Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 54
________________ હાલ, ભારતભરમાં કુલ ૩૬૩૯ કતલખાનાઓ છે જેમાં મશીનથી ચાલનારા ૩૬થી વધારે સ્વયંસંચાલિત છે. દેવનાર તો એશિયામાં સૌથી મોટામાં મોટું કતલખાનું છે. રોજના ૭ થી ૮ હજાર નાના મોટા પશુઓની કતલ કર્યા પછી પણ દર વર્ષે દેવનાર ૭ કરોડથી વધુની ખોટ કરે છે જે પૈસા માંસ નહીં ખાનારા અન્નાહારીઓના ગજવામાંથી પણ જાય છે. પાડાનાં વાંકે પખાલીને ડામ એવો આ ઘાટ ઘડાયો છે અને મજૂરી પર કામ કરતાં સર્વિસ યુનિટને નુકસાન કઈ રીતે થઈ શકે? એ સમજાતું નથી અને વેપારનો કાયદો છે કે જે યુનિટ નુકસાન કરતું હોય તે બંધ કરી દેવું જોઈએ. તો પછી દેવનારને પણ ખંભાતી તાળું મારી દેવું જોઈએ. આવો! આજથી જ આ યંત્રવાદને તોડી નાખવા મંત્રનો અને તપના તંત્રનો સહારો લઈ આપણી ભાવનાની તાકાતને પણ કામે લગાડીએ. મહામાંગલિક શાશ્વતી ઓળીના દિવસો નજીક આવી રહ્યા છે. સમગ્ર દેશમાં હિંસા અને કતલખાનાઓ દ્વારા મોતનું તાંડવ સર્જાયું છે. રોજના લગભગ ૨ લાખ નાના મોટા પશુઓની કતલ થાય છે. તેમાં વધારો થાય તેવો એક ચુકાદો હમણાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અહમદીએ આપેલ છે. તેથી ૯ રાજયોમાં ગોવંશ વધ પ્રતિબંધના કાયદાઓ ઉપર ગંભીર અસર પડશે. લગભગ રોજના નવા ૫0000 પશુઓની કતલ વધશે. આ સંજોગોમાં આપણે બેસી ન રહી શકીએ. આયંબીલનો તપ અને નમો જિણાશં જિઅભયાર્ણ નો જપ કદાચ કેટલાયે પશુઓના પ્રાણને બચાવવામાં ખપ આવશે. S હોય નહીં? આપણા ઋષિમુનિઓએ પોતે અનુભવેલી, અતીન્દ્રિય શક્તિથી જાણેલી વાતોને ગાગરમાં સાગર સમાય તેમ શ્રેષ્ઠ રીતે ભરેલી છે. આવો અહીં આપણે શ્રેષ્ઠ આહાર-વિહારનો વિચાર કરીએ. કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ? જળમાં - અંતરીક્ષ (વરસાદનું પાણી); દૂધમાં - ગાયનું દૂધ; ફળમાં - દ્રાક્ષ, સુકામેવામાં - બદામ; માખણઘી - ગાયનાં; ચોખામાં - લાલચોખા; કઠોળમાં - લીલા મગ; શાકમાં - પરવળ (શાકનો રાજા કહેવાય છે); તેલમાં - તલનું તેલ; શર્કરામાં - દેશી સાકર -માટલાનો ગોળ; પીણામાં - ગાયનું દૂધ; મુખવાસમાં લવીંગ; દાતણમાં- કરંજનું; ઓષધમાં - શીલાજીત અને વિહારમાં (જીવનમાં) - બ્રહ્મચર્ય. તીર્થોમાં - શત્રુંજય પર્વોમાં- પર્યુષણ પર્વ; મંત્રોમાં - નમસ્કાર મહામંત્ર; યંત્રોમાં શ્રી સિદ્ધચક્ર અને તંત્રમાં - શ્રી જિન શાસન. -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - સૌજન્યઃ વર્ધમાન સંરતિધામ - સાયન હેજ વતી પ્રભાબેન કાંતિલાલ શાહ (પાટણ) તમે બધમાં વધુ કોઈ પણ વ્યાજના દોષને ધિક્કારી છો પણ કષ્ટ આજનો સુવિચાર વ્યક્તિને તો કદી ધિક્કારી શકો નહિ. તેમ કરતાં. તમે તરત સામુન ગુમાવી બેસો છો. - - - - - વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્યાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. - ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેલઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80