Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 52
________________ ઊગાડવામાં આવ્યા પણ એના ટોક્સિક રેડિએશનને છોડવા ખમી ન શક્યા અને છોડવા વિકૃત થઈ ગયા. છોકરાઓ ટી.વી. જોયા પછી થાકી જાય છે તેનું કારણ આ વિકિરણો જ છે. ૬૦ દિવસ સુધી એક ગર્ભવતી કૂતરી ટી.વી.ના રૂમમાં રાખી ડો. એસ. પી. શોશેએ નોંધ કરી કે ચારેય ગલુડિયાં લકવાગ્રસ્ત જમ્યા અને ત્રણ તો જન્મથી જ અંધ હતા. ગર્ભવતી બેનો જે સતત ટી.વી. સામે જોયા કરે છે તેના બાળકો ભૂલા-લંગડા અને આંધળા જન્મી શકે છે તેવું નિરુપણ એક જર્મન વૈજ્ઞાનિકે કર્યું છે. પ્રો. જહોન મેકડોનાલ્લે એક પોપટને રોજ ટી.વી. સામે રાખતા તે પોપટને ચાંચ ઉપર ભૂરા રંગનું ટપકું થઈ ગયું અને પોપટે ચાર ઈંડાને જન્મ આપ્યો. પુરુષમાંથી સ્ત્રી જાતિમાં પોપટનું પરિવર્તન આ વિકિરણો દ્વારા થઈ ગયું. ઈલેકટ્રોનિક કાઝ અને ઓડિયો કેસેટને ટી.વી.થી દૂર રાખવામાં આવે છે નહીં તો ડેટા ભૂંસાઈ જવાનો ડર લાગે છે. તો પછી માનવશરીર અને મન તો ચેતનવંતા કોષોનો બનેલો એક સંવેદનશીલ ભાગ છે તેના ઉપર આ ટી.વી., વિડિયોની શી અસર થતી હશે. ટી.વી ને કારણે એરિઝોનાના ટકશન શહેરમાં ૨૫૦૦ બાળકો લ્યુકેમિયા એક જાતના બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા છે. બોસ્ટનમાં ૬00 બાળકો હોસ્પિટલમાં ટી.વી. જન્ય કેન્સરની સારવાર લઈ રહ્યા છે. ટી.વી. કાઢવાની હામ ન હોય તો કમ સે કમ નહીં મામા કરતાં કાણો મામો સારો એ ન્યાયે કેબલ લેવાનું બંધ કરી દઈએ તો પણ ઘણું મોટું કામ થયું લેખાશે. (સંપૂર્ણ) હૈ ! હોય નહીં? બત્રીસ લક્ષણા પુરુષની વાત આપણે ઘણી વાર વાંચી છે પણ આ બત્રીસ લક્ષણો કયાં ક્યાં છે તેનો આપણને ખ્યાલ નથી. શ્રી ભગવદ્ ગોમંડળ શબ્દકોષમાં નીચે મુજબના બત્રીસ લક્ષણો આપવામાં આવ્યા છે. (ક) પુરુષના પાંચ લક્ષણઃ સ્વામાન, ધીરજ, વાકપટુતા, ક્ષમા અને સત્ય. (ખ) કાગડાના પાંચ લક્ષણઃ અવિશ્વાસ, લાજ, સમય–પરીક્ષા, ચંચળતા અને જ્ઞાતિ સંમેલન. (ગ) મોરનાં સાત લક્ષણઃ ઊચ્ચસ્થાને રહેવું, શત્રુને માત કરવો, મધુર ભાષણ કરવું, સ્વરૂપે સુંદર હોવું, સુઘડતા રાખવી, યુક્તિ-પ્રયુકિત જાણવી તથા શીળા રહેવું. (૫) કુકડાના ચાર લક્ષણોઃ વહેલું ઊઠવું, યુદ્ધમાં અડગ રહેવું, પરિવારનું પોષણ કરવું, સ્ત્રી ઉપર પ્રતિ કરવી. (ચ) ગધેડાના ત્રણ લક્ષણઃ મહેનત કરવી, દુઃખને ગણકારવું નહીં અને સંતોષી રહેવું. (છ) બગલાનું એક લક્ષણઃ એક ધ્યાન રાખવું. (જ). કુતરાના છ લક્ષણઃ સંતોષ, અલ્પનિદ્રા, તરત સમજી જવું, સ્વામીભક્તિ, સાહસ અને કૃતજ્ઞતા. (૪) સિંહનું એક લક્ષણઃ પરાક્રમ કરતા રહેવું. આ પ્રકારે બત્રીસ લક્ષણ કહેવાય છે, જેનામાં આ બત્રીસ ગુણ હોય તે વહેવારની ભાષામાં સર્વગુણ સંપનકહેવાય છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી અમિચંદભાઈ વનમાળીદાસ શાહ. અય માનવા માનવશક્તિ૫ સોનાના લાસમાં હાર ન રેડ. આજનો સુવિચાર - એ દુધ રેડ નહિ તો છેવટે છાશ રેડ.- લોગણે - બેફામપણે તે દાદ છે. જ ર ધાર્મિકતી તે દધ છે. ભોગ અટકો તે છાશ છે. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેનાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે, નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિવિયોગ પરિવાર બી-૨૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80