Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 22
________________ ઘણાં અષ્ટમંગલની પૂજા કરે છે. પૂજા “શ્રાદ્ધદિન કૃત્ય'માં અક્ષતથી અષ્ટમંગલ આલેખવાનું લખ્યું છે. અષ્ટમંગલમાં દર્પણ, ભદ્રાસન, વર્ધમાન, શ્રીવત્સ, મીનયુગલ, કળશ, સ્વસ્તિક અને નફ્લાવર્તના ચિન્હોને પહેલા ચોખાથી આલેખતા, ધીમે ધીમે લાકડાના પાટલામાં કાણો રાખવામાં આવ્યા. જેમાં ચોખા પૂરી દેવાથી આવા આકારો થઈ જતાં, પછી ધાતુના મોટા પાટલા આવ્યા અને હવે નાની પાટલીઓ આવી ગઈ. તેથી અષ્ટમંગલની પૂજા નહીં પણ તે પાટલી ઉપર ચોખા મૂકવાના. પાટલા ઉપર બે ખૂણે ચંદનના થાપા દેવા અને ફૂલથી અષ્ટમંગલને વધાવવા. તીર્થંકરની માતાને આવતા ૧૪ સ્વપ્નોની જેમ આ અષ્ટમંગલ પણ મહામંગલકારી છે. (અપૂર્ણ) હૈ. હોય નહીં? કમરનો દુઃખાવો – સંધિવા બહેનોમાં વિશેષ જોવા મળતો આ રોગ છે. પગનાં, કમરના સ્નાયુઓ, જોઈન્ટ્સ વગેરે તીવ્ર વેદના આપતા હોય છે. આ વાયુનો પ્રકોપ છે એટલે ગરમ પદાર્થો જેવા કે હીંગ, તલનું તેલ, રાઈ, મેથી અજમો, ગોળ વગેરેનો ઉપયોગ આહારમાં વધારી દેવા. ૧) ચાની અંદર ૧ ચમચી સુંઠ અને ૧ ચમચી દીવેલ (એરંડીયું) નાખીને પીવું. ૨) મેથીને ઘીમાં શેકી લોટ કરી ગોળ-ઘી ઉમેરીને લાડુ બનાવીને ખાવાથી કળતર મટે છે. ૩) તુલસીનો રસ ગરમ કરીને લગાવવાથી કોઈ પણ દુઃખાવામાં તત્કાળ ફાયદો થાય છે. ૪) સવારના નરણે કોઠે ૭ દાણા મેથીના ગળવાથી લાંબેગાળે રાહત થાય છે. ૫) મેથી અથવા મેથીનો પલાળેલો પાવડર સાંજે લાંબો સમય લેવાથી દુઃખાવો મટે છે. ૬) એક ચમચી સેકેલી હીંગ ગરમ પાણી સાથે પીવાથી તત્કાળ રાહત થાય છે. ૭) ઘીમાં જીરું, હીંગ, સિંધાલુણ નાખી ફાંકવાથી શુળમાં રાહત થાય છે. ૮) જાયફળ, સરસીયાના તેલમાં ઘસીને તેમ જ લવિંગનું તેલ ઘસવાથી સાંધાનો દુઃખાવો મટે છે. ૯) સુંઠ અને હીંગ તલના તેલમાં ગરમ કરી માલીશ કરવાથી તુરંત ફાયદો થાય છે. ૧૦) અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ લેવાથી કમરના દુઃખાવામાં રાહત થાય છે. ૧૧) સુંઠ અને ગોખરું સરખે ભાગે લઈ તેનો ઊકાળો રોજ પીવાથી કમરનો દુઃખાવો મટે છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી શ્રી અનિલકુમાર જગજીવન શાહ - ધર્મ પામવાના પહેલા રાઉન્ડમાં આજનો સુવિચાર - ગર્ભપાત, છૂટાછેડા, માબાપને ત્રાસ, નોકરોનું શોષણ છોડ્વાનું આવે. ને બીજા રાઉન્ડમાં જિનપૂજા, રાત્રિભોજન અને કંદમુળ ત્યાગ આવે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80