Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 8
________________ મંગળદીવામાં નાદરૂપે હાજર રહી શકું. સદ્ભાગ્યે કદાચ ફરીવાર મનુષ્ય બનાવે તો સંપ્રતિ મહારાજાના આત્મા જેવો બનાવજે જેમણે ૧૫ લાખ જિનપ્રતિમાઓ અને ૧૫ કરોડ જિનપ્રતિમાઓ પોતાના જીવનમાં ભરાવી અને કદાચ દેવ બનાવે તો પાર્શ્વનાથ ભગવાનનાં આત્મા જેવો બનાવજે જેમણે ૫૦૦ કલ્યાણકોમાં અગ્રેસર બનીને હાજરી આપેલી. ઘંટીની અંદર જે અનાજના દાણા વચ્ચેના લાકડાને પકડે છે તે બે પડ વચ્ચે પીલાતા નથી. તે લાકડું એટલે ભગવાન. ભગવાનને જે છોડે છે તે ચોર્યાસીના ચક્કરમાં પિસાઈ જાય છે. એટલે જ કહ્યું છે કે સંપત્તિ એ સંપત્તિ નથી. ભગવાનના નામનું સ્મરણ એજ સાચી સંપત્તિ છે. વિપત્તિ એ વિપત્તિ નથી, ભગવાનના નામનું વિસ્મરણ એજ સાચી વિપત્તિ છે. હેં! હોય નહીં? વાળ ખરવા-ટાલ વગેરેના પ્રયોગો : (ગતાંકથી ચાલુ) ૬. તલના ફૂલ, ગોખરું અને સીંધાલુણ ને કોપરેલ તેલમાં નાખીને તેનો લેપ કરવાથી ટાલ પર વાળ ઊગે છે. ૭. કાકડી છાલ સાથે ખાવાથી વાળમાં ચમક આવે છે. ૮. આમળાનો પાવડર, જેઠીમધનો પાવડર અને અરીઠાથી માથું ઘસવાથી કોઈપણ પ્રકારના ઈંડાયુક્ત શેમ્પુની જરુર નથી પડતી. ગરમ પાણીમાં આમળાનો ભુક્કો નાખી વાળ ધોતાં તે સુંવાળા અને મુલાયમ બને છે. ૯. ન્હાતી વખતે એક ખરબચડું કપડું લઈ ભીનું કરી શરીર પર રહેલા વાળના મૂળથી ઊલ્ટા ક્રમે (નીચેથી ઉપર) ઘસીને ન્હાવાથી તદ્દન અલ્પ પાણીથી અને છતાં ખૂબ ફાયદો થાય તેવું સ્નાન થાય છે. સ્નાનનો અર્થ વાળના મૂળમાં જામેલ મેલ, કચરો સાફ કરવાનું છે. તે ઉપરના પ્રયોગથી સહજ સિદ્ધ થાય છે. ચામડીના રોગીઓએ કે કોઈએ પણ કયારેય સાબુથી ન્હાવાની જરુર હોતી જ નથી. માત્ર પાણી અને કપડાંથી ઉપર પ્રમાણે સ્નાન કરતાં શરીરની તંદુરસ્તી સચવાઈ રહે છે. સાબુમાં એસીડ આવતો હોય છે. (કોસ્ટીક સોડા વગે૨ે તે પાણીને અડતા પાણીના અસંખ્ય જીવોનો હ્રાસ થાય છે તેથી માત્ર સાદા પાણીથી જ ન્હાવાનું રાખવું અથવા તો ગોમુત્ર - છાણ - મુલતાની માટીથી બનતા સાબુનો ઉપયોગ કરવો (ધામ ઉપર મળે છે.) જેથી વાળને પણ નુકસાન નહીં થાય. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી સ્વ. શાંતાબહેન બુટાલાલ શાહ આજનો સુવિચાર જો દુઃખો જોવા છે તો બીજાના જ જુઓ, જાતના કદાપિ નહિ. જો દોષો જોવા છે તો જાતના જ જુઓ, બીજાના કદાપિ નહિ. આથી સંસારનો તરત અંત આવશે. અન્યથા સંસાર અનંત જ રહેશે. વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80