Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 80
________________ અપરાધ ઘટે અને સજ્જનનું સન્માન કરવાનું તેથી સજ્જનો વધે. આપણા દેરાસરો, ઉપાશ્રયો સાચી રીતે સાચવનારા આ સાધર્મિકો જ છે. તેમનું સન્માન કરવાથી ધર્મીજનોની ધાર્મિકતા વધે છે. સુરેન્દ્રનગરમાં એક શ્રાવક સવારમાં પૂજા કરીને બહાર નીકળ્યા ત્યાં ત્યારે કચ્છ-ભુજથી એક મેટાડોરમાં 15-20 ભાઈ-બેનો તેમના મહારાજ સાહેબને વંદન કરવા આવેલા અને જિનાલયે દર્શન કરી શંખેશ્વર જઈ રહ્યા હતા. પેલા સજ્જને સાધર્મિકોને જોયા. અતિ આગ્રહ કરી પરાણે ઘરે તેડી ગયા. તેમના શ્રાવિકા જૈફવયે પણ અતિથિ સત્કાર કરવા માટે સાધર્મિકની ભક્તિ કરવામાં માહેર. ગાંડાધેલા થઈ ગયા. પાંચ મિનિટમાં તો ચા-પાણી, નાસ્તો અઢળક વસ્તુઓ તૈયાર. નવાસવા ધર્મમાં જોડાઈ રહેલા આ મહેમાનોની આંખમાં આંસુ આવી ગયા. આવી ભક્તિ? અમારી તો આવી લાયકાત પણ નથી અને એમણે મનોમન નક્કી કરી લીધું કે હવે અમારે ઘરે પણ કોઈ સાધર્મિક આવશે ત્યારે આ શેઠે કરી છે એવી એથી પણ ચડિયાતી ભક્તિ હું કરીને રહીશ. હવે આની ચેઈન ચાલશે. જુઓ. એકવાર આવી ભક્તિ કરે તેનાથી તળાવમાં થતાં વમળોની જેમ ભક્તિ વધતી જાય છે. આજે તો એક-બે મહેમાન આવે ઘરમાં, સગાં-વહાલાં આવે તો પણ કામ વધવાનો, કામ કરવાનો કંટાળો આવે. 15-20 જણાં અનાયાસે આવી ચડે તો તો ખલાસ. 156 મણ સોનાનો જેમનો વાર્ષિક પગાર હતો તે માંડવગઢના મંત્રી પેથડશા સાધર્મિકને જુએ એટલે પાલખીમાંથી ઊતરી જઈ સાધર્મિકને ભેટી પડે અને ભાવપૂર્વક ઘરે લઈ જઈ ભક્તિ કરે. માંડવગઢ તો સાધર્મિક ભક્ત માટે આમ પણ પ્રખ્યાત છે. તે ગામમાં નવો કોઈ સાધર્મિક આવે એટલે પ્રત્યેક ઘરમાંથી તેને 1 ઈંટ અને એક સોનામહોર મળી જાય. લાખ જૈન કુટુંબોના વસવાટને કારણે નવા આવનાર સાધર્મિકને ઘર બાંધવા પુરતી ઈંટ અને ધંધો કરવા પુરતું ધન મળી રહેતું. સાધર્મિક એ ધર્મ મહાસત્તાનું એક અંગ છે. જેમ કાન દુઃખે તો આંખ રડે છે એમ કોઈ પણ અંગ નબળું પડે તો તેનું દુઃખ આપણને થાય જ. અને એટલે જ કહ્યું છે જે ખાતું નબળું પડે તેના ઉપર ત્યારે વધારે જોર આપવું જોઈએ અને આ સાધર્મિક ભક્તિ એટલી બધી વૈનાનિક છે કે એના દ્વારા થતા પ્રત્યક્ષ-પરોક્ષ લાભની જાણકારી માટે આંતર-સૂઝ આવશ્યક થઈ પડે. તે રાજકોટમાં સાતે વ્યસને પૂરા એક ભાઈ પૂ. મુનિભગવંતના દર્શને ગયા. કોઈ જૈન ભાઈ એમને પ્રેમપૂર્વક જમાડવા ઘરે લઈ ગયા. બદામનો ચોખ્ખા ઘીનો શીરો, મેવા-મિષ્ટાન્નથી સાધર્મિક ભાઈની | એવી ભક્તિ કરી કે મહેમાન ભાઈએ કહ્યું, હું આને માટે લાયક નથી. મારી આવી ભક્તિ નહીં કરો, હું બહુ પાપી માણસ છું. યજમાન ભાઈએ તો આગ્રહ કરી જમાડયા. ઊચિત્ સન્માન પણ કર્યું. આ ભાઈ ઉપાશ્રયમાં આવી ભક્તિની અનુમોદના કરતાં કરતાં ધ્રુસ્ક ને ધ્રુસ્કે રડી પડ્યા અને જીવનભર માટે સાતે વ્યસનોનો ત્યાગ કર્યો. T સૌજન્યઃ શાહ સુરજબેન મગનલાલ મઢડાવાળા * દોષોનો સપાટ સહકાર છે. આજનો સુવિચાર - તે રવાપમાન અને પગુણદન કદી થવા દેતો નથી. આ બે ગણોના મવભાવમાં ઈન્સાન સેતાન બની જાય છે. વર્ધમાત્ર સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન). બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, 6, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. 8077781 ટે. નં. 3887637, ટેલી ફેક્ષઃ 3895857 ટેલી ફેક્ષઃ 8020749

Loading...

Page Navigation
1 ... 78 79 80