Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 47
________________ ૐ નમઃ જનમ જ્યતિ શાસનમ્ શ્રેણી ક્રમાંક-૪૭ આવો અનંતા જીવોનો ાસ કરતાં અનંતકાયનો ત્યાગ કરીએ બાવીસ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયમાં જીવોનો અફાટ અગણિત સમૂહ હોય છે. જેમાં જીવો વધારે હોય એ વસ્તુનો સ્વાદ સામાન્ય રીતે વધારે હોય છે. બટાટા, કાંદા, લસણ વગેરેના સ્વાદમાં રસ વધારે ઉત્પન્ન થવાનું આ પણ એક કારણ છે. ૩૨ અનંતકાય માં મુખ્ય છે લીલી હળદર, લીલું આદુ, સુરણ કંદ, થોર, ગળો, લસણ, ગાજર, થેગ, મૂળો, બિલાડીનો ટોપ, પાલકની ભાજી, કોમળ આમલી, આલૂ (બટાટા), રતાળું, લીલ ફૂલ વગેરે છે. અનંતકાય અભક્ષ્ય છે. બિલાડીના ટોપની વાનગી ખાતા હમણાં જ યુક્રેઈન માં ૯૮ માણસો મૃત્યુ પામ્યા. અભક્ષ્ય- અનંતકાય ખાવાથી મનમાં કલુષિત વિચારો, રોગોની ઉત્પત્તિ અને અનાચારની પ્રવૃત્તિ થાય છે. અનંતકાય વગેરે તામસી ખોરાક હોવાથી સ્વભાવમાં ઉગ્રપણું અને શરીરમાં તમસપણું આવવાથી પાપ પ્રવૃત્તિ વધે છે. બટાટા વગેરે અનંતકાયનો એક ભાગ સોયના અગ્રભાગ ઊપર મૂકવામાં આવે તો તેમાં કેટલા જીવો છે? તેનું અતિ અદ્ભુત ગણિત જ્યારે વાંચીએ ત્યારે ભગવાનના સર્વજ્ઞપણા પ્રત્યે આદર- સન્માન થયા વગર રહે નહીં. સર્વજ્ઞ ભગવંતોની અનેકાનેક ભેટની અંદર મોટામાં મોટી ભેટ ગણવી હોય તો અહિંસા અનેકાન્તવાદની સાથોસાથ જીવોનું વિજ્ઞાન જે આપવામાં આવ્યું છે તે નિઃશંક અનુમોદનીય છે. એ વખતે કોઈપણ પ્રકારના માઈક્રોસ્કોપ વગર પણ ક્યા જીવને કેટલી ઈન્દ્રિય છે, તેનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. જેને વિજ્ઞાને પણ આજે સ્વીકારવું પડયું છે.આ વાત આપણી શ્રધ્ધાને ખૂબ મજબૂત કરે છે. ફરી વાર અનંતા જીવોના ગણિત ઉપર આવીએ અને તેને તબક્કાવાર સમજીએ. જગતમાં સૌથી થોડા મનુષ્યો છે એટલે ૨૯ આંકડાથી વધુ નહિ. ૨ ની ૨કમને બેવડે જ ૯૬ વાર ગુણીએ તો ૨૯ આંકડાની એક ૨કમ આવે છે તેનાથી વધુ મનુષ્યો ન હોય. હવે આ મનુષ્યો કરતાં અસંખ્યાત ગુણ નારકીના જીવો હોય છે. તેના કરતાં પણ અસંખ્યાત ગુણ દેવલોકના જીવો હોય છે. તેના કરતાં પણ અસંખ્યાત ગુણ તીર્થંચ પંચેન્દ્રિયો જીવો હોય છે. તેના કરતાં અસંખ્યાત ગુણ વિકલેન્દ્રિય જીવો હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય જીવ (જેવા કે અળસિયા, કીડી, ઉધઈ, જૂ, વીંછી વગેરે) હોય છે. તેના કરતાં અસંખ્યાત ગુણ અગ્નિકાય જીવો હોય છે (જેવા કે સળગતું લાકડું, સળગતો ફટાકડો, વીજળીમાં રહેલા જીવો વગેરે). તેનાથી વિશેષાધિક પૃથ્વીકાય જીવો હોય છે. (જેવા કે હીરો, સોનું, ચાંદી, કાર્બન, પથ્થર વગેરે) તેનાથી વિશેષાધિક જીવો અકાય જીવો હોય છે. (જેવા કે પાણી, ઝાંકળ, ધુમ્મસ, કરા, બરફ વગેરે). તેનાથી વિશેષાધિક જીવો વાઉકાયના હોય છે (જેવા કે શુદ્ધ વાયુ, પંખાનો પવન) તેનાથી પણ અનંત ગુણ સિદ્ધના જીવો હોય છે. સિદ્ધના જીવો કરતાં પણ અનંત ગુણ જીવો (સાધારણ વનસ્પતિકાય એટલે નિગોદમાં) બટાટા, કાંદા, લસણમાં એક નાના કણિયામાં છે. વનસ્પતિકાય જીવોમાં પ્રત્યેક વનસ્પતિકાયની અંદર ફળ, ફૂલ, પાન, ડાળી, થડ વગેરે આવે જેમાં દરેકમાં અલગ અલગ જીવો હોય છે. પરંતુ એક જ શરીરમાં અનંતા જીવો હોય તેનું નામ સાધારણ વનસ્પતિકાય, જેની નસો, સાંધા અને ગાંઠા ગુપ્ત હોય, ભાંગવાથી બે ભાગ થાય, તાંતણા વગરનું હોય, કાપવા છતાં ફરી ઊગે તે સાધારણ વનસ્પતિકાય છે. સોયના અગ્રભાગ ઉપર રહેલા અનંતકાયમાં અસંખ્ય શરીરો હોય છે અને એક એક શરીરમાં અનંતા જીવો હોય છે. અનંતી ચોવીશી પહેલાં એક શ્રાવકે તીર્થંકર ભગવંતને પૂછયું કે, હે પરમાત્મન્! દર ૬ મહિને ઓછામાં ઓછો એક જીવ મોક્ષમાં જતો હોય તો અત્યાર સુધીના અનંતાકાળમાં મોક્ષમાં કેટલા જીવો ગયા હશે? ત્યારે ૧

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80