Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 49
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૪૯ | જેલમ જ્યતિ શાસનમ્ Rા ટી.વી. તારા પIV | (ભાગ - ૨) ટી.વી ના દશ્યો મનમાં ઝીલીને મોટા પણ કરતાં વિચાર કરે તેવી અનેક વસ્તુની તેને આદત પડી જાય છે. કોકા કોલાની જાહેરાતમાં ઘરમાંથી ઉપરથી નીચે પડવાની નકલ કરનાર એક બાળક હમણાં જ મરણને શરણ થયો. બીજી એક મહત્ત્વની વાત વજન વધવા અંગેની છે. ટી.વી. સામે જોઈને બેસતી વખતે બાળક અનેક પ્રકારની ગળી, તળેલી, વધારે ઘી-તેલ, માખણવાળી, ચીઝવાળી અને ઠંડા પીણા, આઈસક્રીમ વગેરે ખાય છે, સતત ખાય છે. હવે, પ્રવૃત્તિ ઓછી છે અને પ્રોગ્રામ જોવામાં મશગુલ બાળકને ખાવામાં પ્રમાણભાન નથી રહેતું તેથી વજન વધતું જાય છે. બીજું શરદી, ઉધરસ, વાયરસ ઈન્ફકશન થાય એ તો તદ્દન સ્વાભાવિક છે. કારણ વધારે કેલેરી અને અપોષણયુક્ત ખોરાક ખાધેલ હોવાથી તેની રોગપ્રતિકારક શક્તિ ખલાસ થઈ જાય છે અને આ જ કારણે આ બાળકને, મોટું થાય ત્યારે, જાડાપણું, હૃદયરોગ, ડાયાબીટીશ, બી.પી.ના રોગો થવાની શકયતા વધી જાય છે. માનસિક રીતે પણ બાળક એકલપટો, રીસામણા સ્વભાવનો, ગુનાહિત માનસવાળો, સ્વાર્થી ઉડ અને ઉશ્રુંખલ બનતો જાય છે. માતાપિતા ઈચ્છે છે કે આ બાળક ભવિષ્યમાં અમારો લાકડીટેકણ બનશે તેને બદલે તેના માટે જ માતાપિતાને ઢસરડો કરવો પડે તેવો ખેલ સર્જાય છે. ટી.વી.ના પરદાનું લેવલ અને અંતરમાં ફેરફાર હોવાને લીધે તેના ડોક-કમરના સ્નાયુ અને સાંધાની તકલીફ પણ થાય છે. અને બે થી સાત વર્ષની ઉમર ઈમ્પશનેબલ એઈઝ ગણાય છે. તે વખતે જેવા સંસ્કાર મળ્યા હોય (સારા કે ખરાબ) તેની અસર જીવનભર જોવા મળતી હોય છે, ભારતના ટીનેજરોને લક્ષ્યમાં રાખીને રૂા.૪૫૦૦ કરોડ રૂા. ટી.વી.માં જાહેરખબર પાછળ ખર્ચવામાં આવે છે. બ્રિટીશરોની જેમ હવે મુંબઈના બાળકો પણ સપ્તાહમાં ૨૧ થી ૨૨ કલાક ટી.વી. જોવામાં મશગુલ થઈને અગણિત માનવકલાકોનો વેડફાટ કરે છે. બ્રિટનમાં “પાવર રેન્જર્સ' નામની સિરિયલ ૭૪ લાખ બાળકો જુએ છે. બાળકનો ખીસ્સાખર્ચ વધતો જાય છે. પિતાનું બજેટ, બન્ને બાજુથી બળતી મીણબત્તીની જેમ ઓગળતું જાય છે. લંડનમાં બ્રેવર્લી હિલ ૯૦૨૧૦ નામની સિરિયલ પાછળ લોકો પાગલ થયા છે. ત્યાંની હોલિવુડની ૧૨ વર્ષની એકટ્રેસ મેલીસાનો રોજનો સૌંદર્યપ્રસાધનો પાછળનો ખર્ચ ૧ લાખ રૂ.નો છે. ફેન્સી કપડા પાછળ દર મહિને તે ૧૫ લાખ રૂા. ખર્ચે છે. તેના શોપીંગ કન્સલ્ટન્ટોને કે વ્યાયામ શિક્ષકોને જ દર મહિને ૨૦-૨૫ હજાર રૂપિયાના પગારો છે. તેને જોઈને નાના બાળકો પણ સતત અરીસા સામે ઊભા રહે છે. તેના જેવા દેખાવા મહેનત કરે છે. અમેરિકાની ૧૩ થી ૧૪ વર્ષની છોકરીઓમાં ૭૨% નેઈલ પોલીશ કરે છે, ૬૭% છોકરીઓ લીપસ્ટીક લગાડે છે, ૫૦% આંખની કૃત્રિમ પાંપણ લગાડે છે. બી.બી.સી.ની ચેનલ નં. ૨ સૌથી વધુ અશ્લીલ અને બિભત્સ દયો બતાવે છે. એનેસ્ટેસિયા ટોફેકિસસે “ધ વાયોલન્ટ કીસ'માં લખ્યું છે ૧૬ વર્ષથી નીચેની ઉંમરના બાળકોની નજર નીચેથી ૨ લાખથી વધુ હિંસક દશ્યો પસાર થઈ ગયા હોય છે. કાળાંતરે આ દશ્યો ઉત્તેજનામાં પરિણમી ખૂન જેવા ભયંકર અપરાધ કરાવે છે. એક માને ત્રણ દીકરા. ૩ વર્ષના નાના ટેણિયાને માં ટાંકીના ઢાંકણ પાસે નવડાવતી હતી ત્યારે ૫ અને ૭ વર્ષના બન્ને દીકરાઓનો ઝઘડો થયો. ૭ વર્ષનાએ ૫ વર્ષના બાળકને છરી હુલાવી દીધી. માતા ત્રણ વર્ષના દીકરાને મૂકીને દોડી તે પાણીમાં પડી મરી ગયો. આ બાજુ ૫ વર્ષના બાળકનું ખૂન કરી ૭ વર્ષનો બાળક છાપરા ઉપર ઘેડયો તે પણ પડી જતા આખું શરીર પતરાથી વિંધાઈ ગયું. એક ટી.વી.ના પાપે માતાએ આંખના પલકારામાં પોતાના ત્રણેય બાળકોને ગુમાવવા પડયા.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80