Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 72
________________ અગાઉ, શરૂઆતની શ્રેણીમાં આપણે અમારિ અંગેના થોડાક ઉપાય જોયેલા. હવે થોડા વધુ ઊંડાણમાં ઊતરીએ. (૧) ઘરમાં ઝાડુ કાઢતી વખતે એ ઝાડુમાંથી અવાજ ન આવતો હોવો જોઈએ. એના રેશા કોમળ હોવા જોઈએ. શાંતિથી નીચે બેસીને જયણા પાળતા પાળતા ઝાડુ વાળવું જોઈએ. કીડીને એનું દર જે બાજુ હોય તે બાજુ ઝાડુ વાળતા વાળતા લઈ જવી જોઈએ. નહીં તો દર વગેરે નહીં મળતા એને જે ગભરાટ થાય તેમાં પણ હિંસકતા આવી જાય છે. આજકાલ પ્લાસ્ટિકના ઝાડુ, વેકયુમ કલીનરો આવી ગયા તેમાં જયણા જળવાતી નથી. આવા સાધનોનો ઉપયોગ આપણે બંધ કરી દેવો જોઈએ. (૨) મોરી, બાથરૂમ, વોશ બેશીન વગેરે જયાં જયાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં બધે જે ચીકાશ થઈ જાય છે તે લીલ છે તેમાં અનંતા જીવો હોય છે તેને લોખંડના બ્રશથી કે અન્ય કોઈ રીતે ઘસીને ધોવાય નહીં, નહીં તો અનંતા જીવોનો હ્રાસ થાય. ઘરમાં જેટલા પાણી ભરવાના સાધનો કે તપેલી, વાટકા વગેરે હોય તેને રાત્રે ઊંધા વાળીને સુવું જોઈએ. જેથી તેમાં પાણીનો કોઈ ભાગ રહી ન જાય અને તેથી જ રાત્રે વાસણો ધોવાઈ જાય પછી કોરા કપડાથી લૂછી એને યોગ્ય ઠેકાણે ઊંધા મૂકી દેવા જોઈએ. નહીં તો જે પાણીના ટીપા સવાર સુધી રહી જાય તેમાં સૂક્ષ્મ અનંતકાય થવાની સંભાવના વધી જાય છે. શકય હોય તો પીવાના પાણીના માટલા પણ ઊંધા વાળી દેવા જોઈએ. આજે લગભગ બધાને ત્યાં સવારમાં પાણી આવતું હોય છે. તો રાત્રે જરૂર પુરતું ૨/૪ ગ્લાસ પાણી તપેલીમાં રાખીને માટલું ઊંધું વાળી દીધું હોય અથવા બે માટલા રાખ્યા હોય તો જયણા જળવાવાની શકયતા વધી જાય છે. (અપૂર્ણ) – ! હોય નહીં? શ્રેષ્ઠ શું છે તે અગાઉની શ્રેણીમાં જોયેલું. વધુ આગળ જોઈએ. શરીર પોષક દ્રવ્યોમાં અન્ન શ્રેષ્ઠ છે. જીવન આપવામાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. હૃદયને હિતકરમાં બોર-દાડમ-દ્રાક્ષ શ્રેષ્ઠ છે. કફ કરવામાં ઊલ્ટી શ્રેષ્ઠ છે. વાયુને કરવામાં બસ્તિ શ્રેષ્ઠ છે. સ્થિરતા કરવામાં વ્યાયામ શ્રેષ્ઠ છે. કંઠને નુકસાન કરનારમાં કોઠું શ્રેષ્ઠ છે. કફ અને પિત્ત ઉત્પન્ન કરવામાં અડદ શ્રેષ્ઠ છે. વિષનાશમાં સરસડો શ્રેષ્ઠ છે. વયસ્થાપન કરવામાં આમળાં શ્રેષ્ઠ છે. પથ્થોમાં હરડે શ્રેષ્ઠ છે. લોહીવા મટાડવામાં બકરીનું દૂધ શ્રેષ્ઠ છે. મૂત્ર ઉત્પન્ન કરવામાં શેરડી શ્રેષ્ઠ છે. વાયુ ઉત્પન્ન કરવામાં જાંબુ શ્રેષ્ઠ છે. કોમળતા કરનારમાં સ્વેદન શ્રેષ્ઠ છે. પુરુષત્વ ઓછું કરનાર ક્ષાર છે. હૃદયને નુકસાન કરનાર ઘેટીનું દૂધ છે. સુખપૂર્વક વિરેચનમાં નસોત્તર શ્રેષ્ઠ છે. કૃમિનાશકમાં વાવડીંગ શ્રેષ્ઠ છે. કોઢનો નાશ કરવામાં ખેર શ્રેષ્ઠ છે. – – – – – – – – – – – સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી ચારૂબેન કીરીટભાઈ દોશી ૦ધાર્મિકતા એ ખૂબ ઉત્કૃષ્ટ બાબત છે, પરન્તુ તેથી આજનો સુવિચાર - માનવતા કે રાષ્ટ્રીયતાની સાવ ઉપેક્ષા કરી દેવાય નહિ. તેવી ઉપેક્ષા ધાર્મિકતાની હાંસી કરાવનારી બનશે. વર્ધમાન સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર : (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ || ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯ ': '

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80