Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 16
________________ યોગલક્ષણદ્વાચિંશિકા/સંકલના તેથી એ ફલિત થાય કે સંસારના ભાવોથી વિમુખ એવો ભાવ પ્રથમ પ્રગટે છે, અને સદનુષ્ઠાનરૂપ ઉચિત ક્રિયાઓ દ્વારા તે ભાવ સંસારથી વિમુખવિમુખતર થતો જાય છે અને આત્માના શુદ્ધ ભાવને અભિમુખ-અભિમુખતર થતો જાય છે, અને અંતે પૂર્ણ આત્મભાવમાં વિશ્રાંત થાય છે, તેમાં ક્રિયા નિમિત્તકારણરૂપ છે. વળી, ભાવપૂર્વકની ક્રિયા મોક્ષનું કારણ છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભાવપૂર્વકની ક્રિયા ભાવનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે; કેમ કે ક્રિયા સાક્ષાત્ કારણ નથી પરંતુ ભાવનિષ્પત્તિ દ્વારા મોક્ષનું કારણ છે. અને તેમ સ્વીકારવાથી ક્રિયાકાળમાં વર્તતો ભાવ મોક્ષફળમાં અન્યથાસિદ્ધ થાય છે. તે દોષનું નિવારણ કરવા ક્રિયામાં વર્તતા ભાવને ક્રિયાકાળમાં વર્તતા ભાવને, ગ્રંથકારશ્રીએ શક્તિવિશેષરૂપે ઉલ્લેખ કર્યો છે. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે મોક્ષને અનુકૂળ એવી ક્રિયા સમ્યજ્ઞાનથી નિયંત્રિત હોય તો તે ક્રિયા ભાવની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે; અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા શક્તિવિશેષવાળી છે, અને ક્રિયામાં રહેલી તે શક્તિ પ્રણિધાનાદિઆશય રૂપ છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે ક્રિયાકાળમાં વર્તતા પ્રણિધાનાદિ આશયવાળી ક્રિયા અધ્યાત્માદિ ભાવ દ્વારા મોક્ષનું કારણ છે. આ કથન વ્યવહારનયથી છે. વળી, જ્ઞાનનય ક્રિયાને અભિવ્યંજક માને છે. તે દૃષ્ટિથી ગ્રંથકાર કહે છે કે શક્તિવિશેષવાળી ક્રિયા-પ્રણિધાનાદિ આશયવાળી ક્રિયા, આત્મામાં રહેલા મોક્ષને અનુકૂળ એવા ભાવની અભિવ્યંજક છે, જનક નથી. તેથી જ્ઞાનનયથી એ પ્રાપ્ત થાય કે આત્મામાં મોક્ષને અનુકૂળ ભાવો પડ્યા છે છતાં સંસારી જીવમાં અભિવ્યક્ત નથી, અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત એવી ક્રિયા મોક્ષને અનુકૂળ એવા અધ્યાત્માદિભાવોને અભિવ્યક્ત કરે છે, અને તે અધ્યાત્માદિભાવો જ પ્રકર્ષને પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે; જેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને અંતે યોગનિરોધ અને ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી ગ્રંથકારશ્રીએ ભેદનયનો આશ્રય કરીને આત્માનો મોક્ષને અનુકૂળ એવો ભાવનો વ્યાપાર તે યોગ છે' એમ બતાવ્યું, અને શુદ્ધનયથી “ધર્મઅનુષ્ઠાનરૂપ ક્રિયાઓ અને મોક્ષને અનુકૂળ એવા ભાવોથી ભિન્ન એવો, શુદ્ધજ્ઞાયકસ્વભાવવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114