Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ ગ્રંથની ‘યોગલક્ષણદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Picce - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ ‘યોગલક્ષણદ્વાત્રિંશિકા' દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથનું ૧૦મું પ્રકરણ છે. પૂર્વની ‘કથાદ્વાત્રિંશિકા'માં કહ્યું કે ઉપદેશક ગુરુ યોગ્ય જીવોને માર્ગ બતાવવા માટે કથા કરે છે, અને તે ધર્મકથા સાંભળવાથી યોગ્ય શ્રોતાઓને કથાના ફળસ્વરૂપે યોગની પ્રાપ્તિ થાય છે. તે યોગનું લક્ષણ ‘યોગલક્ષણદ્વાત્રિંશિકા'ના પ્રારંભમાં જ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે ‘મોક્ષજ્ યોનનાવેવ યાચિત્ર નિહબ્બતે' । મોક્ષની સાથે યોજન કરનાર હોવાથી જ તે યોગ કહેવાય છે. પરમતારક પરમોપકારી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલ મોક્ષમાર્ગની સાધના એટલે યોગની સાધના. યોગના સ્વરૂપ અંગે અનેક મતો હોવા છતાં યોગની મોક્ષસાધકતામાં કોઈ જ વિવાદ નથી. સર્વ દર્શનકારોએ મોક્ષની પ્રાપ્તિ માટે અનન્ય ઉપાય સ્વરૂપે યોગનું વર્ણન કર્યું છે. આ દ્વાત્રિંશિકામાં યોગ, યોગનું લક્ષણ, પ્રણિધાનાદિ પાંચ આશયો, યોગનો સંભવ, યોગના પ્રકાર, યોગપ્રાપ્તિનો કાળ, યોગના અધિકારી-અનધિકારીનાં લક્ષણ, યોગનાં મુખ્ય ઘટકો, નિશ્ચય અને વ્યવહારથી યોગનું સ્વરૂપ, યોગનું ફળ વગેરે બાબતો મુખ્યતયા જણાવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 114