Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 60
________________ કોણ શું કહે છે ? સરોવર : દાન આપવાથી ઈશ્વરે આપેલું ક્યારેય ઓછું નથી થતું. પરપોટો : જગતમાં જે માથું ઊંચકે છે તે મરે છે. સૂર્ય : અતિ ઊગ્ર બનશો તો કોઈ સામું પણ નહીં જુએ. સોય ? જુદા પડેલાને મારી જેમ ભેગા કરતાં શીખો. એરણ : સહન કરશો તો સખત બનશો. હથોડો : ઘા કરનાર થાકશે. મુગો: ફૂલાતા જશો તો ફાટી જશો. સાણાસી : ઢીલું મૂકશો તો શિકાર છટકી જશે. વાદળા : મારી જેમ બીજાને માટે વ૨સી જતાં શીખો. બીજ : પૃથ્વીના પડને પણ ચીરીને બહાર આવતા શીખો. વૃક્ષ : કાયાને કષ્ટ આપીને શરણે આવેલાને શાંતિ આપો. તારાઓ : અંધકારમાં પણ આશાનો પ્રકાશ ગુમાવશો નહીં. અરીસો : જેવા હશો તેવા દેખાશો. ઘડિયાળ ઃ સમય ચૂકશો તો કિંમત ઘટી જશે. સાગર : મારી જેમ વિશાળ અને નિખાલસ હૃદય રાખો. ગુલાબ : તમારા સુકૃત્યોની સુવાસ બીજાને આપો. દીપક : જાતે બળીને બીજાને પ્રકાશ આપો. હું હોય નહીં? * મોલમાં જવાનું બારું ભારતવર્ષની ભવ્ય ભૂમિ જ છે કારણ અહીં ૬ ઋતુ બરાબર સપ્રમાણ હોય છે. લંડન વગેરેમાં ૨ મહિના માત્ર ૨-૪ કલાક સૂર્ય ઊગે અને ૨ મહિના માત્ર ૨-૪ કલાકની જ રાત્રિ રહે છે. ભારતની ભવ્ય ભૂમિમાં છએ ઋતુ પ્રમાણે ધન-ધાન્ય, ફળ-ફળાદિ વગેરે ઊગે છે એ પ્રમાણે આહાર ગોઠવી દેવામાં આવે તો “ઋતુચર્યા” પરિપૂર્ણ થઈ ગણાય. એજ પ્રમાણે દિનચર્યા અને જીવનચર્યા ગોઠવી દેવામાં આવે તો એવા માણસના શરીરે આરોગ્ય ટકી રહે છે. જે ભવિષ્યમાં મોક્ષમાં જવા માટેની અનુકૂળતા કરી આપી છે. (અપૂર્ણ). સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી ડીપ ડિએશન (જીગર અને દીપક) | | | | | | ' કે ' ' છે પોતે જ પોટ છે ? આજનો સુવિચાર - સારા કા વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકારી સંસ્કૃતિ ભવન) ૬, ધન મેનાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી કેશ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેસઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80