________________
યોગલક્ષણ દ્વાચિંશિકા/સંકલના આત્મા” પોતાનું લક્ષ્ય છે, એમ બતાવ્યું; અને તે લક્ષ્યને પ્રગટ કરવા અર્થે ક્રિયાથી નિષ્પન્ન થતો અધ્યાત્માદિભાવરૂપ યોગ કારણ છે, અને ક્રિયા દ્વારા વૃદ્ધિને પામતો એવા તે અધ્યાત્માદિભાવ શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળા આત્માને અભિવ્યક્ત કરે છે, તે વાત શ્લોક-૨૯ થી ૩૧માં બતાવેલ છે.
વળી, સંસારઅવસ્થામાં વર્તતા જીવોને જીવસ્થાનકો, ગુણસ્થાનકો અને ચૌદ માર્ગણાઓ કર્મની ઉપાધિથી થાય છે, અને આત્મા ભેદનયથી શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો છે અને તે ક્યારેય પણ શુદ્ધજ્ઞાયકસ્વભાવનો ત્યાગ કરતો નથી, તે વાત યુક્તિથી શ્લોક-૩૨માં બતાવેલ છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં પણ કંઈ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ‘મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org