Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 87
________________ ૬૮ ભાવાર્થ : યોગલક્ષણદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫ મોક્ષના કારણીભૂત ભાવ સાથે ક્રિયા અન્વયતિરેકરૂપે નિમિત્ત કારણ ઃ જે કૂવામાં સહજ રીતે શિરાનું જળ આવ્યા કરતું હોય તેવા કૂવામાં વર્તતા શિરાજળ જેવો ભાવ છે, તે ભાવ મોક્ષનું કારણ છે, અને શિરાના આશ્રયવાળા કૂવાને ખોદવા જેવી ક્રિયા છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે સ્થાનમાં તેવી શિરાઓ હોય કે જેમાંથી સતત પાણી આવે તેમ હોય, તેવા સ્થાને કૂવો ખોદવામાં આવે તો નક્કી પાણીની વૃદ્ધિ થયા કરે. તેની જેમ જે સાધક પ્રણિધાનાદિ આશયપૂર્વક અપ્રમાદભાવથી ક્રિયા કરે તો તે ક્રિયાથી ભાવની વૃદ્ધિ અવશ્ય થાય; કેમ કે શિરા જેવો પ્રણિધાનાદિ આશયરૂપ ભાવ છે અને કૂવો ખોદવાની ક્રિયા જેવી આ અનુષ્ઠાનની ક્રિયાઓ છે. તેથી જેમ કૂવો ખોદવાથી શિરામાં રહેલું પાણી વૃદ્ધિ પામે છે, તેમ પ્રણિધાનપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે પ્રણિધાનાદિકાળમાં થયેલો ભાવ અનુષ્ઠાનના સેવનકાળમાં વૃદ્ધિવાળો થાય છે. તેનાથી એ ફલિત થાય કે જળવૃદ્ધિમાં જેમ કૂવો ખોદવાની ક્રિયા કારણ છે, તેમ પ્રણિધાનાદિ આશયરૂપ ભાવની વૃદ્ધિમાં પ્રણિધાનપૂર્વક કરાતી ક્રિયા કારણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષ પ્રત્યે ભાવ ઉપાદાનકારણ છે, તોપણ ઉપાદાનકારણરૂપ ભાવની વૃદ્ધિમાં ક્રિયા અન્વયવ્યતિરેકવાળી છે અર્થાત્ જ્યાં જ્યાં પ્રણિધાનસહિત ક્રિયા ક૨વામાં આવે છે, ત્યાં ત્યાં અવશ્ય ભાવની વૃદ્ધિ થાય છે, અને જ્યાં જ્યાં ભાવની વૃદ્ધિ નથી ત્યાં ત્યાં પ્રણિધાનપૂર્વક ક્રિયા નથી. જેમ કોઈ જીવે પ્રણિધાન કર્યું કે “આ લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને હું સંયમના કંડકોની શક્તિનો સંચય કરું.’ આવા પ્રકારનો પ્રણિધાનરૂપ આશય પ્રગટ્યા પછી જો કોઇક કારણે તે જીવ તે લોકોત્તમ પુરુષની ભક્તિની ક્રિયા ન કરી શકે તો તે ભાવની વૃદ્ધિ થાય નહીં, અને તેવું પ્રણિધાન કર્યા પછી તે પ્રણિધાનને અનુરૂપ લોકોત્તમ પુરુષની ભક્તિમાં યત્ન કરે તો અવશ્ય પૂર્વના ભાવ કરતાં ક્રિયાકાળમાં ભાવનો અતિશય થાય છે. તેથી મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ એવા ભાવની વૃદ્ધિમાં ક્રિયા કારણ છે, એ અર્થ ફલિત થાય છે. II૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114