Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 64
________________ કતલખાનાઓ ચલાવવામાં આવે છે. અરે! આવા કતલખાનાઓ ચલાવવા માટે સબસિડી લોન, ઈન્કમટેક્ષ માફી વગેરે અનેક સવલતો આપવામાં આવે છે. કુમારપાળ મહારાજા અને કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યશ્રીજીને ઉપાલંભ આપવાનું કોઈકને મન થઈ જાય. કુમારપાળ મહારાજ તો રાજા હતા અને પ્રજા પાસે અમારિ પળાવવાની હતી. આજે ઊલ્ટી ગંગા છે. અમારે પ્રજાએ આ રાજાઓ (કહેવાતી સરકારના પ્રધાનો, બ્યુરોક્રેટ્સ વગેરે) પાસે અમારિ પળાવવાની છે. પશુઓની કતલ અન્ય દેશોની જીભના ચટકા માટે ન થઈ શકે તે માટે એક લોકઆંદોલન હમણાં જ લંડનમાં ફેલાયું છે અને લંડનથી બહાર કોઈપણ જગ્યાએ માંસની નિકાસ થતી હોય તો તેઓ દરોડો પાડે છે. પશુપંખીઓને પાંજરામાં રાખી તેના ઉપર પ્રયોગો કરવામાં આવતા હોય તો તેના પર ત્રાટકી તેઓ પંખીઓને મુક્ત કરે છે. આપણે જે સૌંદર્ય પ્રસાધનો લગાડીએ છીએ તે આપણને નુકસાન કરે છે કે નહીં તે જોવા માટે એકલા ફ્રાન્સમાં જ રોજના ૨૨,૦૦૦ પંખીઓની કલેઆમ થાય છે. એક માતા પોતાના બે દીકરામાંથી જે દીકરો મૂંગો હોય તેને વધારે પ્રેમ કરે છે. તેના પ્રત્યે એનું વાત્સલ્ય ઊભરાઈ જાય છે. તો આ પશુઓ આપણાં જ ભાઈભાંડુ છે. તેઓ આપણી દયા પર નભે છે. ખાવું છે કે પીવું છે એવું નહીં બોલી શકતા પશુઓને બચાવવાની જવાબદારી આપણા લોકોની છે અને દેવલોક કે નારકલોકમાં પશુ નથી. અહીં વચ્ચે પૃથ્વી ઉપર પશુ યોનિ એટલા માટે છે કે એને બચાવવાના સંસ્કારો આપણામાં પડે અને એકવાર પશુને આપણા વગર ચાલી શકશે પણ આપણને પશુ વગર નહીં ચાલી શકે. પશુધન ઝડપથી ખતમ થઈ રહ્યું હોવાને કારણે પાકિસ્તાન જેવા દેશે પણ બાવનને બદલે ૧૦૪ દિવસ સુધી કતલખાનાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે. અને આપણે કહેવાતા સંસ્કૃતિના ચાહકો આડેધડ પશુધનને ખલાસ કરી રહ્યા છીએ. દૂધનો ભાવ ૫૦ રૂપિયે લીટર થશે તો પણ દૂધ નહીં મળે કારણ કરોડો ડોલર સાથે ૩૦૦૦ મલ્ટીનેશનલ કંપનીઓ ત્રાટકી ચૂકી છે. બીજી ૧૭000 મલ્ટીનેશનલ કંપનીઓ લાઈનમાં ઊભી છે. જે ઊભી બજારેથી દૂધ ચૂસી લઈ તેમાંથી ચીઝપનીર, બટર, ચોકલેટ, આઈસક્રીમો બનાવશે. સ્વામી વિવેકાનંદને એકવાર ફોરેનમાં એક કતલખાનાવાળાએ તેમનું કતલખાનું બતાવ્યું. એકબાજુ એક ગાયને કતલ માટે ઊભી રાખી અને બીજી બાજુ ૨ મિનિટમાં ૧૮ ડબ્બાઓ પેક થઈને બહાર પડયાં. કોઈમાં માંસ, કોઈમાં લોહી, કોઈમાં હાડકા, ચામડી વગેરે અને પછી સ્વામી - વિવેકાનંદને પૂછયું કેવી લાગી અમારી આ અદ્યતન ટેકનોલોજી ત્યારે ભારે શોકની લાગણી સાથે સ્વામીજીએ કહ્યું કે તમને મારી શાબાશી જોઈએ છે? તો એક કામ કરો કે એકબાજુ આ ૧૮ ડબ્બાઓ મૂકી દો અને ફરીવાર મશીન ચાલુ કરી જીવતી ગાય બહાર કાઢી આપો તો તમને શાબાશી આપું. | (અપૂર્ણ) -- - - - - - -- સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી. શ્રી રમણિકલાલ મણિલાલ શાહ જો તમે અર્થ અને કામને પરમાર્થ બનાવવા માગતા હો, તો તેમાં કમી આજનો સુવિચાર નીતિ અને સદાચાર ઘાલી દો, આવી રીતે નિયંત્રિત બનેવા-બેફામ નહિ બનતી અર્થ, કામ, પરંપરચા (ધર્મ દ્વારા) મોક્ષનું કારણ બને છે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯ = = = = = = = :::: :

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80