Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 41
________________ ૐ ૐ નમઃ | શ્રેણી ક્રમાંક-૪] નમ્ જ્યતિ શાસનમ દુઃખમુકત (કર્મમુકત) થવાનો શ્રેષ્ઠ ઉપાય આ સૃષ્ટિ ઊપર દુઃખમુક્ત થવું કોને ન ગમે? પણ આ દુઃખનું મૂળ કારણ દોષ છે જે કર્મ બંધાવે છે. આ કર્મબંધનું કારણ આપણા જીવે અત્યાર સુધીમાં ૭ તત્વોની કરેલી વિરાધના- આશાતના છે. દુ:ખને રડવું તેના કરતા દોષને રડવું વધારે ઊચિત લાગે છે. તેથી દુ:ખ ખેંચી લાવનાર કર્મોના મૂળમાં જ લૂણો ચાંપવાનું કામ આ નીચેની ભાવના કરે છે. માત્ર બે મીનીટનું કામ સવાર, બપોર અને સાંજ ત્રણ વખત નીચેનું લખાણ ભાવથી વાંચી જવાનું છેવટે સવારે કે રાત્રે સુતી વખતે એકી સાથે ત્રણ વખત વાંચી જવાનું. આ ભાવનાના ચમત્કારિક પરિણામો તાત્કાલિક અનુભવવા મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્રિકાળ ભાવના : હે પરમાત્માનું!મારા જીવે નીચેના ૭ તત્વોની ખુબ વિરાધના-આશાતના કરી છે. તત્વત્રથી: (૧) સદેવ (૨) સદ્ગુરુ સદુધર્મ રત્નત્રયી સમ્યગુ દર્શન સમ્યગ જ્ઞાન સમ્યગુ ચારિત્ર્ય અને (૩) જીવરાશી. સુદેવ સુગુરુ સુધર્મનો મેં અપલાપુ કર્યો હશે. તેની નિંદા કરી હશે. હસી-મજાક કરી હશે. ગુર્વાશાને તહરી નહીં કરી હોય. ધર્મમાતાને છોડીને અધર્મને આચર્યો હશે. સમ્યક્ દર્શન ને બદલે મિથ્યાત્વને પોપ્યું હશે. અજ્ઞાન વશ મેં સમ્યગુ જ્ઞાન ની આરાધના ને બદલે ભયંકર વિરાધના કરી હશે. તોતડા- બોબડાને જોઈ ઠઠ્ઠામશ્કરી કરી હશે. સમ્યગુ ચારિત્રની પણ મારા આત્માએ ભયંકર આશાતના-વિરાધના કરી હશે. અને હાં આજ સુધી અનંતા ભવોમાં મેં જીવોનો કચ્ચરઘાણ બોલાવ્યો હશે. જીવો ને કાપ્યાં હશે, ભુંજી નાખ્યા હશે, સેકી નાખ્યા હશે, ફાડી ખાધા હશે, સળગાવ્યા હશે, એમને માનસિક ભયંકર પરિતાપ પહોંચાડ્યો હશે. આ બધા જ અમુકયો બદલ હે પરમાત્માનું ! આપની સાક્ષીએ અંતઃકરણપૂર્વક, જરાપણ માયા-કપટ રાખ્યા વગર, મન વચન કાયા ના યોગપૂર્વક ખમાવું છું. મિચ્છામી દુક્કડ ફરીને મિચ્છામી દુક્કડ ફરી ફરીને મિચ્છામી દુક્કડં. મને ક્ષમા આપો મારી ભયંકર ભૂલ થઈ ગઈ. હવે ભવિષ્યમાં ક્યારેય આવું નહીં કરું. મને માફ કરો. હું અંતરના ૫ અંતરથી મેં કરેલા રાગ-દ્વેષ બદલ ખામેમિ, ખામેમિ, ખામેમિ ના પોકારો કરું છું અને હે પ્રભુ તને વંદામિ, વંદામિ, વંદામિ કહી વિરમું છું. મિચ્છામી, ખામેમિ, વંદામિના ત્રિવેણીય યોગ વડે મને ત્રણરત્નોની પ્રાપ્તિ થાઓ. ત્રણ તત્વોના અનુગ્રહની મને પ્રાપ્તિ થાઓ. મંગળ પ્રાર્થના ચત્તારિ મંગલમ્, અરિહંતા મંગલમ્, સિદ્ધા મંગલમ્, સાહુ મંગલમુ, કેવલીપન્નતો ધમ્મો મંગલમ્...૧. ચત્તારિ લોગુત્તમાં, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લાગુત્તમા કેવલીપત્રો ધમ્મો લાગુત્તમો...૨. ચત્તારિ

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80