Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput Author(s): Viniyog Parivar Publisher: Viniyog Parivar View full book textPage 7
________________ ૐ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ્ મિજા માં | પૂરમામલોકdGI રહસ્યો શ્રી જિનેશ્વર ભગવાનના દર્શન કરવાથી ત્યા સાધુપુરુષોને વંદન કરવાથી જેમ છિદ્રવાળા હસ્તમાં પાણી ટકતું નથી તેમ લાંબા કાળ સુધી પાપ પણ ટકતું નથી. આ ભગવાનની પ્રતિમામાં જે ભગવાનનું દર્શન કરે છે તેની દૃષ્ટિમાં અખૂટ આત્મસ્નેહ અંજાય છે. મનમાં સર્વના મંગળની શુભ ભાવના છલકાયા છે. પ્રાણમાં અપૂર્વ હર્ષ ઊભરાય છે. અધમ આત્માઓ ભગવાનની પ્રતિમાને પથ્થર માને છે. મધ્યમ આત્માઓ પ્રતિમા માને છે અને ઉત્તમ આત્માઓ તેને ભગવાન માને છે. એક આચાર્ય ભગવંત કોઈ પ્રતિમા બોલે તો તરત ટોકે. ભાઈ! પ્રતિમાની જગ્યાએ ભગવાન બોલોઃ પ્રતિમા પર જિનશાસનની અતિ ગૂઢ અંજનશલાકાની વિધિ થાય એટલે એ પરમાત્મામાં પરિવર્તિત થઈ જતી હોય છે. આચાર્ય ભગવંતો એ મંગળ ક્ષણોમાં સીમંધર સ્વામી ભગવંતને વિનંતી કરી થોડી ક્ષણો માટે પોતાનામાં તીર્થંકરપણાનું આરોપણ કરવાની વિનંતી કરતા હોય છે અને પોતાનામાં પ્રવેશેલું તીર્થંકરપણું પછી અંજન દ્વારા પ્રતિમામાં આરોપણ કરતા હોય છે. હજુ થોડા વર્ષો પહેલાં અંજનશલાકાઓમાં આ અંજન થયે તેજકિરણો છૂટતા અને ભગવાન સામે રાખવામાં આવેલા અરિસાઓ ફૂટી જતાં હતાં. આપણે પછી રોજ એ ભગવાનની પૂજા કરવા દ્વારા એમનું તીર્થંકરપણું ધીમે ધીમે આપણા દોષોને ખતમ કરવા દ્વારા અને ભગવાનના ગુણોને આપણામાં ખેંચવા દ્વારા) આપણામાં પ્રવેશ કરે તેવી વિનંતી કરવાની હોય છે. “જિન પડિમા જિન સારિખી' એ ન્યાયે ભગવાનની પૂજાનું ફળ શાક્ષાત્ ભગવાનને પૂજન કરવાથી જે ફળ મળે તેટલું જ છે. તેનાથી જરાપણ ઓછું નહીં. શ્રી રાયપસણીય સૂત્રમાં કહ્યું છે કે શ્રી જિનપૂજાનું ફળ પૂજકના હિતને વાસ્તે, સુખને વાસ્તે, મોક્ષના વાસ્તે, જન્માંતરમાં પણ સાથે આવનારું ફળ છે. “થયયુઈ મંગલ” એટલે કે સ્થાપના નિક્ષેપાની સ્તુતિ કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. અને એટલે જ એક શ્લોકમાં ભગવાનને વિનંતી કરવામાં આવી છે કે હે! ભગવાન, દેવલોકની અપ્સરાઓની મને સ્પૃહા નથી. નારકીના દુઃખો છેદાઈ જાય તેવી કે સંસાર ટૂંકો થઈ જાય તેવી મારી કોઈ માંગણી નથી. અરે! જલ્દી મોક્ષ મળી જાય તેવી પણ મારી કામના નથી. મને તો બસ ભવોભવ તારા ચરણોની સેવા જોઈએ છે. એક ભક્ત હૃદયે કાવ્યાત્મક ભાષામાં ભગવાન પાસે જે પ્રાર્થના કરી છે તે અતિ અદ્દભુત છે. હે પરમાત્માનુ! મારા એવા નસીબ કયાં કે ફરીથી મને મનુષ્યભવ મળે પરંતુ કદાચ હું તિર્યંચગતિમાં ચાલ્યો જાઊં તો મને મોર બનાવજે જેથી તારા શિખરે બેસીને ટહૂકા કર્યા કરું. મોરપીંછ બની તારી ગોદમાં રમ્યા કરું. કયાંય કોઈક કબૂતર, ચકલી બનાવજે જે તારા મંદિરના ગોખલામાં માળો બનાવીને તને નીરખ્યા કરે. કદાચ મૃગલો બનાવે તો કસ્તુરીયો મૃગલો બનાવજે. જેથી તારા વિલેપન વખતે તારા ચરણોમાં આળોટું. કદાચ ગાય બનાવે તો ચમરી ગાય બનાવજે જેના વાળમાંથી ચામર બની તારી પાસે ઘૂમ્યા કરું. કદાચ એકેન્દ્રિયમાં નાખે તો પૃથ્વીકાયમાં આરસ બનાવજે; અપૂકાયમાં (પાણીના જીવોમાં) ફિરોદધિના જળ બનાવજે; વાઉકાયમાં ધૂપનો બાયુ બનાવજે; વનસ્પતિકાયમાં ગુલાબ - ચંપો, મોગરાનો જીવ બનાવજે. જેથી તારી આજુબાજુ જ મારું અસ્તિત્વ રહે. બેઈન્દ્રિયમાં નાખે તો શંખ બનાવજે તો આરતીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 80