Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar
View full book text
________________
જ વહીવટીકીય માથાકૂટમાંથી છૂટકારો મળે અને સુંદર વ્યવસ્થા જળવાઈ રહે. ઘીના દીવા માટે કાયમી રકમ લખી તેનું વ્યાજ વાપરવું ઉચિત જણાતું નથી કારણ આ પૈસા બેંકોમાં કાયમી થાપણ માટે મૂકાય અને તેઓ કતલખાનાઓને, કર્માદાનના ધંધા કરતી ફેકટરીઓને પૈસા ધીરે તો તેનું પાપ પૈસા મૂકનારને લાગે.
જૂના પ્રભાવશાળી જેટલા જિનમંદિરો છે જેમકે ગોડીજી, આદીશ્વરજી, શંખેશ્વર તીર્થ, પાલીતાણા, અમદાવાદના માણેક્યોકનું જિન મંદિર વગેરે બધામાં આજે પણ ઘીના દીવાઓ થાય છે દેવતત્વને પામવા અને તેમાં ભળી જવા એક ઘી વાપરવાથી ચમત્કારિક પરિણામો જોવા મળશે.
હવે તો પૂજનો - મહાપૂજા આદિમાં પણ વીજળીનો, લાઈટોનો ખૂબ ઉપયોગ થાય છે. પર્યુષણ મહાપર્વના દિવસોમાં તો રોશની કરવામાં આવે છે. વળી તે લાઈટો ચાલુ-બંધ થતી હોય છે તેથી સંખ્યાત, અસંખ્યાત ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે. આ અંગે ખૂબ ઊહાપોહ થતાં સં. ૨૦૧૯ ભાદરવા વદી ૧૩ના રવિવારે દોશીવાડા પોળમાં ડહેલાના ઉપાશ્રયે રાજનગરમાં બિરાજમાન પૂ. આચાર્ય ભગવંતો, પૂ. પદરથો તેમજ શ્રમણ શ્રી સંઘના વહીવટદારો એકઠા થયા હતા. સાધક – બાધક ભાવની વિચારણા કરી સર્વાનુમતે જે નિર્ણય કરવામાં આવેલો તે આંખ ખોલી નાખે તેવો છે.
સર્વાનુમતે મોટો નિર્ણય “અગાઉ જાહેરાત કર્યા મુજબ તા. ૧૫/૯/૬૩ના રોજ ડહેલાના ઉપાશ્રયે મળેલા પૂજય આચાર્ય ભગવંતો આદિ શ્રમણ ભગવંતો અને દહેરાસરજીના હાજર રહેલા વહીવટદારોની સભા જાહેર કરે છે કે
દહેરાસરના ગર્ભગૃહ તથા રંગમંડપ આદિમાં બધે ઠેકાણે હિંસા, આશાતના આદિના કારણે ઈલેકટ્રીક લાઈટ ન થવી જોઈએ. આ માટે સૌને લાગતાવળગતાઓને આ સંબંધી યોગ્ય પ્રયત્ન કરી ઈલેકટ્રીક લાઈટો બંધ કરવા- કરાવવાની ભલામણ કરે છે.
(બીજો નિય)ઃ આ બાબતનો પ્રચાર કરી, સક્રિય અમલ કરવા મિટીંગ બોલાવનાર ચાર ભાઈઓને સત્તા આપવામાં આવે છે.”
આવા ટંકશાળી નિર્ણયોનો ચાલો આપણે સહુ પણ આજથી જ અમલ શરૂ કરીએ. ભાગ્યશાળીઓ, આપના સંઘના વહીવટદારોને આ નિર્ણય તેમજ આના પરિપત્રો ખાસ વંચાવીને “આણા એ ધમ્મો”, “જયણા એ જૈનોની કુળદેવી છે” એ ન્યાયને સાર્થક કરવા નમ્ર વિનંતી છે. આપ જયાં જયાં દેશમાં મોકલાવી શકો ત્યાં આ પરિપત્રોની નકલ તુરંત મોકલી આપવા નમ્ર વિનંતી છે. આપ લાઈટને તિલાંજલી આપો તો આપની અંતરની અનુમોદના કરવાની અમને તક આપવા અમને જાણ કરશો તો ખૂબ આનંદ થશે. અસ્તુ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ લખાઈ ગયું હોય તો અંતઃકરણપૂર્વકના મિચ્છામી દુક્કડમ્.
(સંપૂર્ણ) હૈ. હોય નહીં?
ઝાડ ૨ચકqો વિરાટ્રની ઉપાય જનમ જયતિ શાસનમુના એક સુજ્ઞ વાચક તરફથી મળેલ આ ટૂચકો છે. ઝાડા થયા હોય ત્યારે કુંવાડીયાના બીજ (ગાંધીની દુકાને ૫ કે ૧૦ રૂ. કિલો મળે છે) કાચા કે સેકેલા પાણી સાથે ૩ ચમચી ગળી જવાના અથવા ફાંકી જવાના. ચાવવાના નહીં. આ બીજ મેથીના દાણા જેવા હોય છે. તેનાથી ૧૦ મિનિટમાં ઝાડા બંધ થઈ જાય છે. કબજિયાત થતી નથી. અન્ય કોઈ આડઅસર પણ થતી નથી.
સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી
મિલાપ ચંદ્રકાનન ઝોટા
હે પ્રભુ આ ભવમાં મને આજનો સુવિચાર - મસ્તીનું જીવન છે. - સમાધિનું મરણ દે.
આવતા ભવમાં - ઉત્કૃષ્ટ જિનધર્મી સ્ટંબમાં જન્મ દે. જેથી ઝટ મારો મોક્ષ થાય
-
-
—
-
.
.
વર્ધમાલ સંસ્કૃતિધામ (પ્ર. છ. સરકારી સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્યાન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭
વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80