Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 42
________________ ૨૩ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૯ अन्यापेक्षया मनाक् सुन्दरा, तत्त्वेन-तत्त्वतः पुन कापि प्रणिधानाद्यभावतो नैकापि, वरं, प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ।।९।। ટીકાર્ય : મનમોલાવત: ....... સેતુત્વાન્ || ધર્મની અહાનિ કરનારા એવા=ધર્મમાં યથાસ્થિત મહત્વનું જઅજ્ઞાન હોવાને કારણે, અને ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ હોવાને કારણે, મહાન એવા ધર્મમાં અલ્પપણાની અપ્રતિપત્તિ હોવાથી ધર્મની હાનિ નહીં કરનારા એવા, સંપૂર્ઝનજપ્રાયઃ અર્થાત્ સંમૂચ્છિમ જીવોના જેવા સ્વભાવથી વેયિક પ્રકૃતિવાળા અર્થાત્ કોઈકને ધર્મ કરતા જોઈને ધર્મ કરવાની પ્રકૃતિવાળા, એવા અનાભોગવાળાની, તે પણ લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ, શ્રેષ્ઠ છે અન્ય અપેક્ષાએ અર્થાત્ કીતિસ્પૃહાશિવાળાની અપેક્ષાએ કાંઈક સુંદર છે. તત્ત્વથી વળી એક પણ=પ્રણિધાતાદિનો અભાવ હોવાને કારણે એક પણ, સારી નથી; કેમ કે પ્રણિધાનાદિનું ક્રિયાશુદ્ધિનું હેતુપણું છે. IGN નોંધ :- અહીં ટીકામાં નવ વર' ના સ્થાને શ્લોકનો ‘નવાપ ગુમ' શબ્દ હોવો જોઈએ, એમ ભાસે છે. ‘ધર્મપિ ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે લોકપંક્તિ વગરની ધર્મક્રિયા તો સારી છે જ, પરંતુ અનાભોગવાળાની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ સારી છે. ભાવાર્થ: જે જીવો અનાભોગથી ધર્મઅનુષ્ઠાન કરે છે તે જીવોને ધર્મમાં યથાસ્થિત મહત્ત્વનું અજ્ઞાન છે, આથી તેઓ લોકપંક્તિથી ધર્મક્રિયા કરે છે; છતાં ભવની ઉત્કટ ઇચ્છાનો અભાવ છે, આથી તુચ્છ એવા કીર્તિ આદિ અર્થે ધર્મ કરતા નથી, તેથી તેઓ ધર્મની હાનિને કરનારા નથી. વળી, તેઓ ધર્મક્રિયા અનાભોગથી કરે છે, તેનું કારણ તેઓ અજ્ઞાનને કારણે તત્ત્વની વિચારણા કરવામાં સંમૂચ્છિમ જીવ જેવા છે. તેથી સર્વોત્તમ એવા પણ ધર્મના પરમાર્થને જાણવા માટે પ્રયત્ન કરતા નથી; આમ છતાં કોઈકને ધર્મ કરતા જોઈને સ્વભાવથી વનયિક પ્રકૃતિ= વિનયવાળી પ્રકૃતિ, હોવાના કારણે તેઓ ધર્મક્રિયા કરે છે. તેઓની આ ધર્મક્રિયા કીર્તિ આદિની સ્પૃહા અર્થે નહીં હોવા છતાં લોકસદશ ભાવસંપાદનરૂપ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114