Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar
View full book text
________________
શ્રેણી ક્રમાંક-૨૩
ૐ ૐ નમઃ જિનમ ક્યુતિ શાસનમ
“ભકિતથી મુકિત-૧?
અજૈન શાસ્ત્રોમાં એક સુંદર મજાનો શ્લોક આવે છે. એનો ભાવાર્થ એ છે કે ૧૦૦ કામ છોડી ને નાહી લેવું જોઈએ. ૧ હજાર કામ છોડી ને ખાઈ લેવું જોઈએ. (જઠરાગ્નિને તેઓએ દેવની ઉપમા આપી છે. એનો અપલાપુ ન થવો જોઈએ.) ૧ લાખ કામ છોડીને દાન કરી લેવું જોઈએ. આ શ્લોકના આ ત્રીજા ચરણનો ભાવાર્થ એમ છે કે દાન કરવાનો વિચાર આવે તેનો ઝડપથી અમલ કરવો જોઈએ, નહીં તો એકવાર એનો સમય વીતી જશે પછી દાન આપવાનો ભાવ તૂટી જશે. દાન માટે એક સરસ મજાની વાત નીચેના શ્લોકમાં પણ મૂકવામાં આવી છે,
सतेषु जायते सुरः, सहस्रेषु च पंडितः । दस सहस्रेषु च वक्ताः , दाता भवति वा न भवति ।
સોએ એક શરવીર પાકે, હજારે એક પંડિત પાકે, દશ હજારે એક વક્તા પાકે પણ દાનેશ્વરી તો થાય કે ન થાય તેનું કંઈ નક્કી નહીં. એક શેઠ પાસે એક ભિખારી ખાવાનું માંગે છે. શેઠ તાડૂકીને ગુસ્સામાં નનૈયો ભણે છે. પછી પૈસા, કપડા, ઓઢવાનું માંગે છે. શેઠ બધામાં વારાફરતી ના પાડે છે. અંતે અચાનક પેલા ભિખારીએ શેઠને કહ્યું આ નીચે પડેલી ધૂળ આપશો ? શેઠને થયું મારું શું જાય છે ? શેઠે ચપટી ધૂળ લઈ પેલા ભિખારીના તુંબડામાં નાખી પછી પૂછયું “લે મેં આ ધૂળ નાખી પણ તારૂં શું વળ્યું ? ” પેલા ભિખારીએ કહ્યું “ શેઠ, ભલે મારું કંઈ ન વળ્યું પણ તમારો હાથ તો વળ્યો, આજે ધૂળ માટે વળે છે તો કાલે ધાન માટે પછી ધન માટે વળશે. એટલે દાન આપવું ખૂબ મુશ્કેલ છે. આપ્યા પછી પણ પસ્તાવો કરવાનું દૂષણ ઘૂસી ન જાય તેથી તેની સતત અનુમોદના કરવાનું ભૂષણ આપેલા દાનને આભૂષણ રૂપ બનાવીને જ જંપે છે એટલે ૧ લાખ કામ છોડીને દાન કરી લેવું અને શ્લોકના અંતિમ ચરણમાં બહુ જ સરસ વાત મૂકી છે કે અસંખ્ય કામ છોડીને ભગવાનની ભક્તિ કરી લેવી.
જૈન શાસ્ત્રોમાં પણ ટંકશાળી વચનોને પીરસનારા મહામનિષી ઊપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ભક્તિને મુક્તિની દતિ તરિકે વર્ણવી છે. ઊપાધ્યાય યશોવિજયજી એટલે કનોડાના જશવંત નામનો નાનકડો બાળક જેને રાા વર્ષની ઉંમરે આખું ભક્તામર કડકડાટ માત્ર સાંભળીને કંઠસ્થ કરેલું. આ એજ ઊપાધ્યાયજી મ.સા. છે જેઓ બદામ ઊછળે અને નીચે પડે ત્યાં સુધીમાં સંસ્કૃતના નવા ૬ શ્લોક બનાવતાં. સમગ્ર જિનાગમનો સાર તેમણે એક શ્લોકમાં જણાવી દીધો છે.
सार मे तन्मया लब्धं, श्रुताब्धेडर्वगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द सम्पदां ॥
એટલે કે આ કૃતનું અવગાહન કરીને મને એનો સાર મળી ગયો છે. એ છે “પરમાત્મ ભક્તિ” જે બીજ સ્વરૂપ છે અને સાધકને અંતે પરમપદ આપીને જ જંપે છે. ભક્તિને ઊપાલંભ (મીઠો ઠપકો) આપતાં એક સ્તવનમાં આજ ઊપાધ્યાયજી મહારાજ સરસ મજાની વાત કરે છે. “ મુક્તિથી અધિક ભલી તુજ ભક્તિ મુજ મન વસી ” મોક્ષથી પણ વધારે વહાલી મને પરમાત્માની ભક્તિ છે કારણે ભક્તિનો આનંદ તો પ્રત્યક્ષ છે. ભક્તિના ગુણ અગણિત છે પણ એક તક્લીફ મોટી છે અને એ છે કે જે ભક્તિ કરે છે એને મુક્તિ મળી જ જાય છે. તેથી ભગવાન અને ભક્ત એક બની જાય પછી એ ભગવાનને ભજી નથી શકતો. આવી સુંદર અને મીઠી ભાષામાં ભગવાનની ભક્તિને ઊપાલંભ આપતા પૂ.યશ વિ. મ.સા.એકજ વાત કરે છે કે ભક્તિ નામનું બીજ જે વાવે છે તેને પછી અંકુરાઓ, પર્ણો, શાખાઓ, ડાળીઓ છેવટે ફૂલો અને અંતે મોક્ષરૂપી ફળ સામેથી એના કરકમળમાં આવીને પડે છે એમાં બેમત નથી.
મનિ ટૂ નિયમ દ્ધિ: 1 ભગવાન એક વખત પણ હૃદયમાં આવે એટલે સિદ્ધિની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. જરૂર છે માત્ર ભગવાનને ભાવથી ભેટવાની. સંત તુકારામને એના મોટાભાઈએ એક વખત એક કામ સોંપ્યું. મોટોભાઈ ૪૦ વર્ષથી રોજ અડધો લોટ દૂધ ચડાવવા ભગવાન પાસે જતો. તેને બહારગામ જવાનું થતાં એક દિવસ માટે લઘુબંધુ તુકારામને આ કામ સોપ્યું કે તું એક દિવસ આ દૂધ ભગવાનને ચડાવી આવજે. તુકારામને એમ કે મોટા ભાઈ રોજ દૂધ લોટામાં ભરીને લઈ જાય છે અને પછી એ લોટ ખાલી લાવે છે એટલે દેવ આ દૂધ પી જતા હશે. એટલે તેમણે પણ ભોળાભાવે ભગવાનને કહ્યું આજે મારો મોટો ભાઈ બહારગામ ગયો છે અને આ કામ સોંપ્યું છે. તું

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80