Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 45
________________ શ્રેણી ક્રમાંક-૪૬ ૐ ૐ નમઃ જનમ જયંતિ શાસનમ આવા નવરાત્રીનું પશ્ચિમીકરણ બેડીએ આપણે ત્યાં સામાજિક-ધાર્મિક તહેવારોનું આયોજન એવી રીતે ગોઠવવામાં આવતું કે જેથી આધ્યાત્મિક ઉન્નતિ તો થાય જ પણ સાથોસાથ વધારામાં શારીરિક આરોગ્ય પણ જળવાઈ રહે. આસો માસ દરમ્યાન સૂર્યના કિરણો સૌથી વધુ ગરમી ફેંકતા હોય છે એ સમયે પિત્તનો પ્રકોપ ન વધે માટે ચાંદનીનો પ્રકાશ લેવાનું અને દૂધપૌઆ વગેરે ખાઈને પિત્તના પ્રકોપને શાંત કરવામાં આવતા. મન આનંદમાં રાખવા બેનોના રાસ-ગરબા વગેરે ગોઠવવામાં આવતાં. હિલોળે ચડીને ગામની બેનો એવા રાસ લેતી હોય કે વચ્ચે હડફેટમાં કોઈ આવે તો ફંગોળાઈ જાય. પંડીતવર્ય શ્રી પ્રભુદાસભાઈએ ‘આપણું ગામડું - ગોકુળ ગામડું' એ નિબંધમાં ગામડાના ભાતીગળ જીવનનું રસતરબોળ થઈ જવાય તેવું અતિ સુંદર વર્ણન કર્યું છે. નવરાત્રીમાં એ સમયે પુરુષો માટે અલગથી અખાડાઓમાં મલ્લની કુસ્તી અને અંગકસરતોની હરીફાઈ ખેલાતી તેમાં જે જીતે તેના માન-સન્માન વધી જતા. આજે સર્વત્ર પશ્ચિમની હવાએ નવરાત્રીના તહેવારોને પણ ઝપટમાં લીધો છે. આ વાવાઝોડાએ એનું વ્યાપારીકરણ કરીને એકલા મુંબઈમાં જ ૧૦૦ કરોડ રૂ. સુધીનો નવરાત્રીનો ધંધો વધારી દીધો છે. પરંપરાગત ધાર્મિક તહેવારોમાં આદ્યશક્તિની પૂજા થતી હતી તેના બદલે સંકરીકરણના પાપે આ તહેવારો અધાર્મિકતાની ટોચ ઉપર પહોંચી ગયા છે. હાઈબ્રીડ અનાજ અને પશુધન જ નહીં પણ તહેવારો પણ આ ભેળસેળને કારણે અનારોગ્ય દેનારા અને અનાત્મવાદને પોષનારા થઈ ગયા છે. એક રાજયએ બીજા રાજય પર આક્રમણ કર્યાનું સાંભળ્યું છે પણ એક સંસ્કૃતિએ બીજી સંસ્કૃતિ પર આક્રમણ કર્યું હોય તેવું તો આ સાંપ્રત કાળમાં જ સંભવી શકે છે તેનું મુખ્ય કારણ આ દેશનું પાછલા બારણે સંચાલન કરતા વેટીકન સીટી અને તેના મુખ્ય પ્યાદાઓ યુનો, વર્લ્ડ બેન્ક, યુનેસ્કો, ફાઓ છે. આ લોકોએ આ દેશને રાજકીય અને આર્થિક રીતે તો ગુલામ કરી જ દીધો છે પણ હવે સાંસ્કૃતિક અને ધાર્મિક ગુલામીની સવારી પણ આવી પહોંચી છે. આજના તહેવારોના થયેલાં પશ્ચિમીકરણે તહેવારોનો મૂળ હાર્દ (અર્ક) ખલાસ કરી નાખ્યો છે. - આ પશ્ચિમીકરણે ભારતની ત્રણે માતાઓ ઉપર ભયંકર આક્રમણ કર્યું છે. ભારતમાતાની ભૂમિ ઉપર રાસાયણિક ખાતર નામે મોતનો વરસાદ વરસ્યો છે. જેથી “સુજલામ્ સુફલામુ’ને બદલે ફળદ્રુપતાની કલ્લેઆમ'ની બૂમરાણો સાચી છે. ગૌમાતા (ગોવંશ) ઉપર કતલખાનાઓ, માંસની નિકાસ અને હૂંડિયામણના હડકવાના પ્રભાવે સરકાર પોતે જ ખાટકી બનીને પશુઓ ઉપર તૂટી પડી છે અને છેલ્લું અતિ ભયંકર આક્રમણ આ દેશની મા-બેન ઉપરનું છે. યયાતિના ભોગવાદને પણ શરમાવે એ રીતે યૌવનધને આ “રક્યા’ને ‘ભોગ્યા' બનાવી છે. આ દેશની સ્ત્રી એક ઘરેણાંની જેમ સચવાતી હતી. 'યત્ર નાર્યસ્તુ પૂજયન્ત, તત્ર ૨મત્તે દેવતાઃ'ના નાદો ગુંજતા હતા. પણ સમાનતાના ઓઠા હેઠળ ઘરની રાણીને બહાર કાઢીને નોકરાણી બનાવવામાં આવી છે. સતી સીતા કે માતા અંજનાદેવીના આદર્શો હવે “આઉટ ડેટેડ થઈ ગયા છે. યાદ રહ્યું છે માત્ર “તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત, તું ચીજ બડી હૈ મસ્ત'. સમગ્ર કુટુંબના કેન્દ્રસ્થાને રહી તેનું સુચારું સંચાલન કરતી સ્ત્રી આજે કોમોડિટી (ચીજ) બની ગઈ છે અને તેથી જ હવે અમને અમારી “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ”. ગળથુથીમાં જ શિવાજીને શુરવીરતા અને ખુમારીના પાઠ શીખવાડનાર માતા જીજાબાઈ અમને હવે જોવા પણ નહીં મળે કારણ કે ટી.વી, વિડિયો અને હાઈ-ટેક કેબલના આકર્ષણે સ્ત્રીતત્ત્વ એ અંગપ્રદર્શનનું તત્ત્વ બની ગઈ છે. સ્ટાર ટીવીનો માલિક રૂપર્ટ મરડોર્ક પોતાના પુત્રને પોતાના પ્રોગ્રામો જોવા નથી દેતો, અમિતાભ બચ્ચન એના પુત્રને પણ ચૂંટીને જ અમુક જ ચલચિત્રો જોવાની છૂટ આપે છે એજ સ્ટાર-ઝી કે એબીસીએલ પુરસ્કૃત અતિ બિભત્સ ચલચિત્રો હવે ચોવીસ કલાક અવકાશી આક્રમણ દ્વારા બતાવીને ભવ્ય ભારતની દિવ્ય પેઢીને ખલાસ કરી નાખવામાં આવી રહી છે. આવા ચલચિત્રોમાં વવાયેલા લંપટ બીજો નવરાત્રી જેવા તહેવારોને પ્રયોગાત્મક ધોરણે અશ્લીલતા ખેલવા બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળે છે. નવરાત્રીનું નવલું દૂષણ છે સૌંદર્ય સ્પર્ધાઓનું આયોજન. નાની નાની દીકરીઓ હવે ઘર-ઘર નથી રમતી

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80