Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 76
________________ માંસ ખાવાની આદત પાશ્ચાત્ય ઢબે વધી રહી છે. ત્રીજા વિશ્વના દેશોની ૧૪૬ લાખ હેકટર જમીન (આ વિસ્તાર બ્રિટન, ફ્રાંસ, ન્યુઝીલેન્ડ અને ઈટાલીના સંયુકત ક્ષેત્રફળ જેટલો થયો)માં યુરોપના પશુધનને તગડા કરી તેનું માંસ ખવડાવવા માટેનો ઘાસચારો ઉગાડવામાં આવી રહ્યો છે. ભલે, બધી વનસ્પતિ માનવીનો ખોરાક હોતી નથી. પણ ઘાસચારો ઉગાડવા માટે ઉપયોગમાં લેવાતી જમીનમાં અનાજ વાવીને ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જરૂ૨ ઠંડો કરી શકાય. ગરીબ દેશોને આવી નિકાસ વડે હૂંડિયામણ કમાઈ લેવાની લ્હાય હોય છે. પણ વિદેશી ચલણની ભૂખ કરતા માનવીની ખોરાક માટેની ભૂખ ચડિયાતી ગણાવી જોઈએ. કૃષિ નિકાસની લાલચમાં પડેલા દેશોની જનતા ભૂખમરો તો વેઠે જ છે, પણ લાંબા ગાળે પર્યાવરણનું નખ્ખોદ પણ નીકળી જાય છે. એક દૃષ્ટાંત આપું. હાલ સુદાનમાં કારમો દુષ્કાળ ચાલી રહ્યો હોવા છતાં આ દેશ મોટાપાયે મગફળીની નિકાસ યુરોપમાં કરી રહ્યો છે. ૧૯૮૯માં એકલા બ્રિટને આ દેશમાંથી ૧૮ લાખ કિલોગ્રામ મગફળી આયાત કરી હતી. ખેતરમાં એક જ પ્રકારનો પાક વારંવાર લેવામાં આવે તો જમીનના રસકસ ઘટી જતા હોય છે. “મોનો કલ્ચર' ખેતી કરાય નહિ. આમ, છતાં સુદાન મગફળીનો પાક ઉપરા ઉપરી લઈ પોતાની જમીનની ફળદ્રુપતા નષ્ટ કરી રહ્યું છે. અન્ય કોઈ ખેતપેદાશ કરતા મગફળીના છોડવા જમીનમાંથી વધુ પ્રમાણમાં ભેજ શોષી લે છે. જો કોઈ ખેતરમાં વારાફરતી મગફળીના બે પાક લેવામાં આવે તો તેની જમીનના ૩૦ ટકા રસકસ ઊડી જતા હોય છે. સુદાન તો મગફળીની પાછળ પડી ગયું છે. કેવા હાલ થશે તેની ખેતીલાયક જમીનના? (અપૂર્ણ) = = = = હું! હોય નહીં? પાદપ્રક્ષાલન, પાદમલરોગ શ્રાપહમ્ ! દૃષ્ટિપ્રસાદનું વૃષ્ય, રૌઢ્યદન, પ્રીતિવદ્ધનમ્ II પગ ધોવાથી પગનો મેલ, પગનો રોગ અને થાકને દૂર કરે છે. દૃષ્ટિની શક્તિને વધારે છે અને પ્રસન્ન રાખે છે. શક્તિને વધારે છે. રૂક્ષતાને દૂર કરે છે અને પ્રીતિવર્ધક છે. * કડવા લીમડાના પાનની લુગ્બી વ્રણ (ઘાને) શુદ્ધ કરી ઘા રૂઝવવામાં મદદ કરે છે. * કળથીનો સુ૫ અને કળથીનું શાક કિડનીની પથરીને દૂર કરે છે. કળથીમાં લાલ કરતાં વધારે સફેદ ગુણકારી છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી હસમુખભાઈ વસંતજી ખીમજી ડેઢિયા | પર પાર્થની આસકિત તે ડાયાબીટીસ છે. એની હાજરીમાં ગોઇ પણ વા| આજનો સુવિચાર (ધર્માનુષ્ઠાન) મ રે નહિ કોઈ પણ રોગ (ગોપાલ) મળે નહિ | » કચોક પણ ચોટવું એ જ પાપ, વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80