Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ ૪૫ યોગલક્ષણદ્વાચિંશિકા/બ્લોક-૧૬-૧૭ ક ઉદ્ધરણમાં 'તું' શબ્દ ‘વાર' અર્થમાં છે અને તેનું યોજન ‘ન' સાથે છે. - ‘ફૂટતુર્ના” અહીં ‘’ થી ખોટા માપનું ગ્રહણ કરવું. “સંગ્રામ' અહીં ‘’ થી બોલાચાલી, મારામારીનું ગ્રહણ કરવું. તત્રવૃર્ચાર' અહીં 'મ' થી વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગઆશયનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પ્રણિધાનાદિ આશય વિનાની ધર્મક્રિયા સંસારની અન્ય ક્રિયા સદશ : કોઈ માણસ સંસારમાં લોભને વશ થઈને ખોટા તોલ આદિની ક્રિયા કરતો હોય અને ક્રોધને વશ થઈને સંગ્રામાદિ કરતો હોય તો તે ક્રિયા જેમ ધર્મક્રિયા નથી, તેમ પ્રણિધાનાદિ આશય વગર ધર્મઅનુષ્ઠાનરૂપ બાહ્યક્રિયાઓ કરવામાં આવે તે પણ ધર્મક્રિયા નથી, પરંતુ ધર્મક્રિયાકાળમાં કીર્તિ આદિની સ્પૃહારૂપ અંદરમાં માલિન્યનો સદ્ભાવ હોવાથી કે અનાભોગરૂપ માલિત્યનો સદુભાવ હોવાથી પ્રણિધાનાદિ આશય વગરની ક્રિયાઓ અનર્થ માટે છે. અર્થાત્ તે ક્રિયાઓ દ્વારા જે મોક્ષ કે નિર્જરારૂપ ફળ ઇચ્છાય છે તેના બદલે તેના પ્રતિપક્ષભૂત કર્મબંધની પ્રાપ્તિરૂપ વિપ્નોની પ્રાપ્તિ થાય છે. તેથી તે ક્રિયાઓના બળથી જ યોગમાર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે. જેમ સંસારી જીવો ખોટા તોલ આદિની ક્રિયાઓ કરીને સંસારવૃદ્ધિ કરે છે, જેના કારણે સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ પ્રણિધાનાદિ આશય વગર કરવાથી સંસારવૃદ્ધિ થાય છે. II૧૬ના અવતરણિકા : ગાથા-૨માં કહ્યું કે ચરમપુદ્ગલપરાવર્તમાં યોગનો સંભવ છે અને ગાથા૩માં કહ્યું કે અચરમાવર્તમાં સન્માર્ગનું અભિમુખપણું પણ નથી. તે કેમ તથી ? તેનો વિસ્તાર ગાથા-૧૬ સુધી કર્યો. હવે તેનું નિગમન કરતાં અર્થાત્ ફલિતાર્થ બતાવતાં કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114