Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 61
________________ ૐ ૐ નમઃ જૈનમ્ જ્યતિ શાસનમ પ્રાચીન સંસ્કૃતિની ભવ્યતા (ભાગ - ૨) નિર્મળીના બીજ શ્રેણી ક્રમાંક-૫૫ મોટા શહેરોમાં દેશી ઓસડિયા વેચતા ગાંધી-કરિયાણાની દુકાને આ બીજ ૫ થી ૧૦ રૂા. કીલોના ભાવે મળી રહે છે. સૂતરના બટન જેવા આકારના અને સહેજ પીળા રંગના આ બી સખત-કડક હોય છે. વાપરતા પહેલા બીજને ધોઈને કોરા કરી નાખવા. પેટમાં કોઈ પણ પ્રકા૨નું ઝેર ગયું હોય ત્યારે નાના બાળકોને નિર્મળીના બીજનું ચૂર્ણ ૫ ગ્રામ અને મોટાને ૧૦ ગ્રામ પાણીમાં હલાવી પીવડાવી તેના ઉપર ૧ લોટો કે ૨ લોટા ગરમ પાણી પીવડાવવાથી ૫-૧૦ મિનિટમાં જ આ ઝેર વમન દ્વારા નીકળી જશે. વીંછીનું ઝેર ઉતારવા નિર્મળીના બીજ પથ્થર ઉપર સહેજ પાણી સાથે ઘસીને તેનો લેપ ડંખ ઉપર ક૨વાથી અથવા બીજના ચપટા ભાગને થોડો ઘસીને આખું બીજ ડંખ ઉપર ચોંટાડી દેવાથી વીંછીનું ઝેર ૧૦ મિનિટમાં ઊતરી જાય છે(પથરીના રોગો માટે નિર્મળી ધૃત (ઘી) સવાર-સાંજ ૨-૨- ચમચી જેટલું લઈ ૨-૨ ચમચી ગોખરું ચૂર્ણ સાથે ૬ થી ૧૨ માસ લેવાથી પથરીના તમામ રોગો મૂળમાંથી મટે છે. નિર્મળી ઘી બનાવવા બીજનું ૧૦૦ ગ્રામ ચૂર્ણ ૧ લીટર પાણીમાં ચાર કલાક પલાળી ૧ કી. ઘીમાં બધું નાખી, ધીમા તાપે ચૂલા ઉપર પાણી બળી જાય અને ચૂર્ણ દાઝીને શ્યામ થાય ત્યાં સુધી ઘીમાં પકવીને ઊતારી લેવાથી નિર્મળીઘૃત તૈયાર થઈ જાય છે. નિર્મળીના બીજનું ચૂર્ણ ૧ ગ્લાસ પાણીમાં ૫ ગ્રામ પલાળી ૬ થી ૧૨ કલાક રહેવા દઈ પાણી ગાળીને કલાકે ૨-૨ ચમચી પાણી પીવાથી તથા તે ટીપાં વારંવાર બને નસકોરામાં નાખી અંદર શ્વાસ લેવાથી વાઈ-ફીટહીસ્ટેરીયા, અપસ્માર જેવા હઠીલા રોગો લાંબા સમયે મૂળમાંથી મટે છે. પાણીને નિર્મળ કરે તેનું નામ જ નિર્મળી. ૧ ડોલ પાણીમાં ૧૦ થી ૨૦ નિર્મળીના બીજ નળે બાંધવાની કોથળીમાં ભરી કોથળી બાંધી તે કોથળી પાણીમાં નાખી ૧ કલાક રહેવા દેવાથી પાણી જંતુમુક્ત, ડોહળાશમુક્ત, સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુપાચ્ય બને છે. પાણીને સાચવીને નિતારીને ઉ૫૨થી બીજા પાત્રમાં લઈ લેવાનું. નીચેના ૨-૩ ગ્લાસ પાણીને ૨હેવા દઈ કાઢી નાખવાનું. કલોરીનની ટીકડીઓ નાખવાથી કેન્સર, અલ્સર અને ચામડીના રોગો થાય છે. નિર્મળીના બીજ એની સામે વીમો ઉતારી આપે છે. આંખોના નંબર અને આંખના તમામ રોગીએ પરવળ, તાંજળિયો અને ડોડી (જીવન્તી) સિવાયના તમામ શાકભાજી બંધ કરી નાખવા અથવા એકદમ ઓછા કરી નાખવા, ટી.વી. જોવાનું બિલકુલ બંધ કરી ત્રિફળા ૨ ચમચી, ૧ ચમચી ગાયનું ઘી અને જૂનો ગોળ જરૂ૨ પ્રમાણે મેળવી ૧ લાડુડી બપોરે ભોજનની વચમાં ખાવી. નિર્મળીના દસ બીજ નળે બાંધવાની કપડાંની કોથળીમાં ભરી માટીની પાણી ભરેલી કુલડીમાં ૧૨ કલાક સુધી પલાળી રાખવાના પછી બીજ કાઢીને સૂકવી નાખવાના. આ પાણીને આંખ ધોવાની બે પ્યાલીમાં રાખી પાણીમાં બન્ને આંખો એકસાથે નાખીને ખોલ-બંધ કરવાની. પછી ફરીવાર એ કુલડીના પાણીથી આ પ્રક્રિયા કરવાની. શરૂઆતમાં આંખ લાલ થઈ જશે, પણ તેની ચિંતા નહીં કરવાની. આ પ્રક્રિયા રોજ કરવાની. બીજ ૨૫-૩૦ દિવસે બદલાવી નાખવાના. કન્જકટીવાઈટીસ વખતે ૨૫-૩૦ બીજને ૨૫૦ ગ્રામ પાણીમાં ઊકાળી ૨૦૦ ગ્રામ પાણી બાળીને ઊતારી ગાળીને તે ૫૦ ગ્રામ પાણીને ઠંડુ કરી તે પાણીના ટીપા આંખમાં નાખવાથી અથવા ઉપર બતાવ્યા પ્રમાણે ધોવાથી કન્જકટીવાઈટીસ ૧ કલાકમાં મટી જશે અથવા કોઈ રોગીની સામે જોશો તો પણ આ રોગ થશે નહીં. આવું પાણી બે દિવસથી વધારે રાખવું નહીં. મધુપ્રમેહ-ડાયાબીટીશ એ આજકાલ બહુ સામાન્ય રોગ થઈ પડયો છે. ૨૦ પ્રકારના પ્રમેહને મૂળમાંથી મટાડવા નીચે પ્રમાણે જો પ્રયોગ કરવામાં આવે તો મૂળમાંથી આ રોગ મટી શકે છે. રોગીએ નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખવી. એક ઠેકાણે અરધો કલાકથી વધારે બેસવું નહીં, દિવસે ઊંઘવું નહીં, માનસિક ચિંતા ક૨વી નહીં.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80