Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 71
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૫૯ જમ જ્યતિ શાસનમ અમારી શaઆત અમારે ઘરેથી જ (ભાગ - ૩) એક આચાર્ય ભગવંત રસ્તામાં ચાલતાં ચાલતાં મૂર્ષિત થઈને ઢળી પડયાં. એક શિષ્યને વનસ્પતિશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. બાજુમાં જ રહેલા એક ઝાડના પાંદડાને તોડી તેમાંથી દવા બનાવી તુરંત આચાર્ય ભગવંતને ભાનમાં આપ્યા. આચાર્ય ભગવંતે પૂછયું આપે સહુએ મને સાજો કેવી રીતે કર્યો? ત્યારે ખબર પડી અને કહયું કે વનસ્પતિના એક પાંદડાની તમે હિંસા કરીને મારા પર ઔષધિ પ્રયોગ કર્યો? અહાહાહા... મારા નિમિત્તે આવી હિંસા આજથી જીવનભર માટે સંપૂર્ણ લીલા શાકભાજી, ફૂટ આદિનો ત્યાગ. શિષ્યો અચરજ પામી ગયા. આવું આચારચુસ્ત આપણું જીવન હતું. શાક કાપવું છે એમ ન બોલાય, શાક સમારવું છે એમ બોલાય. અમારી બહેનો ભીંડા સમારતી વખતે બે ભીંડાને અભયદાન આપે અને જીવદયાના સંસ્કારોને જીવંત રાખે છે. અલક-મલકની વાતો કરતાં બપોરે અનાજ સાફ કરી પછી દળે અથવા દળાવે. બહારના તૈયાર લોટમાં આવી જયણા કયાં રહેવાની છે? હવે તો દિલ્હીની હોસ્ટેલમાં ગુજરાતી યુવાનો ઉપર પ્રયોગ થયો કે લોટમાં ૨૨.૫% માછલીનો લોટ ઉમેરવા છતાં તેના સુગંધ અને સ્વાદમાં કંઈ ફેરફાર ખ્યાલ નથી આવતો. ભવિષ્યમાં તૈયાર લોટની જે પ્રમાણે માર્કેટ ઈકોનોમી ઘડવામાં આવી રહી છે. તેના પરથી એમ લાગે છે કે તૈયાર લોટ વાપરતા ઘરઘરમાં માછલીના લોટો અણજાણપણ ખવાતા થઈ જશે. ગુજરાતમાં કહેવાતી સંસ્કૃતિપ્રિય સરકારે નવા નવા ફતવાઓ બહાર પાડીને સમગ્ર ગુજરાતના ખેડૂતોને તલાવડી બનાવવા લલચાવ્યા છે અને મોટી સબસીડીઓ અને મત્સ્ય બીજની સવલતો ઊભી કરી ઠેર-ઠેર માછલીઓને મારવાના આયોજનો ઊભા કરી આપ્યા છે. - ઉમરગામ-દહાણુ પટ્ટામાં તો શીમ્પ અને ઝીંગા માછલીઓ માટે મોકળું મેદાન ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. આ સંહાર કયાં જઈને અટકશે? વેરાવળ કે પ્રભાસપાટણ કેવું ગંધાઈ ઊઠયું છે? તેમ ગાંધીનું આખું ગુજરાત હવે ગંધાઈ ઊઠશે. આમાં કોઈ આરોવારો પણ નથી કારણ યુનો-યુનેસ્કો અને ફાઓ જેવી સંસ્થાઓએ ઘડેલી માર્ગદર્શિકા પ્રમાણે જ આપણા કૃષિવિભાગનું આયોજન કરવું પડે છે. માછલા કે સસલાની ખેતી કઈ રીતે થઈ શકે? કતલખાનાઓને ઉદ્યોગોનો દરજ્જો કંઈ રીતે આપી શકાય? Killing can never be treated as business. અને ષડયંત્ર એ છે કે સીધા નામે એને પૈસા ફાળવવામાં આવે તો પ્રજામાં ઊહાપોહ થાય એટલે ખેતીના નામે, ઉદ્યોગના નામે વંશપરંપરાગત ખેતીના ખાતાના પૈસા ખલાસ કરવા આવા શબ્દછળ કરવામાં આવે છે. શરૂ શરૂમાં ચા નહોતી ચાલતી ત્યારે બાળકોને સ્કૂલમાં “બા ચા પા'ના પાઠો ભણાવવામાં આવતા. હવે ‘બા બિયર પા’ના પાઠ આવે તો નવાઈ નહીં લાગે. શેકસપિયરે ભલે કહ્યું હોય કે Waht is there in the name? પણ એક શબ્દછળ દ્વારા સમગ્ર રાષ્ટ્રનો નાશ થઈ શકે છે. હિન્દુ પ્રજાને હિન્દુ ધર્મ તરીકે વર્ણવો એટલે એક નાનકડા શબ્દછળ દ્વારા સમગ્ર ૮૫ કરોડની હિન્દુ પ્રજાનો એકડો નીકળી જાય છે. હિમાલયથી સિંધુની વચ્ચે વસનાર બધા હિન્દુ છે અથવા તો હેંડ ધાતુ પરથી હિંદુ શબ્દ આવ્યો છે એટલે કે એક ભવમાંથી બીજા ભવમાં આત્મા જાય છે, હેંડે છે તેવી માન્યતા ધરાવનાર બધા હિન્દુ છે. હિન્દુ એ ધર્મ નથી, હિન્દુ એ પ્રજા છે. તેમાં વૈદિક, જૈન વગેરે અનેક ધર્મો પાળનારી હિન્દુ પ્રજા છે. એટલે પ્રજાથી આપણે હિન્દુ અને ધર્મથી આપણે જૈન ધર્મ પાળનારી કોમ. ફરી પાછા મૂળ વિષય ઉપર આવીએ કે ઘર ઘરમાં અને ઘટ ઘટમાં શાંતિ જોઈતી હશે તો જીવોને અભયદાન આપવું જ પડશે. જેની તબિયત સારી ન રહેતી હોય તેણે સમજી લેવાનું કે આગલા ભવમાં કદાચ ખૂબ જીવહિંસા કરી હશે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80