Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 43
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૪૫ જનમ જ્યતિ શાસનમ્ જેથી સાવધાન એક રાજાએ બીજા રાજા પર આક્રમણ કર્યાના અઢળક દષ્ટાંતો ઈતિહાસમાં આવે છે, પરંતુ એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું હોય તેવું ભાગ્યે જ બન્યું છે. વર્તમાનમાં આત્મવાદની સામે “અનાત્મવાદ'નું જે અદશ્ય આક્રમણ આવ્યું છે તે આપણી ચેતનાને હચમચાવી દેનારું છે. તે વળી શાસનના આધારસ્થંભ એવા પાંચેય અંગો ઉપર અકલ્પનીય રીતે ત્રાટકયું છે. (૧) “શાસન'ઉપર એકાત્તાતંત્રની સામે બહુમતવાદનું આક્રમણ આવ્યું છે. સાંપ્રત સમયમાં એકાગ્લાતંત્રના ફાયદાઓ અન્યો કેવા ઉઠાવી રહ્યા છે તે સુવિદિત છે. સર્વ ઝઘડાના મૂળ સમી લોકશાહીના નામે ઘૂસાડવામાં આવેલી ચૂંટણીના બહુમતીવાદ, શાસ્ત્રમતીના વાદની ચટણી કરી નાંખી છે. (૨) “સંઘ' ઉપર કેટલાક કહેવાતા સાધુઓને લક્ષ્યમાં રાખી વિશ્વ કલ્યાણકર સમગ્ર શ્રમણ સંસ્થાને એપ્રધાન બનાવી નાખવાનું વ્યવસ્થિત ષડયંત્ર પાંચમી કતારના કહેવાતા બુદ્ધિજીવીઓ તરફથી ગોઠવવામાં આવ્યું છે. - (૩) દેવદ્રવ્યાદિ અને તીર્થોની સંપત્તિ ઉપર સરકાર અને ટ્રસ્ટ એક્ટ દ્વારા કુહાડાઓ ઉગામવામાં આવ્યા છે. તળિયાઝાટક ભૂખડી બારસ સરકારની દાઢ સળકી છે. એની બાજનજ૨ પ્રત્યેક ધર્મના એકઠા થયેલ ફંડ ઉપર ફરી રહી છે. રાજસ્થાનનો કાળો કાયદો, શિખરજી ઉપર રાજ્યની ગીધનજર, કોર્પસને ટેલેબેલ બનાવવાનું છટકું, વગેરે અનેકવિધ યોજનાઓ દ્વારા એક કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે જનમાનસ આનો કેટલી શક્તિથી વિરોધ કરે છે. નહીં તો છીંડામાંથી કાણું, કાણામાંથી બાકોરું ને છેવટે પાકિસ્તાન સામે થનાર યુદ્ધને નામે કે વિદેશી દેવાના ભારણમાંથી પાર પાડવા માટે, કલમને એક ઝાટકે (પેન તલવારથી તીક્ષ્ણ હોય છે) દેવદ્રવ્ય આદિના પૈસા આ નવી ખીચડી સરકારને ખેંચી લઈ બાકોરામાંથી બારણું બનાવી લેતા વાર નહીં લાગે. આમ પણ આ નવા શંભુમેળાની બહુમતી સવર્ણો વિરદ્ધ જૂની દાઝ મનમાં રાખી બેઠી છે. એક વિદ્વાને તો આ સરકાર આરૂઢ થઈ એ દિવસને આ અવસર્પિણી કાળનો કાળામાં કાળો દિવસ કહી અગમના એંધારા આપી દીધા છે. સમગ્ર દેશમાં જંગી કતલખાનાઓ ખોલી પશુઓનો કચ્ચરઘાણ બોલાવવાના બઈરાદાઓ નવી સરકારે આવતાવેંત જાહેર કરી દીધા છે. (૪) શાસ્ત્રો ઉપર યુનો દ્વારા અશાસ્ત્રીયતાનું લેબલ લગાડવાનું આક્રમણ આવ્યું છે. યુનાઈટેડ રિલિજીયન્સ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થતાવેંતમાં છે અને એણે તો જાહેર કરી દીધું છે કે આખા વિશ્વમાં હવે એક જ ધર્મ હોવો જોઈએ. “ગેટ કરાર' દ્વારા આપણા લીંબડા, લીંબોળી, હળદર, હવે ઈસબગુલ વગેરે પેટેન્ટ કરી આર્થિક રીતે સંપૂર્ણ ગુલામ બનાવી દીધા છે. યુનો અને વર્લ્ડ બેન્ક વગેરે ધારે તે જ વડા પ્રધાન બની શકે છે તે રાજકીય ગુલામીની પારાશીશી છે. હવે ધાર્મિક ગુલામીનો વારો છે. તમારી પાસે પ્રથમ આગમ આચારાંગની ૧૦૦ પ્રત હોય, તો તેઓ • પાસે તેમને મનગમતા અર્થ કરેલ આચારાંગની ૨૦,૦૦૦ પ્રત હશે. શાસ્ત્રોનું કેન્દ્રીકરણ કરીને નાનકડી ડિસ્કમાં મૂકવાના કેવા જોખમો છે એ હવે સારી પેઠે સમજાય જશે. સંપત્તિને શાસ્ત્રીય માર્ગે વાળી દેવા વિદ્વાનોએ ગીતાર્થ ગુરભગવંતની પાસે માર્ગદર્શન લેવા દોડી જવું જોઈએ તો જ સંપત્તિ તેમજ શાસ્ત્રોની રક્ષા થઈ શકશે. આપાતું કાલના અપવાદો જુદા હોય છે, અને અંતિમ અંગ; (૫) ધર્મ ઉપર ત્રિપાંખીયું આક્રમણ છે. સમ્યક્દર્શન ઉપર વિજ્ઞાનની પ્રગતિનું, સમ્યકજ્ઞાન ઉપર મેકોલેએ બક્ષેલ કેળવણીવાદનું અને સમ્યફ ચારિત્ર્ય ઉપર યંત્રવાદના વિકાસનું આક્રમણ આવી પૂગ્યું છે. કહેવાતા વિકાસના દરની પાછળ રઘવાયા બનેલા, વિકાસની ઝાકમઝોળ પર ઓવારી ગયેલા સુડો - ઈન્ટેલેકચ્યુંઅલ્સને તેના પરિપ્રેક્ષ્યમાં છૂપાયેલ વિનાશના ડરની કોઈ ચિંતા નથી. આક્રમણો ખાળવા કદાચ દુ શક્ય હોય છે પણ અશક્ય તો નથી જ હોતા. દુર્જનોની દુર્જનતા કરતા પણ વધુ નુકસાન સજ્જનોની નિષ્ક્રિયતાએ કર્યું છે અને ખરી મજાની વાત એ છે કે નીરો ફીડલ વગાડે તેમ “આવું આક્રમણ હોતું હશે?' “આ તો બધી કલ્પનાઓ છે.” આવા સામુહિક નાદ ઘૂમી રહ્યા છે, એટલે પ્રાથમિક અવસ્થાએ આ આક્રમણની જાણ લોકોને કરવાનો પણ અવસર પ્રાપ્ત થાય તો પણ ઘણું કામ થયું ગણાશે. એકલદોકલ માણસથી આ લડાઈ લડી શકાય તેવી નથી. તેના માટે આયોજનબદ્ધ - રીતે એક તંત્ર ઊભું

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80