________________
શરણે પવન્જામિ, અરિહંતે શરણે પવન્જામિ, સિદ્ધ શરણે પવન્જામિ, સાધુ શરણે પવન્જામિ કેવલીપન્નત્ત ધર્મો શરણે પવન્જામિ..૩.
મારી આસપાસ- ચોપાસ જિનાજ્ઞાનું સામ્રાજ્ય ફરી વળો. જગતના સર્વ જીવ સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ,
ઊપર પ્રમાણે ભાવના ભાવતા જીવનમાં સાક્ષાત ફેરફારો અનુભવાશે. પાપપ્રણિધાન - ગુણબીજાધાનપ્રથમ સૂત્ર પંચસૂત્રમાં પણ લગભગ આજ વાત મૂકવામાં આવી છે. એક આચાર્ય ભગવંતે ૮૫ વર્ષે આ સ્તોત્ર પાર્ક કરેલું અને ત્રિકાળ ગણતા હતા. તેમાં પણ શરૂઆતમાં આત્માનો કર્મ સાથેનો ઈતિહાસ અને તેમાંથી છૂટવા તથાભવ્યત્વને પકવવાનો રસ્તો બતાવ્યો છે. તેને માટે પ્રથમ અરિહંતો, સિદ્ધો, આચાર્ય ભગવંતો અને ધર્મમાતાનું શરણું સ્વીકારવાની વાત મૂકવામાં આવી છે. પછી દુષ્કૃત્યોની ગહ (નિંદા) મૂકી દીધી છે. અને છેલ્લે સુકતોની હાર્દિક અનુમોદના મૂકવામાં આવી છે.
ઊપસંહારમાં એનો ફળાદેશ જણાવતા અભુત વાત મૂકી છે કે આ પંચસૂત્ર ગણનારને નિયમથી નિશ્ચિત ફાયદો થાય છે. તેના અશુભનો ઉદય દૂર ઠેલાઈ જાય છે તેમજ અશુભ નબળું દુબળુ થઈ જાય છે. જ્યારે શુભનો ઉદય લાંબે હોય તે નજીક આવી જાય છે અને શુભ નબળું હોય તો સબળું અને સક્ષમ બની જાય છે.
સંકલેષ હોય ત્યારે અવારનવાર અને સંકલેષ ન હોય ત્યારે કમ સે કમ (ત્રિકાળ) ત્રણવાર તો આ સ્તોત્ર ગણવું જ જોઈએ.
જિજ્ઞાસુઓએ કોઈપણ ગુરુભગવંત પાસે કે જ્ઞાનભંડારમાંથી આ પંચસૂત્ર મેળવીને ત્વરિત એનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. શુભસ્ય શીધ્રભુ!સારા કામમાં ઢીલ શાને? મહામાંગલિક અને અત્યંત આદરણીય એવા પંચસુત્ર ને પંચાગ- પ્રણિપાત પ્રણામ કરીને વિરમીએ છીએ. જિનાજ્ઞાવિરુધ્ધ કાંઈ પ્રરૂપણા થઈ હોય તો અંતઃકરણપૂર્વકના મિચ્છામિ દુક્કડે ! હૈ. હોય નહીં?
હા-જામ - દાઝેલા ઘા ઉપર તુલસીનો રસ અને કોપરેલ ઊકાળીને ચોપડવાથી બળતરા મટે છે. ફોલ્લા અને જખમઝડપથી - રૂઝાઈ જાય છે. * દાઝયા પર રાળનો મલમ ખૂબ અકસીર છે. એ ભવિષ્યમાં દાગ, ઘાના નિશાનો રહેવા નથી દેતો. * દાઝયા ઉપર સાકરનું પાણી અથવા છાશ ઘી ચોપડવાથી પણ રાહત થાય છે. * ગરમ પાણી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ ઉપર ચોખાનો લોટ છાંટવાથી ખૂબ આરામ થાય છે.
સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી
સેજલ દિપકભાઈ ઝોટા
થયેલા પાપને તરત પ્રાયશ્ચિતથી ધોઈ નાંખવું. જેમ મોડું કરીશું તેમ નિષ્ફર આજનો સુવિચાર બનતા જવાશે.
- આ તો ચાનો કાપ.., મોડું થાય તો નીકળે જ નહિ. વર્ધમાન સંસ્કૃતિધામ
વિવિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન)
બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે,
જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ,
બોરીવલી (પરિચમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪.
ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે, નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯