Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 63
________________ ૐ ૐ નમઃ જિનમ જ્યતિ શાસનમ શ્રેણી ક્રમાંક-પ૬ ‘અમારિ’ની શરૂઆત અમારે ઘરેથી જ (ભાગ - ૧) અંગ્રેજીમાં એક કહેવત છે “Charity begins at home". તે ન્યાયે જેમની કુળદેવી “જીવદયા” (કરણા) છે તેવા જેનોએ અમારિની શરૂઆત ઘરઆંગણેથી કરવી જોઈએ. "Think Globally, Act locally એટલે વિશ્વસંદર્ભનો વિચાર કરીને કરીએ ઘરના કામ. એ ન્યાયે ભાવના વિશ્વ આખાના સર્વાત્માની પણ સાધનાની શરૂઆત સ્વાત્માથી, પોતાનાથી જ કરવાની છે. આ શ્રેણીમાં અમારિનો વિચાર આપણે વૈશ્વિક રીતે કરવાનો છે પણ શરૂઆત આપણા ઘરમાં ઝાડુ કાઢતી વખતે રાખવાની જયણાથી કરવાનો છે. યોગોદ્ધહન કર્યા પછી જ જે આગમસૂત્ર વાંચી શકાય છે તેવા સમગ્ર જિન આગમનો સાર એક શ્લોકમાં અદભુત રીતે વર્ણવવામાં આવ્યો છે. અહિંસા ધ્યાન યોગશ્વ, રાતદિના” વિનિગ્નમ્ | સાધર્મિકતુ રાશ્વ, સરિમેશવ તત (જનમઃ એટલે કે અહિંસા, યોગમાં ધ્યાન, રાગ-દ્વેષનો નાશ અને સાધર્મિક પ્રત્યે અનુરાગ એજ જિનાગમનો સાર છે. અહિંયા પણ અહિંસાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. રાજાના ૪ પંડિતોને પોતાના સઘળા શાસ્ત્રોનો સાર માત્ર ૧ ચરણમાં રજૂ કરવાનો આદેશ રાજાએ આપ્યો ત્યારે ધર્મશાસ્ત્રના પ્રકાંડ પંડિત કપિલે પણ બધા ધર્મોનો સાર (કપિલઃ પ્રાણીનાંદયા) પ્રાણીઓ પર દયા રાખવાનો કહ્યો હતો. આ બતાવે છે કે આપણા જીવનમાં કેન્દ્રસ્થાને અહિંસા હોવી જોઈએ એના બદલે વાત કંઈક જુદી જ છે. અનાર્યો કહે છે Eat, Drink and be merry. ખાવાપીવો અને જલસા કરો. આપણે આ એક કદમ આગળ જઈને એક નવું સૂત્ર આપ્યું છે કે 'Live & Let Live'. જીવો અને જીવવા દો. પણ જે પ્રકારે હવે પ્રાણીઓની ક્રૂર કલેઆમ ચાલી છે તે હિસાબે હવે આપણે કહેવું પડશે કે We shall die, But thy Shall Live. અમે પ્રાણના ભોગે પણ આ પશુઓને બચાવીશું કરેંગે યા મરેંગે શા માટે? કરકે હી રહેંગે. ખરેખર તો પશુઓની બેફામ કલેઆમ પાછળ ભેજું પશ્ચિમના પવનનું છે. ફાઓના ડીરેકટર વાલ્બર્ગ હોલ્ડરે જાહેર કર્યું હતું કે “ભારતમાં તો હજુ ઘણા નવા યાંત્રિક કતલખાનાઓ થઈ શકે તેટલો મોટો પશુઓનો પુરવઠો છે.” ભારતીય પશુ કલ્યાણ નિગમ (એનીમલ વેલ્ફર બોર્ડ) જોકે જુદી વાત કરે છે. ૧૯૪૭માં ૧૦૦૦ માણસ દીઠ ૪૫૧ પશુઓ હતા જે ૨૦૦૧ની સાલમાં ૧૦૦૦ દીઠ માત્ર ૨૦ થઈને રહેવાના છે. રોજના આ દેશમાં એટલા પશુઓની કતલ થાય છે કે એ પશુઓના લોહીમાંથી આ દેશની બધી સરકારી ઈમારતોને અનેકવાર આ લોહીના લાલરંગથી રંગી દઈએ તો પણ લોહીના કન્ટેઈનરો વધી પડે. બસ, મારો અને કાપો એ સિવાય બીજી વાત નથી. પહેલાના જમાનામાં નાના નાના કતલખાનાઓ હતા. પણ આ કામ ક્રૂર ગણાતું. સમાજ ખાટકીઓને ધુત્કારતો. છૂપાઈને શરમાઈને માત્ર જીભના સ્વાદ ખાતર એકલ-દોકલ પશુઓની કતલ થતી હતી. જયારે આજે રાજયાશ્રયે જ આ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80