Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 78
________________ અતિશય સંકડાશ ભોગવતી મરઘીઓના મગજ સતત તાણ અનુભવતા રહે છે. પરિણામે મરઘીઓ એકબીજા ઉપર ઝનૂની હુમલા કરવા લાગે છે. બીજી મરઘીને લોહીલુહાણ કરી નાંખવા લડાઈ થતી રહે છે. ઘણી વખત કોઈ રોગને કારણે મરઘીઓ મગજનું સંતુલન ગુમાવી બેસે છે અને પોતાની જાતને ઈજા કરવા ઉપર ઊતરી આવે છે. મોટેભાગે મરઘી ઉછેરતાં ખેડૂતો મરઘીઓની ચાંચ કાપી નાંખે છે. જેથી અંદરોઅંદરની લડાઈમાં કોઈ મરઘી મરી જાય નહિ અને પોતાને નુકસાન ન થાય. - હવે માછલી પાલનની રીતરસમ જાણો. મત્સ્ય ઉછેર માટેના ફાર્મમાં તૈયાર કરેલા તળાવમાં મત્સ્ય બીજ ભરેલા પિંજરા ઉતારવામાં આવે છે. ઉછરતી માછલીઓને ખોરાક માટે એન્ટીબાયોટીકસ ભેળવેલી ગોળીઓ આપવામાં આવે છે. માછલીઓ ખાવાલાયક બની જાય અને તળાવમાંથી બહાર કાઢી મારી નાંખવામાં આવે તે પહેલા થોડા દિવસ તેનો ખોરાક બંધ કરી અધમુઈ કરી નંખાય છે. કારણ કે ભૂખથી રીબાયા પછી મરેલી માછલીને રાંધતી વખતે તેના આંતરડા સહેલાઈથી સાફ કરી શકાય. આ રીતે મારેલી માછલીમાં ગંદકી રહેતી નથી. ફીશ ફાર્મમાં ઉછરતી માછલીઓમાંથી ૨૦ ટકા માછલીઓ તો ઉછેરકાળ દરમ્યાન ચામડીનું અલ્સર થવાથી, બેકટેરીયાના હુમલાને લીધે કીડની ખરાબ થઈ જવાથી કે ટયુમરનું કેન્સર થઈ જવાથી મરી જાય છે. જંગલમાં વસતા જાનવરોની સ્થિતિ પણ કાંઈ સારી નથી. માનવજાત લાકડું મેળવવા માટે જંગલ કાપતી ગઈ, તેની સાથે સાથે વન્યપ્રાણીઓના પ્રાકૃતિક “ઘર” પણ કપાઈ ગયો. જંગલી પ્રાણીઓના વસવાટ માટે જરૂરી હોય તેવા અડધો અડધ ગાઢ જંગલો જગતના નકશા ઉપરથી ભુંસાઈ ગયા છે. ધ વર્લ્ડ રીસોર્સ રીપોર્ટ ૧૯૯૦-૯૧માં જણાવ્યા મુજબ વન્યપ્રાણીઓના વસવાટ માટે આદર્શ ગણાય તેવા ઊષ્ણકટિબંધના પ્રદેશોમાં આવેલા જંગલોનો ૪૪ ટકા હિસ્સો નાશ પામ્યો છે. (અપૂર્ણ) = = - - - - — છે. હોય નહીં? ન લાધવ કર્મ સામર્થ્યમ્ - એટલે કે શરીરને હલકું બનાવે તેટલી કસરતો કરવી. વાયુના અને ઝાડાના રોગીઓએ કસરત ન કરવી. + ડોડીના ફૂલને ચૂંટી તેને રોજ ખાવાથી આંખનું તેજ વધે છે. * શેમળના કાંટાને ગુલાબજળમાં ઘસીને તેનો લેપ મુખ ઉપર કરતાં “તારુણ્ય પિટીકા (ખીલને) * મટાડે છે. - - - - - - - - - - - - - - - સૌજન્યઃ શાહ મગનલાલ જીવનલાલ મઢડાવાળા સરળતા, સહિણાતા અને ભવપાન એ ત્રણ ગણો સર્વગણોમાં શ્રેષ્ઠ છે. આજનો સુવિચાર - એમાં ચ શ્રેષ્ઠ વાડોષણના કે, - જેની સાથે પરગુણદર્શન અનિવાર્યપે જોડાયેલું છે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્યાન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80