Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 74
________________ આપણે મુંબઈમાં વસતું ચાર માણસનું કુટુંબ રોજ માત્ર પાંચ મિનિટનો શાવર-બાથ લે તો પણ મુંબઈ મ્યુ. કોર્પોરેશને દર અઠવાડિયે ૩ થી૪ હજાર લીટર પાણીનું આપણા નામનું નાહીં નાખવું પડે. આટલું પાણી ઝૂંપડપટ્ટીના એક માણસને ત્રણ વર્ષ સુધી પીવા માટે ચાલી શકે. પહેલાં ઘરમાં ખાતા અને બહાર સંડાસ જતા આજે બહાર ખાઈને ઘરમાં સંડાસ જતાં આપણને એ ખબર પણ નથી કે દેશમાં ૧ કળશો લઈ ગામડા બહારની ખુલ્લી વિશાળ જમીનમાં જંગલે જવાની ટેવથી કસરત, શુદ્ધ હવા આપમેળે આવી જતી. આ તંદુરસ્ત ટેવને કારણે આ દેશની જમીનની ફળદ્રુપતામાં પણ માનવ મળમૂત્રથી જંગી વધારો થતો હતો એના બદલે પાતાળકુવાવાળા સંડાસો દાખલ કરી ભૂગર્ભ જળાશયોને પણ પ્રદૂષિત કરનાર પ્રગતિના વખાણ કરતાં આપણે થાકતા નથી. એમ અમેરિકનો એકવાર ટોયલેટ ફલશ કરે ત્યારે ૫ થી ૭ લીટર પાણી વાપરતા (વેડફતા) હોય છે. અહીં પણ સામાન્યરીતે ૧ ઘરમાં દશવાર ટોઈલેટ ફલશ થાય તો રોજના ૬૦ ગેલનને હિસાબે મહિને ૧૮૦૦ ગેલન અને વર્ષે ૨૧૬૦૦ ગેલન પાણી તો એક જ કુટુંબ ઢોળી નાખે છે. માત્ર ૧ કરોડ લોકો પણ આ ટેવ ગ્રામ્ય જીવનશૈલી છોડી શહેરી જીવન અપનાવે એટલે ૨૧૬ અબજ ગેલન પાણી આમ જ વેડફાઈ જાય. અમેરિકાના એક સર્વેક્ષણ અનુસરા ઘરવપરાશના પાણીના ૩૨% શાવર બાથ પાછળ, ૪૦% પાણી ટોઈલેટ ફલશ કરવા પાછળ અને ૧૪% પાણી વોશીંગ મશીન પાછળ વેડફી નાખે છે. બપોરે બાર વાગે જે રોટલીભાત આપણને ખાવા જોઈએ તે સવારે ૬.૦૦ વાગે પલાળતી આપણી માતાઓ આપણને જૂનવાણી લાગે છે. પણ ૧૨ વાગે પાણીમાં રહેલા હાયડલ પાવરને કારણે આ ચોખા-આટો એટલા પલળી ગયા હોય છે કે બપોરે અડધું બળતણ પણ તેને વાપરવું પડતું હોતું નથી. આજે તો રસોઈનો સમય થાય ત્યારે કમને ઊભા થઈ પ્રેસરકૂકરમાં રસોઈ કરતાં અને નારી સ્વાતંત્ર અને નારી સમાનતા વિષે વકતવ્ય આપવાની તૈયારી કરતી આધુનિક નારીનું જીવન વૈજ્ઞાનિક ગણાવું કે આપણા પૂર્વજોએ બોલ આવા અદૂભુત વારસાને ને તે સુજ્ઞ વાચકો જ વિચારે. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય એ ન્યાયે આ દેશની ૮૫ કરોડ પ્રજા આવા વંશપરંપરાગત આયોજનો ગોઠવે તો કેટલું સુંદર પરિણામ આવે એ કલ્પવું અઘરું નથી. મૂળ વિષય ઉપર પાછા ફરીએ તો પાણીની કોથળીઓ બાંધવા ટેવાઈ ગયેલા આપણે ભૂલી ગયા છીએ કે એ કોથળી સુકાઈ જાય (એનો સંખારો ન કાઢીએ) એટલે એમાં બચેલા બધા જીવો ખલાસ થઈ જાય. પરિણામો ખરાબ ન થાય તેમ જ “નહીં મામા કરતાં કાણો મામો સારો' એ ન્યાયે અત્યારે જાડા કપડાની કોથળીઓ કાઢી નાખવી હિતાવહ નથી પણ પ્રત્યેક ઘરમાં ૧ નાનો ઢોલ રાખીને ચાની ગળણી જેવું પાણીનું ૧ કપડાનું ગળણું ડોલ ઉપર મૂકી પાણીનો વપરાશ કરીએ તો તેમાં રહેલા સંખારાને આપણે ડોલમાં સ્ટોર કરેલા પાણીમાં કાઢી શકીએ. ગામમાં બે-ચાર કુવા હોય તો જે કુવાનું પાણી પનિહારી લઈ આવી હોય એજ કુવામાં એનો સંખારો એની સહિયરને નાખવા આપતી એ વાત હમણાં સાંભળીએ છીએ ત્યારે રૂવાડા ઊંચા થઈ જાય છે. – – – – – સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી જીગ્નેશ કિરીટભાઈ દોશી ૦ અગણિત અશુભ નિમિતોથી બાળકને દૂર રાખવું એ તપોવનની પચાસ આજનો સુવિચારો ટકા સફળતા છે. હું તેને ધર્મપતિ ધર્મક્રિયાઓ દ્વારા સુસંસ્કારોથી વાસિત કરવું એ તેની બાકીના પચાસ ટકાની સફળતા છે, વર્ધમાલ સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન). બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેનાન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ ૧ી ફિE EL ES

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80