Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 73
________________ ૐ ૐ નમઃ || શ્રેણી ક્રમાંક-૬૦ જેલમ્ ક્ષતિ શાસનમ અમારિ’ની શહૃઆત અમારે ઘરેથી જ (ભાગ – ૪) પાણી તો ઘીની જેમ વાપરવું જોઈએ બેટા, એવા દાદીમાના શીખના મીઠા-મધુરા શબ્દો આપણને ગળથુથીમાં મળતા તે આજના જમાનામાં કેટલા બધા સાચા ઠરી રહ્યા છે. અમારા એક મિત્ર ગુજરાતના કોઈ ગામડામાં ધમધોખતા બપોરે ઊતરીને પાનવાળાને દુકાને જઈ ૧ ગ્લાસ પાણી માંગ્યું, એણે જે જવાબ આપ્યો છે તે હૃદય વિંધી નાખે તેવો છે. તેણે કહ્યું, સાહેબ! ચાર દિવસથી હું ન્હાયો નથી ઘરનાને પીવા જેટલું પાણી પણ ભેગું નથી કરી શકયો. જોઈએ તો પેપ્સી તૈયાર છે. આપ લઈ જાઓ અને આ દેશની પરિસ્થિતિ કેવી વિષમ છે પાણી નથી પેપ્સી તૈયાર છે. ગામડાઓમાં દૂધના ટીપાં માટે વલખાઓ મરાય છે અને શહેરોમાં લોઅર મિડિયમ કલાસના લોકો પણ ૧૫ રૂા.ની ૧ લીટર બિસ્લરીની ઠંડી બોટલ લેતા અચકાતા નથી? આ કેવું ગાંડપણ. મારા ભાઈ આટલા પૈસામાંથી ૧ લીટર ગાયનું દૂધ આવી શકે. છતાં! આજે એક ફેશન થઈ પડી છે. મીનરલ વોટરનું ૬૫% થી ૮૫% પાણી રોગ કરનારું છે એવા અનેક અખબારી અહેવાલો છતાં બસ પાણી માટે લોકો પાણીની જેમ પૈસા વેરે છે. આપણા ઘરોમાં પણ આપણે અળગણ કાચા પાણીનો અક્ષમ્ય વેડફાટ કરીએ છીએ. અગાઉ જણાવ્યા મુજબ અળગણ પાણીમાં હાલતાં ચાલતાં સંખ્યાતા જીવો અપકાયના અસંખ્ય જીવો અને પાણીમાં જે સૂક્ષ્મ લીલફૂલ થાય તેમાં અનંતા જીવો. આ બધા જીવોને આપણે થોડીક મહેનત કરીએ તો અભયદાન આપી શકીએ તેમ છીએ. સહુ પ્રથમ તો આપણા ઘરોમાં કાપડ કોથળીના ગળણા ને બદલે પ્લાસ્ટિકના ઝીણાઝીણા કાણા દેખાતી કોથળીઓ આવી ગઈ છે તેને તરંત તિલાંજલી આપી દેવી જોઈએ. કારણ પાણીના એક બિંદુમાં એટલા બધા જીવો છે કે જો એ માત્ર સરસવના દાણા જેટલા મોટા થઈ જાય તો ૩૨૦૦ લાખ માઈલ પહોળા જંબુદ્વીપમાં સમાય નહીં. સ્વીમીંગ પુલમાં પાણીમાં બેઠા બેઠા વોટર કોન્ઝર્વેશન અંગેના વકતવ્યો આપવા સહેલા છે. પરંતુ આપણા પોતાના જીવનમાં પાણીના વપરાશ અંગેનું પ્લાનીંગ વ્યવસ્થિત કરવામાં આવે તો ખરેખર અનેક દુષ્કાળોને મારી હઠાવવાનું કામ આપણે સહજતાથી- સરળતાથી કરી શકીએ તેમ છીએ. રોજનું ૪૫૦ અબજ ગેલન (૧ ગેલન = ૪.૫ લીટર) પાણી વેડફતા અમેરિકનો થોડુંક પાણી ઓછું વાપરે તો પણ ૨૫ કરોડ ગેલન પાણી બચાવી શકે છે. તાંબા-પિત્તળના ૧ લોટા પાણીથી લીંબડા-બાવળના દાતણ માત્રથી દાડમની કળી જેવા અને જીવનભર પડાવવા ન પડે એવા દાંત રાખતા આપણા વડવાઓના સામે આજે ટૂથપેસ્ટનો રગડો ઘસતાં ઘસતાં બ્રશ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેલા નળમાંથી ૨૦-૨૫ લીટર પાણી વપરાઈ જતું હશે. આ ટીનેજર્સને રોકવાનું કહેતા પહેલા પિતાશ્રીએ પણ શેવીંગ કરતી વખતે ચાલુ રહેતા નળને બંધ કરવાની ટેવ પાડવી પડશે. ઘરનાને આવી રીતે પાણીનો વેડફાટ કરતાં જોઈને ઘરનો રામો પણ કપડાં ધોતી વખતે કે વાસણ માંજતી વખતે નળ ખુલ્લો જ રાખે છે. આટલું પાણી ૧ ઘરમાં પણ બચે તો ૧ મિનિટે ૧૩ થી ૨૨ લીટર પાણીના થતા વેડફાટને હિસાબે લગભગ પ્રત્યેક ઘર પ્રતિવર્ષ ૧ લાખ લીટર પાણી બચાવી શકે તેમ છે. ૧૧ કરોડ કુટુંબો જો શહેરોમાં વસતા હોય તેને ૧ લાખ લીટરથી ગુણીએ તો કેટલું પાણી બચી શકે એની કલ્પના કરવી બહુ મુશ્કેલ નથી. ગામડાઓમાં હજુ પણ ઘરે આવતા હજામો ૧ વાટકી પાણીમાં ઘરઆખાની દાઢી-બાલ કરી આપતા તેઓ પછાત ગણાય. ગામડામાં વસનારા કુટુંબના થોડાક વાસણો ઘરનાં આંગણામાં પડેલી ધૂળ કે ચૂલામાં પડેલી રાખથી કે બચેલી છાણાની રાખથી ઘસીને ઊજળાં કરી તે જ રાખથી ચોખ્ખાં કરી દઈ પાણીનું ટીપું નહીં વાપરનારી આપણી ગામડાની કન્યા અવિકસીત કહેવાય અને અમે બે અને અમારા બે માટે ૨૫-૫૦ ડોલ પાણી વેડફતી શહેરની કન્યાઓ મોડર્ન ગણાય. વિશ્વબેંકે જાહેર કર્યું છે હવેનું વિશ્વયુદ્ધ પૈસા માટે કે જમીન માટે નહીં પણ પાણી માટે ભવિષ્યમાં થશે. આખી દુનિયાએ એકવીસમી સદીમાં વાર્યા નહીં તો હાર્યા એ ન્યાયે પાછું ફરવું પડશે.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80