Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 69
________________ તળ વર્ષોનાં સંકલ્પો ચાલો, વિક્રમ સંવતના નૂતન વર્ષના નવલા પ્રભાતે પરમકૃપાળુ પરમાત્માને ભાવપૂર્વક નમસ્કાર કરીએ, અને નીચે મુજબની પ્રતિજ્ઞાઓ કરી તેના આગમનને વધાવીએ. આત્મા અને મોક્ષના અસ્તિત્વનો સ્વીકાર કરીને આર્ય મહાસંતોએ રચેલી જીવનશૈલીને, તેના સિદ્ધાંતોને, તેના વ્યવહારોને દઢપણે વળગી રહેવાનો; અને આત્માના અને મોક્ષના અસ્તિત્વનો છેદ ઉડાડીને રચાયેલી ધ્યેયશૂન્ય જીવનશૈલીને તિલાંજલી આપવાનો નવા વર્ષમાં અમે પ્રચંડ પુરુષાર્થ આદરીશું; છે દેશના કરોડો પ્રજાજનોને બેકારી - મોંઘવારી - ભૂખમરો - રોગો - ગાંડપણ - અપોષણ - અંધત્વ વિગેરેના ખપ્પરમાં ધકેલતી પશ્ચિમી મોડલની પંચવર્ષીય યોજનાઓના ભરડામાંથી પ્રજાને મુક્ત કરવાનો નવા વર્ષમાં અમે પ્રચંડ પુરુષાર્થ આદરીશું; રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બળાત્કારથી વાંઝણી બનેલી ધરતીને પશુઓના છાણમૂત્રના સિંચન દ્વારા ફરી નવપલ્લવિત કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; દૂધનું ઉત્પાદન વધારવાના બહાના હેઠળ આ દેશની વિશ્વ શ્રેષ્ઠ ગાયોનું સંકરીકરણ અટકાવી તેના આનુવંશિક ગુણોનું જતન કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & ગ્રામ્ય બાળકોના મોંમાંથી દૂધનું પ્યાલું પણ આંચકી લઈ તેમને અંધત્વ અને અપોષણના રોગો તરફ ધકેલનારી ડેરીની ઘાતક યોજનાઓનું વિસર્જન કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & ભૂમિ, જળાશયો, જંગલો, પશુઓ, પ્રાણીઓ, વનો, પુષ્પો જેવી કુદરત સર્જિત સંપત્તિઓનું વ્યાપારીકરણ કરવાનો સિદ્ધાંત સ્થાપી દેશના કરોડો માનવોનું શોષણ કરનારા ષડયંત્રને સફળ બનતું અટકાવવા | માટેનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; ૬ & તોતીંગ યંત્રો અને સંપત્તિના હથિયારો દ્વારા છ લાખ ગામડાંઓના ગ્રામ્ય કારીગરો ઉપર ત્રાટકનારા . દેશી-પરદેશી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના આક્રમણને મારી હઠાવવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; 8 અનાજનું ઉત્પાદન વધારવાના બહાના બેઠળ “જગતના તાત નું શ્રેષ્ઠતમ બિરુદ પ્રાપ્ત કરનાર ખેડૂતના હાથમાંથી ખેતી, ભારતીય પદ્ધતિનું ખેતીનું વિજ્ઞાન, ખેતીની જમીન આંચકી લેવાના ષડયંત્રને તોડી પાડવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & વિકાસના - પ્રગતિના બહાના હેઠળ પશ્ચિમે દોરી આપેલા સર્વતોમુખી પતનના માર્ગ તરફ દોટ મૂકવાને બદલે, ત્યાંથી પાછા ફરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & પશ્ચિમી સત્તાને ઈશારે નાચતા દેશી પ્રધાનો, આયોજકો અને અમલદારોના આ દેશની પ્રજાને સાત વ્યસનોના ઘોડાપૂરમાં ડૂબાડી દેવાના પ્રયાસોમાં અવરોધો મૂકવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; 8 સતીઓ, સંતો અને શૂરાઓના આ દેશને દુરાચારી, સત્તાલોલુપી અને કાયરોના દેશમાં ફેરવવાના પશ્ચિમી સત્તા અને તેના દેશી એજન્ટોના પ્રયાસો ઉપર પાણી ફેરવી દેવાનો અને પ્રચંડ પુરુષાર્થ આદરીશું; આ પવિત્ર મંદિરની ધૂમ્રસેરોથી આચ્છાદિત અને મંત્રોચ્ચારના નિનાદથી ગૂંજતા આ દેશના વાયુમંડળને સેટેલાઈટ ચેનલોના અવકાશી અતિક્રમણથી બચાવવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું; & પશ્ચિમી ઢબના શોષક યંત્રો વડે ચાલતા ઉદ્યોગોના સંચાલન માટે માનવમજૂરો પેદા કરનારા આધુનિક શિક્ષણના કારખાનાંઓને સ્થાને “સા વિદ્યા યા વિમુકતયેનો આદર્શ નજર સમક્ષ રાખીને સંસ્કારનું સિંચન કરતા ગુરુકુળોની પુનઃ સ્થાપના કરવાનો પ્રચંડ પુરુષાર્થ આદરીશું. 听听听听听听听听听听听听听听听听听听听听听听呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢呢 听听听听听听听听听听听听听听听乐听听听听听听听听听听听听听

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80