Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 40
________________ ૨૧ યોગલક્ષણદ્વાચિંશિકાશ્લોક-૮-૯ આશય એ છે કે યોગ્ય જીવોના ચિત્તને આવર્જન કરીને તેમને ધર્મ પમાડવા માટે મહાત્માઓ ક્વચિત્ તેમને આહારાદિનું દાન કરે, આવેલાને સન્માનથી બોલાવે, ઉચિત વાર્તાલાપ પણ તેમની સાથે કરે છે. આ બધા ઉપાયોના સેવનનો આશય માત્ર એ જ છે કે તે યોગ્ય જીવ મહાત્મા દ્વારા ધર્મ પામે એવું તેના ચિત્તનું આવર્જન થાય. આ દાન-સન્માનાદિની ક્રિયા રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ ક્રિયા નથી, તેથી તે ધર્મક્રિયા નથી, પરંતુ લોકના ચિત્તના આવર્જનની ક્રિયા છે, તેથી લોકપંક્તિ છે. આમ છતાં મહાત્માઓ કીર્તિ આદિની સ્પૃહાથી લોકપંક્તિનું સેવન કરતા નથી, પરંતુ યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિના શુભાશયથી કરે છે. તેથી તે લોકપંક્તિની ક્રિયા પણ કુશળ ફળવાળી છે અર્થાત્ યોગ્ય જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ કુશળ ફળ મળે છે, વળી મહાત્માઓને પણ કુશળ આશય હોવાથી નિર્જરારૂપ ફળ મળે છે. પરંતુ જે જીવો માત્ર લોકના ચિત્તના આવર્જનરૂપ લોકપંક્તિ માટે ધર્મ કરે છે અર્થાત્ ધર્મઅનુષ્ઠાનનું સેવન કરે છે, તે ધર્મઅનુષ્ઠાન શુભ માટે નથી; કેમ કે બાહ્ય રીતે ધર્મની આચરણા હોવા છતાં અંતરંગ રીતે સાંસારિક તુચ્છ કીર્તિ આદિની સ્પૃહામાત્રરૂપ પરિણતિ છે. તે પરિણતિથી કર્મબંધરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, માટે તે અનુષ્ઠાન શુભ માટે નથી. તે વાત દૃષ્ટાંતથી બતાવે છે – કોઈ જીવ ધનપ્રાપ્તિ માટે ક્લેશ પણ અર્થાત્ શ્રમ પણ સ્વીકારે છે, પરંતુ તેને ક્લેશ માટે ધન ક્યારેય ઇષ્ટ બનતું નથી. આશય એ છે કે ધનપ્રાપ્તિ માટે રાજસેવાદિ પ્રવૃત્તિ કરવારૂપ ક્લેશ લોકોને ઇષ્ટ હોય છે; પરંતુ “મને ક્લેશ પ્રાપ્ત થાઓ, તે માટે હું ધન કમાઉં' એવી ઇચ્છા કોઈ કરતું નથી. તેની જેમ કોઈ જીવ ધનસ્થાનીય ધર્મની પ્રાપ્તિ અર્થે ક્લેશસ્થાનીય લોકપંક્તિને ઇષ્ટ સ્વીકારે તે ઉચિત છે, જેમ યોગ્ય જીવને ધર્મપ્રાપ્તિ કરાવવા અર્થે મહાત્માઓ લોકપંક્તિને સ્વીકારે છે; પરંતુ ક્લેશસ્થાનીય લોકપતિ માટે-લોકના ચિત્તના આવર્જન માટે, તેમને ધર્મ ઇષ્ટ નથી. III અવતરણિકા : પૂર્વમાં કહ્યું કે કીર્તિ આદિની સ્પૃહાપૂર્વક લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારફળવાળી છે. હવે અનાભોગવાળાની લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114