Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 48
________________ ભગવાને જવાબ આપ્યો હતો કે “એક નિગોદનો અનંતમો ભાગ” એટલે કે સોયના અગ્રભાગ પર રહેલા બટેટા આદિ અનંતકાયનો એક કણિયો, જેમાં અસંખ્ય શરીર રહેલા છે. તેવા એક શરીરમાં અનંતા જીવો છે, ને એક શરીરનો અનંતમો ભાગ જ હજુ મોક્ષે ગયો છે. હવે અનંતકાળ પછી પણ ભગવાનને કોઈ પૂછશે કે ભગવાન હવે કુલ કેટલા જીવો મોક્ષમાં ગયા છે? તો પણ ભગવાનનો એજ જવાબ રહેશે કે એક નિગોદનો અનંતમો ભાગ. એટલે અનંતકાયનો એક કણિયો મોઢામાં નાખીએ એટલે અત્યાર સુધી જેટલા જીવો મોક્ષમાં ગયા છે તેના કરતાં અનંતા જીવોનો કચ્ચરઘાણ આપણે બોલાવીએ છીએ. ઘણા બટેટા, કાંદા, લસણ ખાતા ન હોય પણ ઘરમાં ચામાં આદુ, અથાણામાં લીલી હળદર વગેરે નાખતાં હોય છે. આમ પ્રતિજ્ઞા હોય પણ હોટેલમાં જઈને જૈન સેન્ડવીચ, જૈન પીન્ઝા, જેન પાઉભાજી, જૈન ભેળ વગેરે ખાતા હોય છે. આ જૈન શબ્દ લગાડવાથી તો જૈન શબ્દનું ભયંકર અપમાન થાય છે. બ્રેડ, બટર વગેરે બધું અભક્ષ્ય કહેવાય છે. તેમ છતાં માત્ર તેમાં કાંદા, બટાટા નથી તેથી તેને જૈન સેન્ડવીચનું રૂપાળું નામ અપાય છે. પાઉંભાજીના જે તવા ઉપર બટાટા, કાંદા, લસણવાળી ભાજી બનાવી હોય ત્યાં જ બાજુમાં કોબીજ, ફલાવર વગેરે અભક્ષ્ય પદાર્થો નાખીને બનાવાતી ભાજી ને પાઉ સાથે આપીને જૈન પાઉભાજીનું નામ આપવામાં આવે છે. આ એક બનાવટ છે. જેને અનંતા જીવોને અભયદાન આપવું હોય તેમણે આજથી જ સર્વ અનંતકાયની સંપૂર્ણ રક્ષા કરવી જોઈએ. હાલવાચાલવામાં લીલ-ફૂલ ઉપર પગ ન મૂકાઈ જાય તેની અત્યંત કાળજી રાખવી જોઈએ. તેનાથી અનંતા જીવોની રક્ષા થાય છે, પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે. હૃદયમાં જીવદયાના પરિણામો ઉત્પન્ન થાય છે. પુણ્યનો બંધ થાય છે. ઘણા પાપકર્મો તૂટે છે. આપણા જીવોને આવા ભવમાં જવું નથી પડતું. દીર્ધાયુ અને આરોગ્ય મળે છે. પ્રભુના વચન પાળવાથી•ઉત્તરોત્તર આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને છે. હું હોય નહીં? ઘા – જખમ * તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રૂઝાય છે. * હળદરને તલના તેલમાં કકળાવી તે તેલ ઘા-જખમ ઉપર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલ્દી રૂઝાઈ જાય છે. * તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે. * દાઝેલા ઉપર કકડાવેલું તેલ અથવા કોપરેલ લગાવવાથી ફોલ્લા થશે નહીં. * દાઝેલા ઘા ઉપર મહેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે. * દાઝેલા ઘા ઉપર પાકા કેળાને બરાબર મસળી ચોંટાડી પાટો બાંધવાથી તુરંત શાંતિ અને આરામ થાય છે. | * દાઝેલા ઘા ઉપર તાંજળિયાનો રસ ચોપડવાથી આરામ થાય છે. – – – સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી રસિકલાલ મણિલાલ દોશી. અધ્યાત્મ એટલે નજરને ખેંચી જવી. આજનો સુવિચાર સ્વાત્માથી ઉઠાવીને પરમાત્મા તરફ., - દેહથી ઉઠાવીને આત્મા તરફ.. - આ લોકથી ઉઠાવીને પરલોક તરફ — — — — — — — — — — વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન). ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80