Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 24
________________ યોગલક્ષણદ્વાäિશિકા/શ્લોક-૨ ટીકા : मुख्यत्वं चेति-मुख्यत्वं च अन्तरङ्गत्वात् मोक्षं प्रत्युपादानत्वात्, फलाक्षेपात्= फलजननं प्रत्यविलम्बत्वाच्च, दर्शितं प्रवचने, यतः यस्माद्, चरमे पुद्गलावर्ते एतस्य योगस्य सम्भवः, इत्थं ह्यभव्यदूरभव्यक्रियाव्यवच्छेदः कृतो भवति, एकस्य मोक्षानुपादानत्वादन्यस्य च फलविलम्बादिति ध्येयम् ।।२।। ટીકાર્ય : મુક્યત્વે..... ધ્યેયમ્ II અને મોક્ષ પ્રત્યે અંતરંગપણું હોવાથી ઉપાદાનપણું હોવાથી, અને ફળનો આક્ષેપ હોવાથી ફળજનન પ્રત્યે અવિલંબ હોવાથી, મુખ્યપણું પ્રવચનમાં બતાવાયું છે, જે કારણથી ચરમપુદ્ગલપરાવર્તમાં આતો યોગનો, સંભવ છે. આ રીતે ચરમપુદ્ગલપરાવર્તમાં વર્તતું એવું ઉપાદાનકારણનું મુખ્યપણું કહ્યું એ રીતે, અભવ્ય અને દુર્ભવ્યની ક્રિયાનો વ્યવચ્છેદ કરાયેલો છે; કેમ કે એકનું અભવ્યનું, મોક્ષ પ્રત્યે અનુપાદાનપણું છે અને અન્યનું દુર્ભવ્યનું, ફળ પ્રત્યે વિલંબમણું છે, એ પ્રમાણે જાણવું. રાા ભાવાર્થ - યોગના લક્ષણમાં હેતુના મુખ્યપણાનું સ્વરૂપ : ચરમાવર્તભાવી જીવમાં વર્તતું સિદ્ધિગમનયોગ્યત્વ તે મોક્ષનો મુખ્ય હેતુ છે. તેનું મોક્ષનું મુખ્ય હેતુપણું કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મોક્ષરૂપી ફળ પ્રત્યે જીવમાં વર્તતું સિદ્ધિગમનયોગ્યત્વ તે ઉપાદાનકારણ છે; કેમ કે તે યોગ્યત્વ ફળસન્મુખ પરિણમન પામી અંતે મોક્ષરૂપ ફળરૂપે પરિણમન પામે છે. જેમ માટીમાં ઘટની યોગ્યતા હોય અને સમ્યક પ્રકારનો કુંભારનો પ્રયત્ન થાય તો તે માટીમાં વર્તતી યોગ્યતા ઘટરૂપે પરિણમન પામે છે, તેમ જીવમાં વર્તતું ભવ્યત્વ સમ્યક પ્રકારના પ્રયત્નથી મોક્ષરૂ૫ ફળરૂપે પરિણમન પામે છે. તેથી જીવમાં વર્તતું ભવ્યત્વ તે મોક્ષ પ્રત્યે ઉપાદાનકારણ છે, માટે તે અન્ય કારણ કરતાં મુખ્ય કારણ છે. વળી ચરમાવર્તવર્તી યોગ્યત્વ ફળજનન પ્રત્યે વિલંબ વિના કારણ બને છે, જ્યારે ગરમાવર્તની પૂર્વનું ભવ્યત્વ વિલંબથી કારણ બને છે. તેથી ચરમાવર્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114