Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 75
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૬૧ જનમ જ્યતિ શાસનમ માનવીના આર્થિક લાભ અને લાભ વચ્ચે રહેંસાવા, રીબાવા પ્રાણીઓ (ા (ભુ ઈન્ટરનેશનાલીસ્ટ મેગેઝીનના આધારે ) (ભાગ - ૧) માનવો અને પ્રાણીઓ આ પૃથ્વીનો સમાન ભોગવટો કરવા હક્કદાર હોવા છતાં પશુઓ તથા પ્રાણીઓ પ્રત્યે માનવીનો વ્યવહાર મહદ્ અંશે નિર્દય તથા નિષ્ઠુર રહેતો આવ્યો છે. પ્રાણીજગતે માણસના અળવીતરાવેડાને કારણે પુષ્કળ યાતનાઓ ભોગવી છે, હજુ પણ ભોગવવાનું ચાલુ જ છે. દૂધ કે અન્ય ઉપયોગ માટે પાળી શકાય તેવા પશુઓ હોય કે જંગલના જાનવરો, માનવીની લાલસામંડિત ક્રૂરતાએ કોઈને છોડયા નથી. સામાન્યતઃ માનવી શબ્દની અર્થછાયામાં માયાળુ તથા સંવેદનશીલ વ્યક્તિ, એવો અર્થ અભિપ્રેત છે. માનવીઓનો શબ્દકોષ આવો અર્થ “માનવ” શબ્દ વિષે આપે છે. પણ પશજગત પાસે જો કોઈ પોતાનો શબ્દકોષ હોત તો તેમાં “માનવ' શબ્દનો અર્થ “ઘાતકી” કે “નિર્દય’ વ્યક્તિ તેવો અપાયો હોત. હજારો વર્ષોથી માનવી પશઓને પોતાના ઉપયોગ માટે પાળતો આવ્યો છે. આજે વિશ્વમાં પશુઓ-પ્રાણીઓની વસતિ બરાબર માનવ વસતિ જેટલી જ છે. બાકી રહ્યા, પક્ષીઓ. જગતમાં પંખીઓની સંખ્યા માનવીઓ કે પશુઓ કરતા પણ વધુ છે, તેની આપણે આગળ ઉપર ચર્ચા કરીશું તેના ઉપરથી ખ્યાલ આવશે. આજે વિશ્વમાં મોટાભાગના પશઓ ફકત માંસ મેળવવા માટે જ ઉછેરવામાં આવે છે. મારી નાંખવા માટે જ જન્માવવામાં આવે છે, જીવાડવામાં આવે છે. અરબસ્તાનના રણપ્રદેશોમાં આરબોની સદીઓથી સેવા કરનાર ઊંટનું નિકંદન નીકળી રહ્યું છે. સદીઓ પહેલાં જે ઊંટની મદદ વગર આરબોનું જીવન શક્ય નહોતું, તેવા ઉમદા પ્રાણીનું માંસ ખૂબ વખણાવા લાગ્યું છે. ડી.ડી.એ.એ બહાર પાડેલા છેલ્લા અહેવાલ મુજબ ટયુનિશિયામાં તો ઊંટની વસતિ ખતમ થવાને આરે પહોંચી ગઈ છે, કારણ કે લિબિયા અહીંથી ઊંટોની મોટાપાયે આયાત કરી રહ્યું છે. લિબિયાની પ્રજાને ઊંટના માંસની વાનગીઓ ખૂબ ભાવે છે. ' ધ ન્યુ ઈન્ટરનેશનલીસ્ટ નામના સામાયિકના જાન્યુઆરી, ૧૯૯૧ના અંકમાં અપાયેલી માહિતી મુજબ (આ લેખમાં તમામ અવતરણો આ સામાયિકમાંથી ટાંકવામાં આવ્યા છે), દર વર્ષે ઓસ્ટ્રેલિયા ૭૦ લાખ જીવતા ઘેંટાઓની નિકાસ મધ્ય-પૂર્વના દેશોમાં કરે છે. સન ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયાથી ઘેંટાઓ ભરીને નીકળેલી ફરીદ ફેર્સ કંપનીની સ્ટીમરમાં આગ લાગતા ૪૦૬૦૫ ઘેંટાઓ જીવતા ભુંજાઈ ગયા હતા. ન્યુઝીલેન્ડ પણ ઇરાનને જીવતા ઘેંટાઓ વેચે છે. એક વખત ૩૦૨૭૦ ઘેંટાઓ ભરી ઇરાન જવા નીકળેલી સ્ટીમર ૧૯ દિવસની દરિયાઈ સફરના અંતે ઇરાનના બંદરે લાંગરી ત્યારે તેમાંથી ૪૪૫૦ ઘંટાઓ મરી ગયા હતા. આ બનાવ પછી ન્યુઝીલેન્ડની સરકારે જીવતા ઘેંટાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો, પણ ૧૯૮૫માં આવી નિકાસની છૂટ આપી દેવાઈ છે. શ્રી માર્ક ગોડ ભુખ અને માંસ વચ્ચેનો આંતર સંબંધ સમજાવતા કહે છે, “આજે સુદાન, બાંગલાદેશ અને તાન્ઝાનિયા જેવા ત્રીજા વિશ્વના સૌથી ગરીબ અને સૌથી વધુ ભૂખમરો વેઠતા દેશોમાં

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80