Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 1
________________ ૐ ૐ નમઃ જૈનમ્ જ્યતિ શાસનમ પ્લાસ્ટિક એટલે જીવસૃષ્ટિનો મોતનો સામાન સર્વ જીવ સં૨ક્ષક અને પોષક એવી આર્ય સંસ્કૃતિની પરંપરામાં આજે પણ નખ કાપીને એને જ્યાં ત્યાં ન ફેંકતા જમીનમાં દાટી દેવામાં આવે છે. જે કાળક્રમે જમીનમાં ભળી જાય છે. જો નખ કાપીને બહાર છૂટામાં ફેંકવામાં આવે અને કોઈ પંખી એને અનાજ સમજીને ખાઈ લે તો તે તુરંત મૃત્યુ પામે છે. આજે એનાથી પણ ભયંકર પ્લાસ્ટિકનો ઉપયોગ એટલા બહોળા પ્રમાણમાં વધી ગયો છે કે જળ, જમીન, જંગલ, જાનવર અને જન (માણસ) આ પાંચેય ઉપર મોત ઝળુંબી રહ્યું છે. શ્રેણી ક્રમાંક-૯ શાકમાં પ્લાસ્ટિકની થેલીથી માંડીને પીન, કાંસકા, પાણી પીવાની બોટલો, પડદા, ટૂથબ્રશ, રેઝર, ભણવાના સાધનો, ઓફિસ સ્ટેશનરી, ઘરનું ફર્નિચર વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો વધી ગયો છે કે દરિયાકિનારા, ગિરિમથકો અને પર્વતની ઊંચાઈએ આવેલા પર્યટકધામોમાં પણ પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે છે. આ પ્લાસ્ટિક થેલી પશુઓના ખાવામાં આવી જતાં રોજ કેટલાયે પશુઓ મરણને શરણ થાય છે. તેમના શરીરમાંથી ૨૦ કી.થી ૨૫ કી. પ્લાસ્ટિકની થેલીઓ એમના આંતરડામાં પેટમાં ચોંટી ગયેલી મળી આવે છે. વિકાસના નામે વિનાશ વેરતા પશ્ચિમી સંસ્કૃતિની પેટ્રોકેમિકલ્સની આ જણસે પોતાનો વિકરાળ પંજો આ સૃષ્ટિ પર ફેલાવી દીધો છે. બાળકો પ્લાસ્ટિક પહેરતા ગૂંગળાઈને મૃત્યુ પામ્યા છે તેમ જ દરિયામાં પ્લાસ્ટિક ઠલવાય છે ત્યાં માછલીઓ વગેરે જળસૃષ્ટિનું નિકંદન નીકળી જાય છે. વળી આ પ્લાસ્ટિકને ધરતી પણ સંઘરતી નથી. કાગળ કે કોટનના કપડા જમીનમાં ભળી જાય છે પણ આ પ્લાસ્ટિક ૫૦૦ વર્ષ સુધી એમનું એમ રહે છે. એટલે જમીનમાં જ્યાં પ્લાસ્ટિક હોય ત્યાં અનાજ ઊગતું નથી તેમ જ ભૂગર્ભમાં રહેલી જળસંપત્તિને પણ એ પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકની થેલીમાં દૂધ, શાકભાજી, પાનમસાલા, આઈસક્રીમ, પીપરમેન્ટ જેવી પ્રત્યેક વસ્તુમાં પી.વી.સી. (પોલિવિન ફલોરાઈડ) નામનું કેમિકલ ભળવાથી કેન્સર થવાની પૂરી શક્યતા ઊભી રહે છે. પ્લાસ્ટિકને જો બાળવામાં આવે તો હાર્ટએટેક, કેન્સર, કીડની ફેઈલ થઈ જાય તેવા એક સાથે ૫૭ રસાયણો હવામાં વછૂટે છે. જેના કારણે અશક્તિ, શરીરનું ખેચાવું, બહેરાશ અને લીવરની બિમારીઓ સરળતાથી શરીરમાં ઘર કરી જાય છે. ઈટાલીમાં ૨૦૦તી વધુ સ્થાનિક કોમોએ પ્લાસ્ટિકની થેલીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિવર્ષ ૨.૫૮ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. (વર્ષે ૧૦ થી ૧૫% ટકાની વૃદ્ધિ સાથે). આમાંથી નીકળતો C.E.C. (ક્લોરોફલુરો કાર્બન) નામનો ઝેરી વાયુ ઓઝોનના પડદાને તોડી સૃષ્ટિ ઉપર પર્યાવરણીય અસમતુલા ઊભી કરી સૂર્યની ભયંકર ગરમીને સહેલાઈથી ફેલાવા દે છે. એક અંદાજ મુજબ એકલા મુંબઈમાં રોજની ૨ કરોડ પ્લાસ્ટિકની થેલીનો વપરાશ થાય છે. આ પ્લાસ્ટિકના કચરાનું શું કરવું એની પશ્ચિમના દેશોને પણ ખબર નથી તેઓ તો ભારત જેવા વિકાસશીલ (?) દેશોના ગળામાં એમણે આપેલી AID - મદદના - (જે AIDS- એઈડ્સથી પણ ભયંકર છે) બદલામાં એમના કચરાઓને ઘંટીના પડરૂપે બાંધી દેવામાં આવે છે. ચાલો, આજથી જ નક્કી આપી દઈએ પ્લાસ્ટિકનો જાકારો. ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 80