Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 46
________________ પણ સુસ્મિતા - ઐશ્વર્યા ૨મે છે અને તેઓની જેમ જ મંદિરોના ઓટલે વોક લે છે. ‘મીસ ઈન્ડિયા’ અને ‘મીસ યુનિવર્સ'ના ગતકડાઓ આપણે ગળે ઘંટીના પડની જેમ સમજપૂર્વક ગુપ્ત કાવતરાના ભાગરૂપે બાંધી દેવામાં આવ્યા છે અને તેની ભયાનક અસરો હવે વરતાય છે. મીસ સીટી નહીં. મીસ વિલેજથી મીસ સ્ટ્રીટ સુધી વાત આવી પહોંચી છે. સામાન્ય રીતે રાત્રે ઘરની બહાર નહીં ફરનાર બેન-દીકરીઓને નવરાત્રીના સમયે રમવા મેદાન સાથોસાથ મુક્ત રીતે વિહ૨વા પણ મોકળું મેદાન મળી જાય છે. વડીલો ન ના કહી શકે, ન સહી શકે. ઘરનું બહાર નીકળેલું નજરાણું સલામત રીતે પાછું આવશે કે નહીં તેની ચિંતા - તેનો ફડકો તો જેને હૈયે બેઠો હોય તેને જ તમે પૂછી જોજો. એક અણગમતી વાત હવે જગજાહેર છે કે સમગ્ર વર્ષ દરમ્યાન સૌથી વધુ ગર્ભપાત નવરાત્રી પછીના ૨-૩ મહિનામાં થતાં હોય છે. ‘મનુસ્મૃતિ’માં તો કહ્યું છે કે માતા-ભનિ/ કે પુત્રી સાથે પણ સ્પર્શયુક્ત આસન ન ક૨વું કારણ ઈન્દ્રિયોનો સમૂહ એવો પ્રબળ હોય છે કે તે જ્ઞાનીઓને પણ તાબેદાર બનાવી દે છે. દર્શન-સ્પર્શનનું વ્યસન છેવટે જીવનની ચાદર પર કફન ઓઢાડીને જ જંપે છે. નાસ્તિકતાની ચરમ કક્ષાએ પહોંચેલું યૌવનધન પછી વ્યભિચારના અકળ કળણમાં ખૂંપી જાય છે. રાત્રિના ઊજાગરા, બહારની ખાણીપીણી અને શરીરનું ધોવાણ અંતે નિર્માલ્યતા અને નિર્વીર્યતા છોગામાં આપી જાય છે. આવા ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને દિલ્હીના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ શ્રી સી. કે. ચતુર્વેદીએ આપેલા એક શકવર્તી ચુકાદામાં (નં. ૧૦૩૧/૯૨ તા. ૧૬/૯/૯૨) ફરમાન કર્યું છે કે રામલીલા જેવા ધાર્મિક તહેવારોમાં ફિલ્મીગીતોની ધૂન, ડીસ્કો ડાન્સ વગેરે નહીં કરી શકાય, કારણ કે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પર્યાવરણીય કે પ્રદૂષણની દૃષ્ટિએ આ ગેરવ્યાજબી છે જ પણ એટલું જ નહીં આ ગેરબંધારણીય પણ છે. કારણ કે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ૨ક્ષણ અને સંવર્ધન કરવાની પ્રત્યેક ભારતીયની ફરજ છે. અનેક શહેરોમાં નવરાત્રી ટાણે જ બાળકોની પરીક્ષા, ગ્લાન-વૃદ્ધોને પડતી અગવડો, સાજાસારા માણસના કાનમાં પડતો આ અવાજ (માણસની અવાજ સાંભળવાની ક્ષમતા ૩૨ થી ૪૫ PPM હોય છે) ૧૧૦ પીપીએમ સુધી જાય છે જે કાનના અને હૃદયના રોગ સુધી માણસને પહોંચાડી દે છે. તો, આવો ચાલો નિશ્ચય કરીએ અને નવરાત્રીને લાગેલા પશ્ચિમના ગ્રહણમાંથી મુક્ત કરીએ. હેં! હોય નહીં? સા घा જખમ * વાગેલું હોય, ચાંદા પડયા હોય, ગુમડા થયા હોય બહુ બળતરા થતી હોય તો તેમાં ચોખાનો બારીક લોટ પાવડરની જેમ ચાંદા ઉપર લગાડવાથી દાહ, બળતરા મટે છે. * રાઈના લોટને ઘી-ગોળમાં ભેળવીને કાટો કે કાચ વાગ્યો હોય તો તેના પર લેપ કરવાથી કાંટો કે કાંચ બહાર આવી જાય છે. * વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાંથી અથવા ફૂલાવેલ ફટકડીનો પાવડર દબાવવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે. ઘા પાકતો નથી. હળદર શ્રેષ્ઠ એન્ટી-બાયોટીક છે. - સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિગ્રામ - સાયન કેન્દ્ર વતી મોરારજી નરસિં શાહ (કચ્છ ગામ બિદડા) • સમગ્ર વિનાની પ્રજાનું સાચું હિત સર્વવિરતિ ધર્મની સાથી સાધનાના આજનો સુવિચાર બળથી જ સક્રિય છે. કોઈ મહાપુણ્યવાન પવિત્ર સાધુ આ બાબતમાં આગળ વધે. બાડી બધું બેકાર જણાય છે. વર્તમાન સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ વિધિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષ: ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80