Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 44
________________ કરીને લડવું પડશે. સહુએ નાના-મોટા સઘળા કાર્યક્રમોને ગૌણ કરી શાસનરૂપી તીર્થની રક્ષા માટે ખભેખભા મિલાવી ઝઝૂમવું પડશે. આ પણ લોકોત્તર ધર્મ જ છે. આ કાર્યમાં જોડાનાર, સહાયક કે અનુમોદક વિશિષ્ટ કક્ષાના પુણ્યાનુબંધી પુણ્યનો માલિક બને છે એ નિઃશંક છે. ૧ લાખ આરાધક કરતાં ૧ પ્રભાવક ચડે છે અને ૧ લાખ પ્રભાવક કરતાં ૧ ૨ક્ષક ચડી જાય છે. રક્ષા પણ ઉત્તરોત્તર ચડિયાતી છે. ૧ સાધ્વીજી ભગવંતના સંયમની રક્ષા કરતાં ૧ જિનમંદિરની રક્ષા ચડિયાતી છે, તેના કરતાં શંત્રુજય તીર્થની રક્ષા ચડે છે અને તેના કરતાં પણ જેની અંદર આવા અનેક સ્થાવર / જંગમ તીર્થો સમાય છે તે ‘શાસન'ની રક્ષા ઉત્તરોત્તર ચડિયાતી છે. ‘વ્યાવસાયિક લડત' માટે એક તંત્ર તો ઊભું કરવું જ રહ્યું. તીર્થંકરોની આજ્ઞા રૂપી દોરીનું અનુસંધાન કરી ખોવાયેલા અને વેરાયેલા મણકાઓને પરોવી દેવાનું બીડું કોઈકે તો ઝડપવું જ પડશે. યુનોની ઓફિસ દિલ્હીમાં છે જે સમગ્ર ભારતમાં થતી ગતિવિધિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે, પણ જૈનોની એક ઓફિસ દિલ્હીમાં નથી. ખરેખર તો આખા વિશ્વના કલ્યાણની જવાબદારી જેને શીરે છે એ જૈન સંઘની ઓફિસ યુનોમાં હોવી જોઈએ, જેથી પ્રતિઆક્રમણોની વ્યૂહરચના આક્રમણોને ઉગતા જ ખાળી શકે અને આ શકય છે. સંસ્કૃતમાં એક સરસ શ્લોક છેઃ અમન્ત્ર અક્ષરે નાસ્તિ, નાસ્તિ મૂર્ત અૌષાં અયોગ્યઃ પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભઃ એટલે કે એવો કોઈ અક્ષર નથી જેમાંથી મંત્ર ન બને, એવું કોઈ મૂળ નથી જેમાંથી ઔષધ ન બને, એવો કોઈ પુરુષ નથી જેમાંથી ગુણ ન મળે. જરૂર છે માત્ર ‘આયોજક’ની, આયોજકની દુર્લભતાથી જ આ કાર્યો અટકે છે. જૈનો માત્ર શ્રીમંત નથી ધીમંત પણ છે. એક નાનકડી ઓફિસ ચલાવવા, ૫૦ લાખનું વેચાણ કરતી અને ૫ લાખનો નફો કરાવતી ઓફિસનું સંચાલન ક૨વાનો ગુણ એને લોહીમાંથી મળ્યો છે. એ જાણે છે કે આ એક ઓફિસ ચલાવવા પોતે હાથમાં સોટી લઈને મેનેજરની જગ્યાએ બેસે અને નવ નેજે પાણી ઉતરે ત્યારે આ કંપની નફો રળી શકે છે. તો જે શાસનમાં ૧૦ થી ૧૨ હજાર પૂજનીય સાધુસાધ્વીજી ભગવંત સ્વરૂપ જંગમ તીર્થની સંપત્તિ હોય, સ્થાવર તીર્થ સ્વરૂપ અઢળક તીર્થો, ઉપાશ્રયો, જ્ઞાન ભંડારો, દેવદ્રવ્યાદિની સંપત્તિ હોય એ શાસન ધણીધોરી વગરનું તો ન જ હોઈ શકે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જૈનો અંતર્ગત વહીવટ શાંતિથી કરતાં ત્યારે સમગ્ર વિશ્વમાં સુરાજ સ્થપાયેલું હતું અને જ્યારે જૈનોમાં એકતા તૂટી છે ત્યારે સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાયેલી હોય છે . તો હવે સમગ્ર વિશ્વના કલ્યાણની, જીવમાત્રના આત્મસ્વરૂપને ઢંઢોળવાની જવાબદારી જેના શિરે છે તે વિશ્વ કલ્યાણકર જિનશાસનના શ્રમણ મોવડીઓને નમ્ર વિજ્ઞપ્તિ છે કે આ બાબત લક્ષ આપી ઘટતું કરે, નહીં તો પછી બહુ મોડું થઈ જશે. વિશ્વમાત્રના પ્રાણીઓ દયામણી નજરે પોતાના બચવાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર આહારમાં પ્રાણીજ પ્રદાર્થોને ઘૂસાડીને આપણા (જીવન) વિહારનો નકશો બદલાવી નાખવામાં આવ્યો છે. જ્યારે અઢારે આલમ અશાંતિ, અરાજકતા, શોષણ અને હિંસાના ચક્કરમાં પિલાઈ રહી છે. વિશ્વની પ્રજાના પ્રાણસમ મોક્ષપુરુષાર્થ દેનાર સંસ્કૃતિના શ્વાસ રૂંધવામાં આવી રહ્યા હોય ત્યારે બધાએ બધું ભૂલી જઈને એક થવાનો સમય પાકી ગયો છે. સુજ્ઞેયુ કિં બહુના? સુજ્ઞને વળી વધુ શું કહેવાનું હોય? સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી સ્મીત અતુલભાઈ ઝોટા એક વાર તો સદ્ગુરુ પાસે તમારા મનના સઘળાં પાપોની પૂર્ણ શુદ્ધિ સાથે આજનો સુવિચાર પ્રાયશ્ચિત કરી જ લેજો પછી... → નવું પ્રભાતઃ એક જરી જ તે ખીચું જીવન વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સ૨કા૨ સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80