Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 65
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૫૭ જનમ જ્યતિ શાસનમ્ અમારિ’ની શરૂઆત અમારે ઘરેથી જ (ભાગ - ૨) અરિહંતોને જન્મ આપનાર “આહત્ય' છે. અરિહંતોની માતાનું નામ “કરુણા' છે. કોઈ એક આચાર્ય ભગવંતની આપણે સેવા કરીએ પણ એમની માતાનું ધ્યાન ન રાખીએ તો? તેમ ભગવાનની ભક્તિ કરીએ પણ ભગવાનને જે વ્હાલા તે આપણને પણ વહાલા એ ન્યાયે મૂંગા, અબોલ પશુઓને ન બચાવીએ તો? અને ખરેખર આપણી સાચી માતા આ પશઓ જ છે. કારણ આપણી માતાનું દૂધ આપણે વરસ - બે વરસ પીએ જયારે ગૌમાતાનું દૂધ આપણે જીવનભર પીએ છીએ. * અજૈનો ૩૩ કરોડ દેવતાઓનો વાસ ગૌમાતામાં માને છે અને છાણ એ સોનાની ખાણ છે એ બતાવવા લક્ષ્મીજીનો વાસ છાણમાં માને છે. કહેવાય છે કે ૩૩ કરોડ દેવતાઓના વાસ પછી છેલ્લે લક્ષ્મીજી આવ્યા કે મારું સ્થાન કયા? છેવટે ક્યાંય જગ્યા ન મળતા તેમણે છાણમાં વાસ કર્યો છે. આજ દૃષ્ટાંત બતાવે છે કે છાણની શી ઉપયોગીતા છે. - એક તરફ દેશમાં અદ્યતન કતલખાનાઓ ખોલતા જવા અને બીજી તરફ હોલેન્ડથી ૧૩.૦૨ અબજનું છાણ મંગાવવું. આના જેવી બીજી મોટી મૂર્ખામી કયો દેશ કરે? લાખના બાર હજાર કરવા જેવી કે હાથી વેંચીને ગધેડો ખરીદવા જેવી આ વાત છે. જે છાણ મંગાવવામાં આવ્યું છે તે જામનગર કે કંડલા બંદર ઉપર સુકવવામાં આવશે. ત્યાંથી જે છાણ મોકલવામાં આવે છે તે સંકરથનું હોવાથી અને પતલું પાણી જેવું હોવાથી તેને બંદર ઉપર સુકવવામાં આવશે. ત્યાંથી આવેલા જંતુઓની સામે આ ધરતી પર પ્રતિકંઠી જંતુઓ ઉત્પન્ન નહીં થવાથી કદાચ રોગચાળો પણ ફાટી નીકળે એવી સંભાવનાઓ છે. આવા આયોજનો સામે કહેવાતા દેશભકત રાજકારણીઓ પણ તેમના કાન કેમ નહીં આમળતા હોય? આખા દેશના અર્થતંત્રને ખોરંભે ચડાવનાર આ પશ હત્યાના રાજકારણના કેન્દ્રમાં નહેરુનું વિકાસનું મોડેલ છે. આ દેશે મશીનને કેન્દ્રમાં રાખ્યું છે તેથી આજે દેશની એક વ્યક્તિ દીઠ ૯૦૦૦ રૂ.નું દેવું છે. જે દેશમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી. ગોધન કેટલું છે તેના ઉપરથી ધનવાનપણું નક્કી થતું હતું. છાશ વેંચવી તે પાપ મનાતું હતું એ જ દેશમાં આજે દૂધનું ટીપું પણ જોવા નથી મળતું, મળે તો ડેરીના ગંદા-વાસી બટર ઓઈલ જેવા અજાણ પદાર્થોથી મિશ્ર કરેલા અપોષક દૂધે અંધત્વ અને અપોષણના રોગોની વણઝાર ચલાવી છે. દાનનો પ્રવાહ હોસ્પિટલોમાં વાળવાથી મૃતકોની અને રોગીઓની સંખ્યા બમણાં જોરથી વધવા લાગી છે. કારણ એલોપથીનું વિજ્ઞાન અપૂર્ણ છે. પરિવર્તનશીલ છે. જે પેનિસિલીનથી સઘળા રોગો ઉપર વિજય મેળવવાની વાત હતી તે જ પેનિસિલીન ભયંકર રોગો કરનારું છે તે નક્કી કરવામાં આવ્યું છે. હૃદયના રોગીઓને પહેલા સફીલા તેલનું પ્રિસ્ટીશન લખી આપનાર ડૉકટરો હવે એ બધા દર્દીઓને સફોલાથી જે નુકસાન થયું છે તેથી આંતરડાને સાજા કરવાની દવા લખી આપે છે અને હવે કહે છે સફોલો તો કયારેય નહીં ખાતા. શરીરમાં કોઈ અંગ વધારાનું નથી હોતું તેવું આપણા આયુર્વેદના શાસ્ત્રો છડી પોકારીને કહેતા તે હવે યુરોપ-અમેરિકા સ્વીકારવા લાગ્યા છે પણ લાખો લોકોનો એપેન્ડીક્સ નકામા સમજીને કાઢી નાખ્યા પછી. | મૂળ વિષય ઉપર પાછા ફરીએ તો દાનનો પ્રવાહ ગૌશાળામાં ગાયના સાચા દૂધનો પુરવઠો વધારવામાં કરવો જોઈએ. બીજી બાજુ યાંત્રિક કતલખાનાઓ બંધ કરી બળદોનો પુરવઠો વધારવો જોઈએ. માત્ર ૩૦૦ કરોડ રૂ.નું હૂંડિયામણ રળી આપતી માંસની નિકાસ બંધ કરી દેવી જોઈએ તો ફરી એકવાર મુળથી અપોષણ અને અંધત્વના રોગો ઉપર કાબૂ મેળવી શકીએ. ગુમડા ઉપર પાટાપીંડી કરવાને બદલે પેટ સાફ કરીને ગુમડાને મૂળમાંથી ઉખેડવાની મહેનત કરવી જોઈએ તો જ આ દેશનાં

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80