Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 62
________________ ૧ વર્ષ જૂનું થયું હોય તેવું જ અનાજ ખાવું, વધુ પડતી ઊંઘ ન લેવી. કાચો ગોળ, માંસાહાર, કફ કરનારા પદાર્થો દહીં, છાશ, ભીંડા, કાચા-પાકા કેળા, મોસંબી, નારંગી, મગફળી-સીંગ, તલ, ટોપરું, મેંદાની તમામ ચીજો, તળેલી વસ્તુઓ, ઈડલી-ઢોકળા-જલેબી, પાઊં-બિસ્કીટ જેવી આથાવાળી ચીજો, ખટાશ, મીઠું (મીઠાના બદલે સિંધવ થોડા પ્રમાણમાં લઈ શકાય.) મૈથુન, મૂત્ર-પેશાબ રોકવાનું, ધુમ્રપાન, વાલ, માવા-મેંદાની મિઠાઈઓ, દૂધી, કોળું, શેરડી કે તેનો રસ, તમામ ઠંડા કે ફ્રીઝના પદાર્થો, સીધો કે ઠંડો પવન, એ.સી.ની ઠંડક, પૌઆ, ઠંડા પાણીએ સ્નાન. આ બધી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. હવે નીચેની વસ્તુઓનો ઉપયોગ કરવો. મમરા, ખાખરા, મગ, મગનું પાણી, જાડા ચોખા (રેશનીંગના), મઠ, ઘઉં, કળથી, તુવેર, ચણા, તુવેર-ચણાની દાળ, સરગવો, થોડું ચાલવાનું, હળવી કસરત, થોડા પ્રમાણમાં કેસર-સુખડી-શીરો વગેરે ખાવો, રાઈ, મેથી, જીરું, કારેલા, શાકભાજીનો સૂપ વગેરે વાપરવું. ઉપાયમાં નિર્મળીના ૧-૨ બીજનો છાશમાં કરેલો ઘસારો અથવા છાશમાં બરોબર લસોટીને ઢીલી ચટણી જેવું બનાવીને ચાટી જવું. ઉપર ૧ કપ પાતળી છાશ પીવી. દિવસમાં ત્રણ વખત લેવાનું. જો આ દવાથી વમનઊલ્ટી થાય તો દવાનું પ્રમાણ અડધું કરી નાખવું. છ થી બાર મહિના આ રીતે કરવાથી મધુપ્રમેહ અને તમામ પ્રમેહો મૂળમાંથી મટે છે. તાત્કાલિક ઉપાય માટે મામલેવો, કારેલા, ઈન્દ્રજવ, જાંબુના ઠળિયાનું ચૂર્ણ સમભાગે મિશ્ર કરી ૨-૨ ચમચી સવાર-સાંજ લેવું. લો સુગર થાય તો ઈન્સુલીન લેતાં હોય તો ઘટાડતાં જઈ બંધ કરવું અને પછી ચૂર્ણ પણ ધીમે ધીમે ઓછું કરતાં જઈ બંધ કરવું. લો સુગરના લક્ષણોમાં ચક્કર, આંખે અંધારા, પોપચાં ભારે થવા, વધુ ઊંઘ આવવી, અશક્તિ લાગવી વ. ગણાય છે. ગાયના ઘીમાં શેકેલ હળદર ચૂર્ણને આમળા ચૂર્ણ સાથે સમાન ભાગે મિશ્ર કરી રાખવું. દરરોજ સવારે નરણાં કોઠે ૨ ચમચી ચૂર્ણ ૧ ગ્લાસ ખળખળતાં ઊષ્ણ પાણી સાથે લેવું. શરૂમાં ૩૪ વાર હાજત થાય તો ગભરાવું નહીં. કચરો નીકળી જવા દો. (જંબુદ્રીપ માસિકમાંથી સાભાર).. હેં! હોય નહીં? વર્ષાઋતુમાં પિત્તનો જે સંચય થયો હોય છે તે શરદના (ભાદરવો/આસોના) તીખા તડકાને કારણે પ્રદપિત થાય છે અને તેથી જ શરદને રોગોની જનની કહી છે. તેથી આ ઋતુમાં નીચેની બાબતોની કાળજી રાખવી અત્યંત જરૂરી છે. (૧) તડકાથી બચવું (૨) ઊકાળેલું પાણી પીવું (૩) દૂધ-ઘી-કેળા-દાડમનો ખોરાકમાં ઉપયોગ કરવો (૪) શ્રાદ્ધમાં ખીર, દૂધપાક, ઘી-કેળા વગેરેનો વપરાશ આ ઋતુમાં પથ્ય છે. (૫) કારેલા, દૂધી, પરવર, કોળું, મેથી, તાંદળજો વગેરે શાકપાનનો ઉપયોગ કરવો હિતાવહ છે (૬) ઠંડો અને વાસી ખોરાક તેમજ સુકવણી કરી તળેલા શાક વગેરે ન ખાવા (૭) ઊષ્ણ, તીક્ષ્ણ, તીખાં, ખારાં, ખાટા રસનો ઉપયોગ ઓછો કરવો (૮) માથા ઉપર સૂર્યનાં સખત તાપના કિરણોથી બચવા માથે ઢાંકેલું રાખવું અથવા છત્રીનો ઉપયોગ કરવો (૯) આમળા, ત્રિફળા, કાળ દ્રાક્ષ, ગરમાળાનો મૃદુ રેચ લઈ પેટ સાફ રાખવું (૧૦) રાત્રે ખુલ્લામાં, શીતળ વાતાવરણમાં, મનને આફ્લાદ પમાડે તેવા સંગીત, આનંદનાં વાતાવરણમાં રહેવું. શરદ પૂર્ણિમાના દિવસોમાં દૂધ-પૌંવા, ચન્દ્રની શીતળ છાયાની, ફૂલની મધુરી સુવાસ અને મિત્રવંદમાં આનંદ માણવો. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી એક સદગૃહસ્થ તરફથી તધ્યા વિના મન રોયા વિના નહિ ચાલે, આજનો સુવિચાર - જે પરણે તુટી જાય તે ઈન્સાન છે. - જે સ્વદોષે તટી પડે તે મહાન છે. - જે dશવિરહે તરફડતો રહે તે ભગવાન છે. વર્ધમાનું સંસ્કૃતિધામ વિવિયોગ પરિવાર (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેનાન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80