Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar
View full book text
________________
- ૐ ૐ નમઃ
શ્રેણી ક્રમાંક-૫૪ નિમ જ્યતિ શાસનમ પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતા
(ભાગ - ૧) આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિમાં તનના અને મનના અનેક રોગોના રામબાણ ઔષધો આપવામાં આવ્યા છે. આયુર્વેદમાં કોઈ ઝડપી અસરવાળો કોઈ ઉપચાર નથી તેવો ખોટો આક્ષેપ કરવામાં આવે છે. અહીંયા આપણે એલોપેથીને પણ ભૂલી જઈએ તેવા આયુર્વેદના સીધાસાદા અને ઝડપી ઉપાય જોઈએ.
સાપનું ઝેર ઉતારવાનો સરળ ઉપચાર પ્રાચીન શાસ્ત્રોની અંદર એટલા અદ્ભત રહસ્યો પડેલા છે કે જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો આજે જગતને આંજી નાખનાર વિકાસના મોડેલો ફિક્કા લાગે. એક સાદો-સરળ પ્રયોગ જોઈએ.
સાપના ઝેરને ઉતારવા માટેનો પ્રયોગઃ જેને સાપ કરડયો હોય તેને તુરંત શકય હોય તો પીપળાના ઝાડ પાસે લઈ જવો અથવા પીપળાના ૫૦-૧૦૦ કુમળા પાન દર્દી પાસે લઈ જવાના. પીપળ અને પીપળો અલગ છે. પીપળમાં પાન નાના હોય છે. પણ પીપળામાં પાનની દાંડી પણ લાંબી અને પૂછડી પણ લાંબી હોય છે. આપણે પીપળ નહીં પીપળો વાપરવાનો છે. દર્દીને જડબાથી બે માણસ ખૂબ મજબૂતાઈથી પકડી રાખે અને એક માણસ 'દર્દીના પાછળના ભાગમાં ઊભો રહી એના બન્ને કાનમાં આ પાન રાખે. કાનને અડાવવાના નહીં પણ કાનના કાણા સુધી છેક લઈ જવાના. આ પાનમાં પાછું ધ્યાન રાખવાનું કે જયારે તોડીએ ત્યારે તેમાં દૂધનું ટશિયું ફટયું હોય તે લુછી નાખવાનું નહીં. જો સાપ કે નાગ ઝેરી નહીં હોય તો દર્દીને વેદના નહીં થાય. પણ જો ઝેરી હશે તો લોહીમાં ભળેલ ઝેર વાળો દર્દી સખત દર્દથી પીડાશે. દર મિનિટે આવી રીતે બીજા બે પાનની જોડી; ફરી પાછી બે પાનની જોડી એમ અવારનવાર ૧૦-૧૫ મિનિટ આ પ્રમાણે કરતાં ધીમે ધીમે વેદના ઓછી થતી જશે. પછી દર્દીને સુવડાવી દેવાનો. કરડયા પછી શકય એટલી ઝડપથી આ ઉપચાર શરૂ કરવો. રણ અને સમુદ્ર સિવાય ભારતમાં કયાંય પણ જાઓ તો લગભગ ૧૦૦ ડગલામાં એક પીપળાનું ઝાડ તો મળશે જ.
ગુજરાત વિદ્યાપીઠના એક અગ્રણી પ્રોફેસરે આજ સુધી આવા ૧૦૦થી વધારે કેસોમાં આ રીતે ઝેર ઉતારવામાં સફળતા મેળવી છે. શરીરને અડે નહીં છતાં લોહીમાં પ્રસરી ગયેલું ઝેર ઉતરી જાય, એવા ગૂઢ રહસ્યો આપણા જૂનો વારસામાં જ સંભવી શકે. - દર્દીને ઊંઘવા નહીં દેવો જોઈએ. આંખમાં પાણીની છાલકો મારતાં રહેવું જોઈએ. સાપનું ઝેર ઉપર ચડે
છે એટલે હૃદય અને મગજ સુધી ઝેર પહોંચે એ પહેલાં આ પ્રયોગ કરી લેવો જોઈએ. આમાં અન્ય કોઈ નુકસાન પણ નથી. બીજું જયાં કરડયો હોય તેના ઉપરના ભાગમાં ફીટ દોરી-પાટો કે પટી બાંધી દેવી જેથી ત્યાં ધમની દબાવાથી લોહીનું પરિભ્રમણ ઓછું થાય અને ઝેર આગળ પ્રસરતા અટકે છે.
આંખોમાં તેજ લાવનાર જૂનું ઘી શીલ્પશાસ્ત્રોની દૃષ્ટિએ રચાયેલા શિખરની ઉપરના ટોચનાં મણીબંધ પથ્થરની નીચે અને શિખર ઉપર ગાયના ઘી ભરેલી અને કલાઈથી સીલ કરેલા તાંબાના કળશો રાખવામાં આવતા. તેથી મંદિર ઉપર વીજળી પડે ત્યારે ગાયનું ઘી એ વીજળી શોષી લે અને મંદિરને તૂટવા ન દે. જૂનું ઘી આંખમાં આંજવાથી ઘણું જ પાણી નીકળે છે અને આંખને ખૂબ ઠંડક મળે છે.
સુશ્રુત જણાવે છે કે જૂનું ઘી ત્રણેય દોષને હરનાર છે. ૧૧ વર્ષ જૂનું ઘી અપસ્માર (વાઈ) અને ગાંડપણ મટાડનાર છે. નાકમાં ટીપાં પાડવાથી શિરોવ્યાધિના રોગોને મટાડે છે. ૧૧૧ વર્ષ જૂનાં ઘીને કુંભ સર્પ કહે છે. તે તમામ જાતના બેકટેરિયાને મટાડે છે તેથી જૂનું ઘી મહાધૂત કહેવાય છે. તે બુદ્ધિને વધારે છે અને આંખના તિમિરના રોગોનો નાશ કરે છે.

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80