Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 53
________________ ૐ ૐ નમઃ લમ્ જ્યતિ શાસનમ દેવનાર એક કાળુ કલંક હિંસા અને શોષણના પાયા ઉપર ઊભેલી અને નભતી પશ્ચિમની જીવન-વ્યવસ્થાનો અમલ જયારથી આ દેશની પ્રજા પર ઠોકી બેસાડવામાં આવ્યો છે. ત્યારથી સર્વપ્રકારે સર્વનાશની ગર્તાની આરે આ દેશની પ્રજા આવીને ઊભી છે. શ્રેણી ક્રમાંક-૫૧ મુંબઈની ભાગોળે આવેલા દેવનાર કતલખાનામાં રોજના ૭૦૦૦/૮૦૦૦ થી વધુ જીવોની ક્રૂર કત્લેઆમ ક૨વામાં આવે છે ૧૯૭૩-૭૪ થી લઈ ૧૯૮૭-૮૮ સુધીમાં દેવનારે ૩,૫૪,૭૨,૧૬૩ નિર્દોષ અને અબોલ-મૂંગા પ્રાણીઓને રહેંસી નાખ્યા છે. નિકાસ કરવા માટે કોઈ પશુની કતલ દેવનારમાં કરવામાં નહિ આવે એવી બાંહેધરી આપવા છતાં તે વર્ષોમાં ૮૯ લાખથી વધુ પશુઓની કતલ નિકાસ માટે કરવામાં આવી છે. આવી ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ચાલતા દેવનાર ઉપર કાયદા દ્વારા અટકાવ લાવવાના પ્રયાસના પ્રથમ ચરણરૂપે નિકાસ માટે કતલ ન કરી શકાય એવી મુંબઈ હાઈકોર્ટમાં એક રીટ પીટીશન પણ દાખલ કરવામાં આવી છે. જે થોડા સમયમાં કોર્ટમાં ફાયનલ હિયરીંગ માટે આવશે. એ સિવાય ગલી ગલીએ પાનની દુકાનની જેમ નાના નાના કતલખાનાઓ ખોલવા માટે ૬૦૦ લાઈસન્સ આપવામાં આવ્યા હતા. તે અંગે અમારી સખી સંસ્થા દ્વારા રીટ પીટીશન (૨૪૭૩/ ૯૧) ાખલ કરવામાં આવતા ૧૮૯ સિવાયના નવા લાઈસન્સો આપવાનું કોર્ટે રદ કરેલ હતું. ૧૮૯ માટે પણ હવે તેની પાંચ વર્ષની મુદત પૂરી થઈ એટલે તે લાઈસન્સો ૨દ કરાવવા માટે આપણે આપણા વકીલોને તાકીદ કરેલ છે. મહારાષ્ટ્ર એનીમલ પ્રીઝર્વેશન રહેલા છીદ્રોને પૂરવા પણ એક રીટ પીટીશન કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રમાં ગોવંશ વધ પ્રતિબંધ માટે નવો ખરડો જ પસાર કરવામાં આવ્યો છે પણ રાષ્ટ્રપતિની સહી નથી આવી તેથી તે ખરડો હજુ પસાર નથી થયો. કહેવાતું કાયદેસરનું કતલખાનું કેટલા ગેરકાયદેસર કામ કરે છે તે હવે જોઈએ. દૈવનારની ગૈરકાયદેસરતાના પુરાવાઓંઃ (૧) જુદા જુદા ૧૬ જેટલા કાયદાઓનો ભંગ કર્યા પછી જ એક પશુની કતલ કરી શકે છે. (૨) ૧ ટ્રકમાં માત્ર ૮ પશુ લાવવાની પરવાનગી છતાં ૧૫/૨૦ મોટા અને ૩૦/૪૦ નાના પશુઓને માલસામનની જેમ ભરીને બે-બે દિવસ ભૂખ્યા ને તરસ્યા લાવવામાં આવે છે. (૩) ફીટ ફોર સ્લોટરનું સર્ટીફિકેટ માટે સરોસબાનાએ એક પ્રખ્યાત અંગ્રેજી વર્તમાનપત્રમાં લખ્યા મુજબ ૧ પશુદીઠ ૧૦ રૂા.ની લાંચ વેટર્નરી ડોકટરો લે છે. (૪) આ પશુઓને માર્યા પહેલા અને પછી (પ્રી અને પોસ્ટમોર્ટમ) ડોકટરી તપાસ આવશ્યક છે જે કયારેય કરવામાં નથી આવતી. (૫) નિકાસ માટે પશુઓ મારી ન શકાય તેના માટે રીઝોલ્યુશન નં. ૧૫૪ (૯/૫/૮૩) હાઉસમાં પાસ કરવામાં આવ્યું છે છતાં નિકાસ માટે લાખો જીવોની કતલ થાય છે. (૬) એક પશુની સામે બીજા પશુઓને મારવાનો કાયદો નથી છતાં હલાલ પદ્ધતિથી એકસાથે ૨૦/૨૦ પશુઓને તરફડાવીને મારી નાખવામાં આવે છે. (૭) પશુની કતલ માટે આંતર-રાજય હેરફેર ઉપર પ્રતિબંધ હોવા છતાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે કતલ કરવા મહારાષ્ટ્રમાં પશુઓ લાવવામાં આવે છે. (૮) ખોટા સર્ટીફિકેટો લેવા માટે પશુઓના પગ લાકડીથી ભાંગી નાખવામાં આવે છે. આંખમાં એસિડ અને નાકમાં તમાકું નાખવામાં આવે છે. ઘણીવાર શીંગડાઓ પણ બટકી નાખવામાં આવે છે. (૯) જેમ સુગંધી વિષ્ટા ન હોઈ શકે તેમ હાઈજિનીક મીટ પણ સંભવી જ ન શકે. છતાં ગંદુ અને રોગીષ્ટ માંસ મુંબઈની પ્રજા પર ઠોકી બેસાડવામાં આવે છે અને તે દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.


Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80