Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 56
________________ જાહેર કરેલું કે મારા જેવા અબહુશ્રુતનો પ્રભુના શાસનમાં પ્રવેશ પણ દુષ્કર છે અને પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં ભગવાનના શાસનનું ચીરફાડ ઓપરેશન કરનાર અમુક વક્તાઓ ધર્મને પોતાના ખેતરની ગાય માને છે. છીછરાં જ્ઞાનમાં છબછબીયું કરતાં બાળક જેમ પોતાના મોંમાં રહેલા કોગળાને પેસિફિકનો મહાસાગર મારે તેવી હાલત અપૂર્ણ અભ્યાસીઓની હોય છે. જયારે ધર્મના અતિગૂઢ રહસ્યોનો તાગ મળે છે. ત્યારે સમજાય છે કે વિજ્ઞાન તો અંગૂઠો ચૂસતું પોલિયો-પીડિત બાળક છે. જયારે ધર્મ ઓલિમ્પિકમાં સુવર્ણ ક૫ જીતનાર એપ્લેટ સ્વરૂપ છે. વિજ્ઞાને આટલી કહેવાતી પ્રગતિ કરી છે. તેનું કોઈ લક્ષ્ય નથી જયારે ભગવાન મહાવીરના પૂર્ણજ્ઞાનનું ચરમ લક્ષ્ય છે - (રેવરન્સ ફોર લાઈફ) “જીવત્વનું બહુમાન'. વિજ્ઞાનને આગળ જવું હશે તો ધર્મની આંગળી પકડી એના આજ્ઞાંકિત વિદ્યાર્થી તરીકે કામ કરવું પડશે. વિજ્ઞાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવતાં આજના કહેવાતા બૌદ્ધિકોને પ્રભુવીરના વચનો એમના કહેવાતા વિજ્ઞાનના એરણ પર પણ સમજવા હવે બહુ સહેલા છે. જેમ ગૃહિણી ભાતના આંધણમાં રહેલા ચોખા ચડી ગયા છે કે નહિ તે જોવા બધા જ ચોખા નહીં પણ માત્ર ચાર-પાંચ દાણા દબાવીને તેની પરીક્ષા કરે છે તેમ આજે ધર્મની પણ પચ્ચીસ-પચ્ચાસ વાતો જો તેમના જ્ઞાનમાં તેમને જ બરોબર સમજાઈ જાય તો પ્રભુવીરની બીજી બધી વાતો પર પૂર્ણ શ્રદ્ધાવાન બની જવાશે ખરું? વિજ્ઞાને ૨૦૦ વર્ષ પહેલાં સિદ્ધ કર્યું છે કે પાણી એ હાઈડ્રોજનના બે ઘટક અને ઓક્સિજનના એક ઘટકનું બનેલું છે. ત્યારે જૈન ધર્મના ૨૫૦૦ વર્ષ પહેલા જીવ-વિચાર નવતત્વ ભણનાર નાનકડું છ વર્ષનું બાળક પણ તેમાં રહેલી એક ગાથાને આધારે સહેલાઈથી કહી શકે છે કે પાણી વાયુઓનું બનેલું છે. જેનધર્મ કેટલાંયે વર્ષોથી ૨ ચંદ્ર અને ૨ સૂર્યની વાત કરે છે અને નાસા'ના વૈજ્ઞાનિકો આ વાતને હસી કાઢતા હતા. હમણાં ૧૦ વર્ષ પહેલાં જ રશિયામાંથી નીકળતા એક વૈજ્ઞાનિક મેગેઝીને આ વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું છે કે – આજનો સૂર્ય-ચંદ્ર ત્રીજે દિવસે આવે છે. બીજે દિવસે આવતા ચન્દ્ર-સૂર્ય અલગ છે. ૧ પાણીના ટીપામાં મદ્રાસના વૈજ્ઞાનિકના મત મુજબ ૩૬૪૫૦ જીવો છે. ધર્મ કહે છે - ૧ પાણીના ટીપામાં અસંખ્ય જીવો છે. (પાણીમાં હાલતા-ચાલતા જીવો સંખ્યાતા છે અપુકાયના (સ્થાવર) જીવો અસંખ્યાતા છે અને પાણીમાં લીલ વગેરે થાય તેમાં અનંતા જીવો છે.) લૌકિક ગણિત-મીલીયન, બીલીયન, ટ્રીલીયન્સ કે પ્રકાશવર્ષની ગણતરી કરતાં કરતાં હાંફી જાય છે. ત્યારે જૈનધર્મમાં ખગોળ, ભૂગોળ, ગણિતાનુયોગના સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતના અનંતા પ્રકારોની વાત વહેતી નદીના ઝરણાં જેટલી સહજતાથી મૂકી દેવામાં આવી છે નિષ્પક્ષ રીતે આ બધી વાતો વાંચવામાં આવે તો પ્રભુવીરના સર્વજ્ઞપણામાં શંકાને સ્થાન ન રહે. એ જમાનામાં કોઈ ઈલેકટ્રો-માઈક્રોસ્કોપીક સાધનો વગર પરમાત્માએ પોતાના સર્વજ્ઞાપણા દ્વારા પ્રત્યેક જીવમાં ૧ ઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયવાળા પ્રાણીઓનું જે લીસ્ટ આપવામાં આવ્યું છે અને વિજ્ઞાન આજે આ વાતનો સ્વીકાર કરે ત્યારે ધર્મ મહાસત્તાના કંદમૂળ નહિ ખાવાના, રાત્રિ ભોજન નહિ કરવાના જેવા અનેક ફરમાનો સહર્ષ પાળવાનું મન થઈ આવે જ. હવે વૈજ્ઞાનિકો કહે છે કે ૧ કયુબીક સેન્ટીમીટર ધૂળમાં ન્યૂયોર્કની વસ્તી જેટલા અને પાણીના ૧ ટીપામાં ૫ મહાપા જીવો છે. સ્ટ્રેપ્ટોમાઈસીન શોધતાં શોધતાં ૧ કયુબીક સેન્ટીમીટર માટીમાં ૮૦૦ અબજ બેકટેરીયામાંથી ૩૦૦ જાતની જુદી જુદી એન્ટીબાયોટીક્સ દવાઓ શોધવામાં આવી છે. સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી - સુરેન્દ્ર એન્ડ ક. (રૂમાલવાળા) T૦ સાથી વિદ્યા તે છે કે જે.. દુ:ખ કરતાં દોષને વધુ ખતરનાક સમજાવીને આજનો સુવિચાર | તેને જ દુર કરવાની વાતને બધાન્ય આપવાનું શીખવે છે વર્ધમાત્ર સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80