Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 79
________________ ૐ ૐ નમઃ | શ્રેણી ક્રમાંક-૬૩| જનમ્ જ્યતિ શાસનમ સિદ્ધભગવંતના સાધર્મિક બનવા સાર્ધાર્મિક ભંકિત શ્રી સંભવનાથ ભગવાન અરિહંત થઈને સિદ્ધ થયા એટલે કે સિદ્ધભગવંતના સાધર્મિક થયા તેની પાછળ મૂળ કોઈ કારણ હોય તો તે તીર્થંકર નામકર્મના મૂળમાં સાધર્મિક ભક્તિ છે. અગાઉ આપણે એક શ્લોકમાં જોઈ ગયેલા કે સમગ્ર જિનાગમના સાર છે અહિંસા, ધ્યાનયોગ, રાગદ્વેષનો વિનિગ્રહ અને સાધર્મિક પ્રત્યેના અનુરાગ. સાધર્મિક ભક્તિનો પણ સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. સાધર્મિક ભક્તિની મહત્તા તો આપણને ત્યારે જ સમજાઈ જાય છે જયારે પર્યુષણના પાંચ કર્તવ્યમાં તેમ જ શ્રાવકને કરવાના વાર્ષિક ૧૧ કર્તવ્યમાં પણ સાધર્મિક ભક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હોય. - જેમ એક પતિ સાથે સંબંધ બંધાય એટલે પતિના ઘરના અન્ય સભ્યો સાથે આપમેળે સંબંધ બંધાઈ જાય છે. તેમ એકવાર આપણો સંબંધ અરિહંત સાથે થાય એટલે અરિહંતના જે વ્હાલા હોય તે બધા આપણને આપમેળે વ્હાલા થઈ જાય છે. - પૂજયપાદ શ્રી લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા પર્યુષણના પ્રથમ ત્રણ દિવસની અણજિકા નામની પ્રતમાં જણાવે છે કે, “ત્રાજવાના એક પલ્લામાં તમે કરેલા બધા ધર્મો મૂકો એટલે કે માસક્ષમણ, કર્યા હોય, અઠ્ઠાઈ, ઉપધાન, ઊજમણા કર્યા હોય, સામાયિક, પ્રતિક્રમણ કર્યા હોય, દીક્ષાઓ આપી હોય, પ્રતિષ્ઠા કરાવી હોય વગેરે બધા કર્મો એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં ફકત એક જ સાધર્મિકની એક જ વખતની ભક્તિ મૂકો. સાધર્મિક ભક્તિનું પલ્લું સરખું થઈ જશે. બધા કર્મોના પાલનથી ઊપાર્જન થતા પુણ્યથી અધિક પુણ્ય સાધર્મિક ભક્તિથી ઊપાર્જિત થાય છે. સાધર્મિકની ભક્તિ કરવાની છે. સાધર્મિક “વાત્સલ્ય” એટલે સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય, ભક્તિ. તેને જોઈએ અને અંદર પ્રેમનો ઊછાળો આવે. માતાને દીકરા પર થતાં વાત્સલ્યમાં સ્નેહરાગ મિશ્રિત થાય છે. સાધર્મિક ભક્તિમાં ધર્મરાગ મિશ્રિત થાય છે. સાધર્મિક એ બિચારો નથી એ દુઃખી છે, ગરીબ છે માટે આપો એવો ભાવ નહીં થવો જોઈએ. અત્યંત બહુમાનપૂર્વક એની ભક્તિ કરવાની છે. દીન-દુ:ખીની અનુકંપા કરવાની છે. અર્જનોનું ઔચિત્ય જાળવવાનું છે પણ સાધર્મિકની તો ભક્તિ જ કરવાની છે. તેનાથી અઢળક પુણ્યાનુબંધી પુણ્યનું ઊપાર્જન થાય છે. સાધર્મિકને જોતા હૈયું પુલકિત થાય. સાચા ધર્મી માણસને સાધર્મિકની ભક્તિ કરવાના ભારે કોડ જાગે, અત્યંત ઉત્કંઠા થાય. આપણે જૈનોએ એકબીજા સાધર્મિકોને પ્રણામ કરવા જોઈએ. અજેનોને જય જિનેન્દ્ર કરવા જોઈએ. મુંબઈના પરામાં રહેતા એક ભાઈ રોજ તેમના જિનાલયે ઊભા રહે. કોઈક સાધર્મિકની શોધમાં. તેને બહુમાનપૂર્વક ઘરે લઈ જઈ જમાડે. દૂધથી પગ ધોઈ ચાંદલો કરી ઊચિત સન્માન કરે અને પછી જ પોતે જમે. જો સાધર્મિકની ભક્તિ ન થાય તો તે દિવસે આહારનો ત્યાગ કરે સાધર્મિકની ભક્તિ એટલે સંઘના સભ્યની ભક્તિ. આજે બૂમરાણ મચી છે સાધર્મિક માટે કાંઈક કરો, કાંઈક કરો. પરંતુ સાચો ભાવ નથી થતો કારણ સાચો ધર્મ સ્નેહ જાગ્યો નથી. કારણ ગુણ ગમે તો ગુણી ગમે, પૈસો ગમે તો પૈસાદાર ગમે તેમ ધર્મ ગમે તો ધર્મીજન ગમે. ધર્મ સાથેનો માનસિક સંબંધ અપાર અહોભાવપૂર્વક જોડાઈ જાય તો સાધર્મિકનો વિકરાળ લાગતો પ્રશ્ન વામન જેવો થઈ જાય. રાજયમાં રાજાઓ બે વાત કરતા “દુરસ્ય દંડસુજનસ્ય સેવા’ અપરાધીને દંડ કરવાનો તેથી

Loading...

Page Navigation
1 ... 77 78 79 80