Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar
View full book text
________________
ૐ ૐ નમઃ
શ્રેણી ક્રમાંક-પર જામ્ જ્યતિ શાસનમ વિસમ્રાટ મહવીરપભુનું પૂણ્યત્વ લોકોને હવે ઇશ્વર સમજાશે
(ભાગ - ૧) ૨૫૫ર વર્ષ પહેલાં વીરપ્રભુએ ૧૪ રાજલોકનાં ૧ પણ જીવને દુઃખ નહીં પહોંચાડવાની જે વાત કરી હતી તે આજે રશિયાના “સુજહલમાં ભરાયેલા વૈજ્ઞાનિક સંમેલનમાં બજાજ, ઈબ્રાહીમ અને સીંગ નામના વૈજ્ઞાનિકો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી “બીસ થિયરી ઓફ અર્થકવેકસ”માં પણ એજ વાત કરવામાં આવી છે. તેમણે વૈજ્ઞાનિક રીતે રજૂ કરીને બતાવ્યું છે કે - આ સૃષ્ટિ ઉપર અને ભારતમાં આવેલા છેલ્લા ત્રણ-ત્રણ ભૂકંપો કતલખાનાને આભારી છે. કતલખાનાઓ અને યુદ્ધોથી ઈ.પી.ડબલ્યુ, વેલ્ટ એટલે કે - “આઈન્સ્ટાઈન પેઈન વેઝ” અથવા તો “નોસિસેશન વેલ્ટ” નીકળે છે. જેની ગરમી ૧૦૪૦ મેગાવોટથી પણ વધારે હોય છે. તેમણે રજૂ કરેલ શોધપત્રમાં એકાઉસ્ટીક એનોસ્ત્રોફી અને ખડકો પર પડી રહેલા “સ્ટ્રેસ”ની ચર્ચા આખા જગતે સચિંત શરૂ કરી છે. સપ્ટેમ્બર ૧૯૯૫માં પુશિનો નગરમાં રશિયામાં ફરીવાર યોજાનારા આ અંગેના પરિસંવાદમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિજ્ઞાને પોતાની શોધોમાં હિંસાનું ઉમેરણ કરીને વિજ્ઞાનની કહેવાતી ઉપયોગિતા પણ ખલાસ કરી નાખી છે. ૧૦ મિનિટમાં ૭00 વખત સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકે એટલા શસ્ત્રો ખડકીને વિજ્ઞાને પોતાના અસલી સ્વરૂપની પ્રતીતિ કરાવી દીધી છે. વિજ્ઞાનમાં પ્રેમ, કરૂણા અને શાંતિ મેળવવામાં આવે તો કદાચ તે અધ્યાત્મ તરફ પગલાં ભરી શકશે. વિજ્ઞાને પાંચ ઈન્દ્રિયોની શક્તિ કોમ્યુટરના સાધનોથી વધારી દીધી પણ છઠ્ઠા મનના વિષયોમાં ઊભા થતા સંકલષોની દવા આજ સુધી શોધી નથી શકાઈ – જે અધ્યાત્મના વિષયની બારાક્ષરીમાં સમાવી લેવામાં આવી છે.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જ્ઞાનસારમાં મનોવિજ્ઞાનની પૂર્ણ વિકાસ રેખાનું અદ્ભુત કલાત્મક વિજ્ઞાન રજૂ કર્યું છે. ધર્મનું વિરાટપણું એવું છે કે એનાથી દૂર જનાર પણ એની નજીક આવતો જાય છે. વિજ્ઞાન અપૂર્ણ છે. ધર્મ સંપૂર્ણ છે. વિજ્ઞાન વનસ્પતિમાં જીવ માનીને અટકી જાય છે. ધર્મ એક ડગલું આગળ વધે છે અને કહે છે - આ ઘાસ ઉપર ચલાય નહિ. આ વૃક્ષોને કપાય નહિ અને આજે ઓઝોનની ક્રાઈસીસ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. ૨૧મી સદીનું વિશ્વયુદ્ધ અહમ્ માટે કે જમીનના ટુકડા માટે નહિ પણ પાણી માટે લડાશે એવું યુનેસ્કોએ જાહેર કર્યું છે. એની પાછળ મૂળમાં યયાતિની ભોગવાદી સંસ્કૃતિની ભેટસ્વરૂપ જંગલોની બેફામ કલેઆમ છે. ન્યુયોર્ક ટાઈમ્સની એક દિવસની કોપીઓ માટે ૫૦,૦૦૦ ઝાડનો ખુરદો બોલાવતા. લંડન અને અમેરિકા વગેરે જવાળામુખીના મુખ ઉપર ખાટલો રાખીને સૂતા છે. બચવું હશે તો ધર્મના શરણે જ આવવું પડશે.
પદ્રવ્યોના સર્વ રહસ્યો પ્રગટ કરનાર પ્રભુવીરનો ધર્મ આપણને ઠીક ઠીક લાગે છે અને અપાર શ્રમે એકાદ અણુના રહસ્યને પ્રગટ કરનાર વિજ્ઞાન આપણને અદ્ભુત લાગે છે. વિજ્ઞાન એ મિનિટનો કાંટો છે અને ધર્મ એ કલાકનો કાંટો છે. કેટલાક કલાકો ફરવાથી જે કામ ન થાય તે હેજ પડખું ફેરવવાથી થઈ જાય છે. પ્રયોગશાળામાં પ્રયોગો કરીને સેંકડો વર્ષે જે સિદ્ધ થાય છે તે ધર્મ મહાસત્તાના યોગો દ્વારા યોગીપુરુષો મળમૂત્ર વડે સહજ હાસ્યની જેમ સિદ્ધ કરે છે.
વિશ્વ કલ્યાણકર જિનશાસનની સ્થાપના કરનાર પ્રભુવીરે ૬ મહિના સુધી કલ્પનાતીત ઉપસર્ગો કરનાર ગોશાળાનો વિરોધ નથી કર્યો કારણ કે ધર્મની આંતરિક એકતા અદ્ભુત છે. વિજ્ઞાન facts ઉપર ઊભું છે. ધર્મ રાગદ્વેષરહિત પૂર્ણ ચેતનાના સનાતન મૂલ્યો ઉપર ઊભું છે. આઈન્સટાઈન આવતા ન્યૂટન છાપાની પસ્તીની જેમ ફેંકાઈ જાય છે. જયારે છેલ્લા ૨૫૦૦ વર્ષમાં વિરપ્રભુએ બક્ષેલ જ્ઞાનમાં કયાંય કોઈ જગ્યાએ ફેરફારને અવકાશ પણ. નથી. ધર્મનો વિરોધ કરનારાઓએ પહેલા ધર્મના મહાસાગરમાં ડૂબકી મારવી પડશે. તો જ નિસર્ગના મહાસંગીતના મુક્તકની પ્રાપ્તિ થઈ શકશે. પ્રશમરતિના રચયિતા ૧૦ પૂર્વધર ઉમાસ્વાતિજી મહારાજાએ આગાઢ અભ્યાસ પછી પણ

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80