હેતુવ્યાપારતા’ એ યોગનું લક્ષણ છે. ત્યાં મુખ્ય હેતુથી પ્રણિધાનાદિ ભાવતું ગ્રહણ કેમ થાય છે ? અને ક્રિયાનું ગ્રહણ કેમ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે શ્લોક ઃ भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् । तस्यैव चरमावर्ते क्रियाया अपि योगतः ।। २२ ।। અન્વયાર્થ : તેન=તે કારણથી=શ્ર્લોક-૯માં બતાવેલ કે પ્રણિધાનાદિ આશય વગરની એક પણ ક્રિયા સુંદર નથી તે કારણથી, મોક્ષે=મોક્ષમાં માવસ્ય=ભાવનું મુદ્દતૃત્વ=મુખ્યહેતુપણું વ્યવસ્થિતમ્=વ્યવસ્થિત છે. તસ્યેવ યોતઃ-તેના જ યોગથી=ભાવના જ યોગથી, પરમાવર્તે-ચરમાવર્તમાં યિાવા પિ=ક્રિયાનું પણ=ક્રિયાનું પણ મુખ્યહેતુપણું વ્યવસ્થિત છે. ।।૨૨।। શ્લોકાર્થ : તે કારણથી મોક્ષમાં ભાવનું મુખ્યહેતુપણું વ્યવસ્થિત છે. તેના જ યોગથી ચરમાવર્તમાં ક્રિયાનું પણ મુખ્યહેતુપણું વ્યવસ્થિત છે. ।।૨૨।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114